1. Home
  2. Tag "Gujarati Samac ar"

સુરતમાં પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, ભાડા કરાર વિના મકાન ભાડે આપનારા 30 સામે ફરિયાદ

સુરતમાં લૂંટ-મર્ડરની ઘટના બાદ પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું, અગાઉ લૂંટારાઓએ બિહારથી આવી મકાન ભાડે રાખીને જ્વેલર્સની રેકી કરી હતી, ભાડે આપનારા મકાનમાલિકોએ કરાર કરી પોલીસને જાણ કરવી ફરજિયાત સુરતઃ શહેરના સચિન અને સચિન GIDC વિસ્તારમાં તાજેતરમાં બનેલી લૂંટ અને મર્ડરની ઘટનામાં આરોપી પકડાયા બાદ બિહારથી લૂંટના ઈરાદે આવીને સુરતમાં સુડાના આવાસમાં મકાન ભાડે રાખીને રહેતા […]

અમદાવાદમાં મેઘરાજાની ધડબડાટી, વટવામાં સૌથી વધુ સવા ચાર ઈંચ વરસાદ

વેજલપુર સોનલ સિનેમા રોડ અને હાટકેશ્વર બ્રિજ પાસે ઢીંચણ સુધી પાણી ભરાયા, રામોલમાં ચાર ઇંચ, મણિનગર અને વાસણાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો, નેશનલ હાઈવે 8 પર પણ પાણી ભરાયા અમદાવાદઃ શહેરમાં શનિવારની રાતથી જ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે રવિવારે સવારથી જ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારમાં […]

વલસાડમાં રોડ પર જઈ રહેલા એક્ટિવા પર ઝાડ પડતા બાળકીનું મોત, બેની હાલત ગંભીર

સ્કૂલેથી એક્ટિવા પર ત્રણ વિદ્યાર્થીઓ ઘેર જઈ રહ્યા હતા, એક્ટિવા સવાર ત્રણ ભાઈ બહેન ઝાડ નીચે દબાયા, 10 વર્ષની વિદ્યાર્થિનું મોત, બેને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા વલસાડઃ શહેરમાં શાળામાંથી છૂટીને એક્ટિવા સ્કૂર પર ઘરે જઈ રહેલા ત્રણ વિદ્યાર્થી ભાઈ-બહેન પર ઝાડ પડતા 10 વર્ષથી વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું.જ્યારે વિદ્યાર્થીની હાલત ગંભીર છે, સ્કૂલથી છૂટીને […]

ગુજરાતમાં બપોર સુધીમાં 155 તાલુકામાં વરસાદ, દસ્ક્રોઈમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

મહેમદાવાદમાં 7 ઈંચથી વધુ અને માતરમાં 6 ઈંચ, કઠલાલમાં 4 ઈંચ વરસાદ, સિદ્ધપુરમાં માર્ગો પર કેડસમા પાણી ભરાયા, પાલનપુર-છાપી હાઈવે પર ગાડીઓ ડૂબી, સતલાસણામાં ટ્રેક્ટર તણાયું અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 155 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં અમદાવાદના દસ્ક્રોઈમાં સવારથી બપોર સુધીમાં 9 ઈંચથી વધુ વરસાદ પડતા અનેક […]

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં મહાદેવજીને વિશેષ હનુમંત દર્શન શૃંગાર કરાયો, ભક્તોએ કર્યા દર્શન

155 કિલો પુષ્પો ચંદન, બિલીપત્રથી જ્યોતિર્લીંગ પર હનુમાનજીની પ્રતિકૃતિ રચાઈ, વિશેષ શૃંગાર દ્વારા બંને દેવતાઓ વચ્ચેની સામ્યતા દર્શાવવામાં આવી, ભક્તોએ સોમેશ્વર જ્યોતિર્લિંગના હનુમાન સ્વરૂપના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અમદાવાદઃ શ્રાવણ સુદ બીજના દિવસે સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગને હનુમાનજીના રૂપમાં શણગારવામાં આવ્યું હતું. આ અનોખા અને ભક્તિભર્યા શૃંગારમાં સોમનાથ મહાદેવ અને સંકટમોચક હનુમાનજીના એકસાથે દર્શન થયા હતા. […]

