1. Home
  2. Tag "Gujarati Report"

વડોદરામાં દિવાળીના તહેવારોમાં સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય મુલાકાતીઓથી ઊભરાયું

છેલ્લા સપ્તાહમાં 32000થી વધુ લોકોએ ઝૂની મુલાકાત લીધી, પ્રાણી સંગ્રહાલયને રૂપિયા 17 લાખથી વધુ આવક થઈ, સંગ્રહાલયમાં જળચર સહિત વિવિધ પ્રાણીઓ, સરિસૃપો લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા વડોદરાઃ શહેરમાં મ્યુનિ. સંચાલિત સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય રાજ્યભરમાં જાણીતુ છે. બહારગામના લોકો વડોદરા શહેરની મુલાકાતે આવે ત્યારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા હોય છે. દિવાળીના રજાઓમાં સંયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં નાના […]

સૌર ઉર્જા સશક્તિકરણ અને સમાવેશી વિકાસનું પણ પ્રતીક છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સભા (ISA)ના આઠમા સત્રનું ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ISA માનવતાની સહિયારી આકાંક્ષાને મૂર્તિમંત કરે છે – સૌર ઉર્જાને સમાવેશ, આદર અને સામૂહિક સમૃદ્ધિના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવાની. રાષ્ટ્રપતિએ કહ્યું કે જળવાયુ પરિવર્તન સમગ્ર વિશ્વને અસર કરી […]

સુરતમાં દિવાળીની રજાઓ પૂર્ણ થયા બાદ પણ કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ

બંગાળ, આસામ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિત રાજ્યોમાં વરસાદને લીધે ઓર્ડર ઘટ્યાં, અનેક ડિલરોએ નવા ઓર્ડર અટકાવી દીધા, લગ્નસરાની સીઝન નજીક હોવા છતાંયે કાપડ ઉદ્યોગમાં મંદીથી વેપારીઓ ચિંતિત સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. દેશભરના કાપડના વેપારીઓ ખરીદી માટે સુરત આવતા હોય છે. શહેરના કાપડના જથ્થાબંધ વેપારીઓએ લાભપાંચમના દિને મુહૂર્ત કરીને વેપારના […]

ભારતમાં SJ-100 પેસેન્જર વિમાનનું ઉત્પાદન થશે

નવી દિલ્હીઃ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) અને રશિયાની જાહેર સંયુક્ત સ્ટોક કંપની, યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશને SJ-100 નાગરિક વિમાનના ઉત્પાદન માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને કંપનીઓએ આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. Hal ભારતની અગ્રણી જાહેર ક્ષેત્રની ઉડ્ડયન કંપની છે. HAL ભારતીય વાયુસેના માટે આધુનિક ફાઇટર વિમાનનું પણ ઉત્પાદન કરે છે. […]

ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગરઃ રાજ્યમાં જન્મ-મરણની નોંધણી અગાઉ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત E-olakh Application પર કરવામાં આવતી હતી, તેના બદલે તા. 01 સપ્ટેમ્બર, 2025થી કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત CRS Portal ઉપર કરવામાં આવી રહી છે. રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકાર કરવા […]

સુરત શહેરના તમામ ફાયર સ્ટેશનોને સ્માર્ટ કન્ટ્રોલરૂમ સાથે જોડી દેવાશે

આગ કે અકસ્માત સ્થળે ફાયર ટીમોને તાત્કાલિક મોકલી શકાશે, સુરતમાં નવા બે ફાયર સ્ટેશન કાર્યરત કરાતા કૂલ સંખ્યા 27ની થઈ, ફાયર બ્રિગેડના સ્ટાફની સંખ્યામાં પણ વધારો કરાશે, સુરતઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે આગ કે કોઈ આકસ્મિત ઘટના સમયે મદદ માટે ત્વરિત પહોંચી શકાય તે માટે મ્યુનિ.કોર્પોરેશનના ફાયર સ્ટેશનનોની સંખ્યા વધારવામાં […]

ચક્રવાત મોન્થાની અસર: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 90થી 100 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડ્યો

હૈદરાબાદઃ ચક્રવાત મોન્થો તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે. આ સાથે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડું આજે મોડી રાત્રે કાકીનાડા નજીક ટકરાય તેવી શક્યતા છે. મોન્થાના કારણે શ્રીકાકુલમ, વિજયનગરમ, વિશાખાપટ્ટનમ, અનાકાપલ્લે, પૂર્વ ગોદાવરી, કોનસીમા, કાકીનાડા, કૃષ્ણગિરિ, નલ્લાપુર અને પ્રકાશમ જિલ્લામાં ભારે વરસાદ […]

અમદાવાદના ઘાટલોડિયામાં દવા નાંખેલા તલ ખાધા બાદ યુવતીનું મોત

તલમાં જીવાંત ન પડે તે માટે જંતુનાશક દવા નાંખવામાં આવી હતી, યુવતીને ભૂખ લાગતા ડબ્બો ખોલીને તલ ખાતા ઊલટીઓ થવા લાગી, યુવતીને હોસ્પિટલ લઈ જવાતા ડોક્ટરે મૃત જાહેર કરી અમદાવાદઃ અનાજ ન બગડે તે માટે જંતુનાશક દવા કે ટિકડીઓ પોટલીમાં બાંધીને અનાજમાં મુકવામાં આવતી હોય છે. ત્યારે ઘાટલોડિયા વિસ્તારમાં એક પરિવારે તલ ન બગડે તે […]

મંત્રીમંડળે 8માં કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 8માં કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી છે. 8મું કેન્દ્રીય પગાર પંચ એક કામચલાઉ સંસ્થા હશે. કમિશનમાં એક અધ્યક્ષ; એક સભ્ય (પાર્ટ-ટાઇમ) અને એક સભ્ય-સચિવનો સમાવેશ થશે. તે તેના બંધારણની તારીખથી 18 મહિનાની અંદર તેની ભલામણો કરશે. જો જરૂરી હોય તો, ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં આવે […]

પ્રધાનમંત્રીએ છઠ મહાપર્વના સમાપન પર ભક્તોને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહા પર્વ છઠના સમાપન પર તમામ ભક્તોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી . પ્રધાનમંત્રીએ કહ્યું કે ચાર દિવસીય ભવ્ય છઠ ઉત્સવ આજે ભગવાન સૂર્યને સવારે અર્ઘ્ય અર્પણ કરવાની સાથે સમાપ્ત થયો છે. તેમણે કહ્યું કે આ તહેવાર ભારતની ભવ્ય છઠ પૂજા પરંપરાની દિવ્ય ભવ્યતાનું સાક્ષી બન્યો છે. પ્રધાનમંત્રીએ છઠ ઉત્સવમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code