1. Home
  2. Tag "Gujarati Samac ar"

સાબર ડેરી પર પશુપાલકોનો પથ્થરમારો, ટોળાને વિખેરવા પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા

પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતો હોવાથી ડેરી સામે વિરોધ કરાયો, પશુપાલકો બેકાબુ થતાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો, વિફરેલા ટોળાંએ સાબર ડેરીના ગેટને પણ નુકસાન પહોંચાડાયું હિંમતનગરઃ  ઉત્તર ગુજરાતની પ્રખ્યાત સાબર ડેરી સામે પશુપાલકોએ હોબાળો મચાવ્યો હતો. ઓછા ભાવને પગલે વિફરેલા પશુપાલકોએ સાબર ડેરી બાનમાં લીધી હતી. દેખાવ કરવા પહોંચેલા પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 74 તાલકામાં પડ્યો વરસાદ, 7 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં સીઝનનો 49.96 ટકા વરસાદ પડ્યો, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે, માછીમારોને દરિયો ન ખેડવા સુચના અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામતો જાય છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 174 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સુરતના ઉંમરપાડા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, તેમજ કપરાડા, સાગબારા પારડી, નવસારી સહિત 174 તાલુકામાં ઝાપટાંથી લઈને […]

સુરેન્દ્રનગરમાં મ્યુનિ.કોર્પોરેશનની નિષ્ક્રિયતાને લીધે રખડતા ઢોરની સમસ્યા યથાવત

શહેરના મુખ્યમાર્ગો પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેસી રહે છે, રખડતા ઢોરને લીધે અકસ્માતોના બનાવો પણ બની રહ્યા છે, નગરપાલિકામાંથી મહા નગરપાલિકા બની છતાયે સમસ્યાઓ ઉકેલાતી નથી સુરેન્દ્રનગરઃ શહેરની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો જમાવીને બેઠેલા […]

IAS અધિકારીની નકલી ઓળખ આપીને લોકોને ઠગતો શખસ પકડાયો

પોતે આઈએએસ અધિકારી હોવાનું કહીને રૂ.79 હજારની છેતરપિંડી કરી હતી, વિસનગર પોલીસે અમદાવાદમાંથી ગઠિયાને દબોચી લીધો, આરોપી અગાઉ ચેક રિટર્નના ગુનામાં જેલમાં જઈ આવ્યો છે અમદાવાદઃ  આઈએએસ અધિકારીની નકલી ઓળખ આપીને લોકોને ઠગતા આરોપીને પોલીસે દબોચી લીધો છે. સુરતના પિતા-પુત્રએ વિસનગરના કાંસા ગામના હોટેલ માલિક સાથે વિશ્વાસઘાત કરી રૂ.21.65 લાખ પડાવ્યા બાદ એક શખસે પોતાને […]

ગાંધીનગરના સેકટર-15માં ક્રેઈનની અડફેટે સાયકલસવાર પ્રોઢનું મોત

ક્રેઈનના ચાલકે સાયકલસવારને પાછળથી ટક્કર મારી, સાયકલ સાથે પ્રોઢ રોડ પર પટકાતા તોતિંગ ક્રેન તેના પરથી પસાર થઈ ગઈ, પોલીસે ક્રેઈનના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી ગાંધીનગરઃ પાટનગરમાં રોડ અકસ્માતો વધતા જાય છે. ત્યારે મહાકાય ક્રેઈનના ચાલકે સાયકલસવારને ટક્કર મારતા તે રોડ પર પટકાયો હતો. દરમિયાન તોતિંગ ક્રેઈન તેના પરથી પસાર થતાં ગંભીર […]

