1. Home
  2. Tag "Gujarati Samac ar"

અમરેલી જિલ્લામાં સિંહબાળના મોતના વિવાદ વચ્ચે વધુ એક સિંહણનું મોત

ધારાસભ્યએ વનમંત્રીને પત્ર લખીને તપાસની માગ કરી, માંડરડી ગામના એક ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો, ગાંધીનગરથી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ પહોંચી અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. ત્યારે ત્રણ સિંહબાળના મોતને લીધે વન વિભાગની બેદરકારી સામે સવાલો ઊઠ્યા છે. સિંહોના મોતની ઘટનાઓ વધતાં વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. ત્રણ-ત્રણ સિંહબાળના મોતના સમાચાર […]

સુરત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગ્રીન વ્હીકલ પોલીસી માટે ડ્રાફ્ટ તૈયાર

દેશમાં ગ્રીન પોલિસી અમલી કરનારૂ સુરત પહેલું શહેર બનશે, સુરત શહેરમાં 2030 સુધીમાં 50 ટકા સુધી ઈ-વ્હીકલ હોય તે પ્રમાણે આયોજન કરાશે, પોલીસીના અમલ માટે ગ્રીન વ્હીકલ સેલ બનાવાશે સુરતઃ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન વ્હીકલ્સ પોલીસી માટે ડ્રાફ્ટ તૈયાર કરી દેવાયો છે. મ્યુનિ.કોર્પોરેશને વર્ષ 2021 માં ભારતની સૌથી પહેલી ઈ-વ્હીકલ પોલીસી બનાવી હતી. આ […]

ગુજરાતમાં વરસાદી સીઝનમાં મહાનગરો અને નાના શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા વકરી

મહેસાણામાં આખલાએ એક વૃદ્ધનો લીધો ભોગ, નાના શહેરોમાં રખડતા ઢોર પકડવાની કાયમી કોઈ વ્યવસ્થા નથી, તળાજામાં પણ રખડતા આખલાને કારણે મુસાફરો ભરેલી રિક્ષાનો અકસ્માત અમદાવાદઃ  રાજ્યના અમદાવાદ, વડોદરા સુરત સહિત તમામ મહાનગરો અને નાના શહેરોમાં ચોમાસાની વરસાદી સીઝનને લીધે રખડતા ઢોરની સમસ્યા વકરી રહી છે. રોડ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી રહેતા હોવાથી રાહદારીઓ […]

ગીર સોમનાથ જિલ્લામાં પખવાડિયાથી વરસાદ ખેંચાતા ખરીફ પાક બચાવવા ખેડૂતોની મથામણ

ગીર સોમનાથ જિલ્લામાં 1.47 લાખ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર જોખમમાં, ખેડૂતો ફુવારા અને ડ્રિપ ઈરિગેશનથી પાક બચાવવાના પ્રયાસો, હાલ વરસાદની જરૂર છે, ત્યારે મેઘરાજા રિસાયા વેરાવળઃ  ગીર સોમનાથ જિલ્લામાં અષાઢ પ્રારંભથી સારોએવો વરસાદ પડતા મોટાભાગના ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર પૂર્ણ કર્યું છે. ખરીફ પાકને હાલ પાણીની ખાસ જરૂર છે, ત્યારે છેલ્લા પંદર-વીસ દિવસથી વરસાદ ન […]

અંબાજીમાં ભાદરવી પૂનમના દર્શને જતા પદયાત્રીઓ માટેના સેવાકેમ્પની નોંધણી ફરજિયાત

અંબાજી મંદિરની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી, અંબાજી ખાતે 1લી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે, ઓનલાઇન નોંધાયેલા સેવા કેમ્પોની ચકાસણી કરી પ્રાંત અધિકારી દ્વારા મંજૂરી અપાશે, અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો 7 દિવસનો મહામેળો યોજાય છે. ભાદરવી પૂનમના દિને અંબાજી માતાજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. અને લાખોની સંખ્યામાં યાત્રાળુઓ દર્શન માટે ઉમટી પડતા હોય છે. […]