રાહુલ ગાંધીએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની ત્રિદિવસીય શિબિરનું કર્યુ ઉદઘાટન

વડોદરામાં રાહુલ ગાંધી સમક્ષ કોંગ્રેસ કાર્યકરએ હૈયાવરાળ ઠાલવી, ગંભીરા બ્રિજના અસરગ્રસ્તોએ રાહુલ ગાંધીની મુલાકાત લીધી, દૂધ ઉત્પાદકો સાથે પણ રાહુ ગાંધીની બેઠક ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી 2027ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સંસદમાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે વડોદરા પહેચતા તેમનું પ્રદેશ કોંગ્રેસના નેતાઓ […]

ડિગ્રી ઈજનેરીની 141 કોલેજોની 60322 બેઠકોના બીજા રાઉન્ડમાં 27590 વિદ્યાર્થીઓેને આવરી લેવાયા

ગત વર્ષની તુલનાએ 829 વધુ વિદ્યાર્થીઓનો વધુ પ્રવેશ, વિદ્યાર્થીઓ સીટ એલોટમેન્ટની વિગતો વેબસાઈટમાં જોઈ શકશે, વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરી શકશે.  અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી ઈજરનેરી કોલેજોમાં પ્રવેશ માટે બીજા તબક્કાની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ છે. એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રો‌ફશનલ કોર્સીસ)એ ડિગ્રી ઈજનેરીની કુલ 141 કોલેજોની 60322 બેઠકોના સેકન્ડ રાઉન્ડના એલોટમેન્ટમાં કુલ 27590 […]

સુપ્રસિદ્ધ અંબાજી મંદિરને 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન મળ્યું

દાતાએ પોતાની ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઇચ્છા, દાનમાં ચાંદીના ભવ્ય દ્વાર, છત્ર અને થાળીનો સમાવેશ, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિધિવત રીતે આ દાનનો સ્વીકાર કર્યો અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં અનેક ભક્તો પોતાની શક્તિ મુજબ દાન કરતા હોય છે. ભક્તોની ઇચ્છા (માનતા) પૂરી થતાં માં અંબાના ચરણોમાં યથાશક્તિ દાન ચઢાવવતાં હોય છે. ત્યારે […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને પીજી માટે એસઓપી જાહેર કરતા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા

PG સંચાલકોએ અમદાવાદ મેયર અને કમિશનરને રજૂઆત કરી, PG માટે બીયુ, પોલીસ અને ફાયર NOCની જાગવાઈ કરવામાં આવી છે, PGના સંચાલકો કહે છે, નિયમોનો અમલ કરવો અઘરો છે, મોટાભાગના PG બંધ થઈ જશે અમદાવાદઃ શહેરમાં બહારગામના અનેક વિદ્યાર્થીઓ અને નોકરિયાતો પેઈંગ ગેસ્ટ યાને પીજીમાં રહે છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં અનેક પીજી આવેલા છે. પીજી […]

અમરગઢ પાસે નેશનલ હાઈવે પર ટ્રેલરે પલટી ખાતા 10 કલાકથી ટ્રાફિક જામ

કંડલાથી ડામર ભરીને નેપાળ જતું ટ્રેલર પલટી ગયું, ડામર ભરેલા બેરલ રોડ ઉપર વેર વખેર થતાં ટ્રાફિકજામ સર્જાયો, પોલીસે ભારે જહેમત બાદ એક તરફનો ટ્રાફિક ચાલુ કરાવ્યો પાલનપુરઃ ટ્રાફિક સતત વ્સસ્ત ગણાતાનેશનલ હાઇવે અમીરગઢ નજીક વહેલી સવારે પાંચ વાગ્યાના સુમારે ગાયને બચાવવાં જતાં કંડલાથી 216 જેટલા ડામરના બેરલ ભરીને નેપાળ જઈ રહેલું ટ્રેલર પલટી ગયુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code