ગુજરાતમાં વરસાદને લીધે 2967 કિમી રસ્તાઓ તૂટી ગયા, રોડ પર 14000થી વધુ ખાડાં પડ્યા

ઉઘાડ નિકળતા રોડ-રસ્તાના મરામતની કામગીરી હાથ ધરવામાં આવી, માઇનોર પેચ વર્કના 51%  મેજર વર્કની 40% ટકા કામગીરી પૂર્ણ, રોડ પર પડેલા 7000થી વધુ ખાડા પૂરી દેવાયા ગાંધીનગરઃ ગુજરાતમાં આ વખતે સારો વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં સીઝનનો 50 ટકા વરસાદ પડી ચૂંક્યા છે. જેમાં ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારમાં રોડ-રસ્તાઓ તૂટી ગયાની ફરિયાદો મળી છે. […]

વરતેજ રેલવે સ્ટેશન પર એન્જિનમાંથી ડીઝલની ચોરી કરતો શખસ પકડાયો

જૂગારની લત્તને લીધે દેવામાં ડૂબેલો શખસ ચોરીના રવાડે ચડ્યો હતો, રિક્ષામાં કેરબા મુકીને ડીઝલની ચોરી કરવા આવ્યો હતો, પ્રથમ વખત 150 લિટર ડીઝલની ચોરી કરીને બીજીવાર આવ્યો હતો ભાવનગરઃ શહેર નજીક આવેલા  વરતેજ રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સે એક ડીઝલ ચોરને પકડ્યો હતો. આરોપી લાલો મકવાણા (30) સિહોરનો રહેવાસી છે અને રિક્ષા ચાલક તરીકે […]

શેત્રુંજી ડેમ 27 દિવસમાં ત્રીજીવાર છલકાયો, ડેમના 20 દરવાજા 1.6 ફુટ ખોલાયા

શેત્રુંજી ડેમમાંથી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા, ડેમમા 1800 ક્યુસેક પાણીની આવક, પાલિતાનો ખારો ડેમ અને તળાજાનો પીંગળી ડેમ છલકાયો ભાવનગરઃ ગોહિલવાડમાં આ વર્ષે સારોએવો વરસાદ પડ્યો છે. ગઈ તા. 15 જૂનથી ભાવનગર જિલ્લામાં ચોમાસાના પ્રારંભથીજ મેઘરાજાએ મન મૂકીને વરસતા ભાવનગર જિલ્લાને તરબોળ કરી દીધો છે. આજે સતત ઉપરવાસના વરસાદી નીરની આવકથી સૌરાષ્ટ્રનો […]

વડોદરામાં દારૂ પીધેલા કારચાલકને કારમાંથી ખેંચીને મહિલાએ મારમાર્યો, પોલીસે કરી ધરપકડ

ઉશ્કેરાયેલી મહિલાએ દારૂડિયા ચાલકને લાફા માર્યા, ગોત્રી પોલીસે દારૂડિયા કારચાલકની ધરપકડ કરી, કારચાલકે કાન પકડીને કહ્યું હવે દારૂ પીને કાર નહીં ચલાવું વડોદરાઃ શહેરમાં દારૂ પીધેલા વાહનચાલકોને લીધે અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે શહેરના ગોત્રી રોડ પર ઈકો કારમાં શોરભાઈ ઉર્ફે મુકેશ સોમાભાઈ મકવાણા નામનો શખસ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ નશાબાજ કારચાલકને […]

અમદાવાદમાં સિનિયર સિટિઝન્સના AMTS-BRTS બસના મફત પાસ માટે વધુ 9 સ્થળોએ સુવિધા

શહેરમાં 65 વર્ષથી વધુની વયના નાગરિકો માટે AMTS,BRTSમાં મફત પ્રવાસની જાહેરાત, શહેરમાં બે સ્થળોએ કાઉન્ટર ખોલાતા વડિલોની લાંબી લાઈનો લાગતી હતી, હવે 8:15 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી પાસ કઢાવી શકાશે અમદાવાદઃ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસોમાં 75 વર્ષની ઉંમરના સિનિયર સિટિઝન્સને મફત મુસાફરીનો લાભ અપાતો હતો. એમાં ઘટાડો કરીને હવે 65 વર્ષની ઉંમરના સિનિયર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code