સુરેન્દ્રનગર જિલ્લો કપાસના વાવેતરમાં મોખરે, 3.66 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર

કપાસમાં ચુસિયા, મગફળીમાં સુકારાના રોગનો ઉપદ્રવ, જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 5,07,250 કુલ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયુ, નર્મદાના નીરથી સંચાઈનો લાભ મળતા કપાસના વાવેતરમાં વધારો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં સિંચાઈ માટે નર્મદા યોજનાનો લાભ મળ્યા બાદ કપાસના વાવેતરમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 5,07,250 કુલ હેકટરમાં ખરીફ વાવેતર થયુ છે. જેમાં ખેડૂતોએ સૌથી વધુ 3,66,919 […]

ગાંધીનગરમાં ગેરકાયદેસર ખનીજ ખનન સામે તંત્રની કડક કાર્યવાહી, 8 ડમ્પર પકડાયા

ડમ્પરના માલિકો પાસેથી 10 લાખથી વધુનો દંડ વસુલાયો, ખનિજચોરી સામે સતત ચેકિંગની કાર્યવાહી કરવા કલેકટરનો આદેશ, ઓવરલોડ ડમ્પરો સામે પણ કાર્યવાહી કરાશે ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજ માફિયાઓને કોઈનો ડર ન હોય તેમ ખનીજચોરીના બનાવો વધતા જાય છે. ત્યારે જિલ્લા કલેકટરની સુચનાથી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમે બિનઅધિકૃત ખનીજ ખનન અને વહન સામે વિશેષ અભ્યાન […]

રાજકોટમાં હેલ્મેટ સામે પોલીસ ઝૂંબેશ શરૂ કરે તે પહેલા કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ

કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા નાગરિકોની સહી ઝૂંબેશ, શહેરમાં રોડ-રસ્તાની બદતર હાલત સુધારો ત્યારબાદ હેલ્મેટ ફરજિયાત બનાવો, 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતનો પરિપત્ર રદ કરવાની માગણી રાજકોટઃ ગુજરાતભરમાં દ્વીચક્રી વાહનચાલકો માટે હેલ્મેટનો કાયદો અમલમાં છે. ત્યારે રાજકોટના પોલીસ કમિશનર દ્વારા પરિપત્ર જારી કરીને શહેરમાં 8મી સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતનો કાયદો લાગુ પાડવામાં આવશે. એવી જાહેરાત કરાતા શહેર કોંગ્રેસ […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરના ઠેર ઠેર ખાડાઓથી વાહનચાલકો પરેશાન

હાઈવેના 11 બ્રિજ પર પણ ખાડા પડ્યા, પોર બ્રિજ પર ગાડીનું અડધું ટાયર ઘૂસી જાય એટલા ખાડા, હાઈવે પર ટોલ ટેક્સની અઢળક આવક છતાંયે ખાડાઓ પુરાતા નથી વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાઓને લીધે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. જેમાં વડોદરાથી ભરૂચ સુધી તો ઉબડ-ખાબડ હાઈવેથી ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે. અંકલેશ્વર […]

વડોદરામાં વરસાદી સીઝનમાં રોગચાળો અટકાવવા ચાર ઝોનમાં સફાઈ ઝૂંબેશ

ચારેય ઝોનમાં સફાઈ, પેચવર્ક, ડ્રેનેજ લાઈન સફાઈ સહિત વિવિધ કામગીરી, જાહેર માર્ગ પર કચરો ફેલાવતા પેનલ્ટી વસૂલ કરાઈ, મચ્છરોની ઉત્પત્તી સામે દવાનો છંટકાવ કરાયો વડોદરાઃ શહેરમાં વરસાદી સીઝનને લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના ચાર ઝોનમાં સફાઈ ઝૂંબેશ શરૂ કરવામાં આની છે. તેમજ મચ્છરોની ઉત્પતી અટકાવવા માટે દવાનો છંટકાવ પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code