1. Home
  2. Tag "Gujarati Samac ar"

સુરતમાં રોડ-રસ્તા અને જાહેર સ્થળોએ ભરાયેલા પાણી પર ડ્રોનથી દવાનો છંટકાવ કરાશે

શહેરના 3 ઝોનમાં 115 લોકેશન ટ્રેસ કરાયાં, ડ્રોન દ્વારા સર્વેલન્સ અને દવા છાંટવાની કામગીરી, જંતુનાશક દવાઓના છંટકાવથી મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાશે  સુરતઃ શહેરમાં છેલ્લા 22 દિવસથી વરસાદી વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અને તેના લીધે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. ત્યાર મ્યુનિ.ના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરો અને મચ્છરોના પોરાનો નાશ કરવા માટે દવાનો છંટકાવ […]

ગુજરાતમાં આરટીઈની 39996 બેઠકો હજુ ખાલી, વધુ રાઉન્ડ યોજવા NSUIની રજુઆત

ગયા વર્ષે પણ 52221 બેઠક ખાલી રહી હતી, શહેર ડીઈઓને NSUIની આંદોલનની ચીમકી, અમદાવાદઃ રાજ્યમાં ગરીબ બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. ગરીબ બાળકોની ફી ખાનગી શાળાઓને સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે. રાજ્યમાં આ વખતે પ્રવેશના ત્રણ રાઉન્ડ યોજ્યા બાદ 39996 બેઠકો ખાલી રહી છે. ત્યારે પ્રવેશનો ચોથો રાઉન્ડ […]

વિસાવદરના જંગલના માર્ગ પર એક સાથે 9 બાળસિંહ સહિત 12 વનરાજોની લટાર

મેઘરાજાએ વિરામ લેતા વનરાજોએ જંગલ તરફ પ્રયાણ કર્યું, તાલાલાથી વિસાવદર જતો 15 કિલોમીટરનો રસ્તો જંગલમાંથી પસાર થાય છે, ગ્રામજનોએ એકસાથે લટાર મારતા 12 સિંહનો મોબાઈલમાં વિડિયો ઉતાર્યો વિસાવદરઃ સૌરાષ્ટ્રભરમાં હાલ વરસાદી સીઝનમાં જંગલોમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા વનરાજો જંગલ છોડીને રેવન્યુ વિસ્તારમાં લટાર મારવા નીકળતા હોય છે. સિંહના ટોળા ન હોય પણ પરિવાર એક સાથે રહેતો […]

ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યુ, સાંજ સુધીમાં 103 તાલુકામાં પડ્યા વરસાદના ઝાપટાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી બારે વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યુ છે, અને સાંજ સુધીમાં 103 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યભરમાં આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે કેટલાક વિસ્તારોમાં ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગે આજે ભાવનગર અને અમરેલી બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. પણ બન્ને જિલ્લામાં માત્ર વરસાદના […]

અમદાવાદમાં શહેર શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન થવાની શક્યતા

અમદાવાદ શહેર પૂર્વ અને પશ્વિમ એમ બે કચેરીઓ બનશે, કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા વિગતો મંગાવાઈ, અમદાવાદમાં શહેર વિસ્તારની બે અને જિલ્લાની એક એમ DEOની ત્રણ કચેરી બનશે અમદાવાદઃ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન કરીને ડીઈઓની શહેરના પશ્વિમ અને પૂર્વ વિસ્તારમાં બે કચેરીઓ બનાવવામાં આવે તેવી શક્યતા છે,  છેલ્લા અનેક વર્ષોની માંગણી અને રજૂઆતો તેમજ […]

કંડલામાં દીન દયાલ પોર્ટ પર કેમિકલ ખાલી કરીને જતાં જહાંજમાં થયો બ્લાસ્ટ

જહાજમાં ઓઇલની ટેન્ક ફાટતાં જહાજ એક તરફ નમી ગયું, દુર્ઘટનાની જાણ થતાં કોસ્ટ ગાર્ડ અને પોર્ટ તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી, જહાજમાં સવાર 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી ગાંધીધામઃ કંડલા દીનદયાળ પોર્ટ પરથી મેથેનોલ કેમિકલ ખાલી કરીને જતા હોંગકોંગના જહાજમાં બ્લાસ્ટ થયો હતો. જોકે આ બનાવની જાણ થતાં જ કોસ્ટ ગાર્ડ અને પોર્ટના અધિકારીઓએ બોટમાં […]

નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી, 500થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું

આજે સવારે 6 વાગ્યે પૂર્ણા નદીની જળસપાટી 50 ફૂટે નોંધાઈ, શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, અંબિકા નદી 27 ફૂટ અને કાવેરી નદી 13 ફૂટે વહી રહી છે નવસારીઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી સમયાંતરે ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદને લીધે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું […]

વાવના ધરાધરા ગામની સીમમાં બોરવેલ ચાલુ કરવા જતા વીજ કરંટ લાગતા ત્રણનાં મોત

વાડીમાં ઓરડીમાં પાણીની મોટર ચાલુ કરવા જતાં યુવાનને કરંટ લાગ્યો, પોતાના પૂત્રને બચાવવા જતાં માત-પિતાનો પણ કરંટ લાગતા મોત, એક જ પરિવારના ત્રણના મોતથી ગામમાં ગમગીની વ્યાપી ગઈ પાલનપુરઃ  જિલ્લાના વાવ તાલુકાના ધરાધરા ગામની સીમમાં વહેલી સવારે વાડીમાં બોરવેલ ચાલુ કરવા જતાં વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા છે. આ કરૂણ […]

લખતર તાલુકાના અણિયાળી ગામ જતા મુખ્ય રસ્તા પરના કોઝવેમાં પાણી ભરાતા મુશ્કેલી

ગ્રામજનોની પુલ બનાવવા અનેક માંગણી છતાં તંત્ર ધ્યાન આપતું નથી, નાના-મોટા વાહનોને કોઝવેના પાણીમાંથી પસાર થવું પડે છે, કોઝવે એક તરફ તૂટી ગયો હોવાથી અકસ્માત થયાવો ભય સુરેન્દ્રનગરઃ જિલ્લાના લખતર તાલુકાના અણીયાળી ગામે જવાના કોઝવે ઉપર વરસાદના કારણે પાણી ફરી વળતા ગામનો સંપર્ક તૂટી ગયો હતો. કોઝવેના સ્થળે પુલ બનાવવા વર્ષોથી ગ્રામજનો માંગ કરી રહ્યા […]

વઢવાણના વસ્તડી નજીક ભાદર નદીનો ડાયવર્ઝન ધોવાઈ જતા 20 ગામના લોકોને મુશ્કેલી

ભાદર નદી પરનો પુલ બે વર્ષ પહેલા તૂટી ગયા બાદ ડાયવર્ઝન અપાયુ છે, 20 ગામના લોકોને જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડે છે, દર ચોમાસામાં ડાયવર્ઝનનો રસ્તો ધોવાઈ જાય છે. વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક ભાદર નદી પરનો બ્રિજ બે વર્ષ પહેલા જ ધરાશાયી થયો હતો. નવો બ્રિજ બનાવવાની માગણી છતાંયે એનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code