1. Home
  2. Tag "Gujarati Samac ar"

ગુજરાતના વર્ષ 2005 પહેલાના 60 હજાર કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના સરળ બનાવો

સત્તાધિકારીઓ દ્વારા સમગ્ર પ્રક્રિયાને જટિલ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જરૂરી ન હોય તેવા હૂકમો પણ માગવામાં આવે છે, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત અમદાવાદઃ ગુજરાત સરકારના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના જાહેર કર્યા બાદ ભારે વિરોધ થતાં સરકારે વર્ષ 2005 પહેલાના ભરતી થયેલા 60.000 કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી […]

સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ 19 દિવસ બાદ ફરીવાર થયો ઓવરફ્લો

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમમાં પાણીની આવકમાં વધારો, સાંજે 6 કલાકે તમામ 59 દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા, ડેમના હેઠવાસના ગામોના લોકોને એલર્ટ કરાયા ભાવનગરઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શૈત્રુંજી ડેમ 19 દિવસ બાદ ફરીવાર છલકાયો છે. ગઈ સાંજના 6 કલાકે ડેમના તમામ 59 દરવાજા એક ફુટ ખોલવામાં આવતા નદીમાં પૂરની સ્થિતિને લઈને કાંઠા વિસ્તારના […]

રાજકોટ-જેતપુર હાઈવેની ભંગાર હાલત છતાં ટોલટેક્સ વસુલાત, કોંગ્રેસ લડત આપશે

હાઈવે પર ઠેર ઠેર ખાડાઓને લીધે ટ્રાફિકજામ સર્જાય છે, રોડ નહીં તો ટોલ નહીઃ જિજ્ઞેષ મેવાણી, જનતાને આંદોલનમાં જોડાવા કોંગ્રેસની હાકલ રાજકોટઃ રાજકોટ-જેતપુર હાઈવેની બિસ્માર હાલત છે. હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ખાડાને લીધે હાઈવે પર વારંવાર ટ્રાફિક જામ થાય છે. હાઈવે ભંગાર હોવા છતાંયે વાહનચાલકો પાસેથી ટોલ વસુલવામાં આવે છે. રાજકોટ-જેતપુર […]

ડાયમંડ કાઉન્સિલનો રિપોર્ટ, 20 વર્ષમાં ગુલાબી ડાયમંડની કિંમતમાં 395% વધારો

નેચરલ ડાયમંડ કાઉન્સિલ દ્વારા કલર ડાયમંડનો રિપોર્ટ જાહેર, વાદળી રંગના હીરામાં 240 ટકા અને પીળા હીરામાં 50 ટકાનો વધારો, ફેન્સી કલર હીરા ઓછી માત્રામાં મળતા હોવાથી કિંમત વધારે રહે છે. સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી મંદીનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં નેચરલ ડાયમંડ કાઉન્સિલે ફેન્સી કલર ડાયમંડનો સંશોધન રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટના […]

અમદાવાદમાં વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી ઠગાઈ કરનારા બે શખસોને દબોચી લેવાયા

આધારકાર્ડ આતંકી પ્રવૃતિમાં ઉપયોગમાં લેવાયાનું કહીને વૃદ્ધને ધમકી આપી હતી, વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને 3 લાખ RTGS કરાવ્યા હતા, પોલીસે અમદાવાદમાંથી બે શખસોની ધરપકડ કરી, આરોપીઓનું કનેકશન દિલ્હી સુધી અમદાવાદઃ દેશમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. જેમાં મોબાઈલ વિડિયો કોલ કરીને સીબીઆઈ, ઈડી કે ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને અવનવા બહાના કાઢીને ગુનામાં સંડોવાયેલા હોવાનું […]

સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન કમિટીમાં ચેરમેનની નિમણૂંક ન થતાં ફીનું માળખું નક્કી કરાતુ નથી

સૌરાષ્ટ્ર ઝોન સમિતિના ચેરમેનની જગ્યા 5 મહિનાથી ખાલી, સૌરાષ્ટ્રની 650 સ્કૂલોની ફી વધારા માટે નિર્ણય અટકેલો છે, હાઈકોર્ટના નિવૃત જજ અને 62 વર્ષથી વધુ વય ન હોય તો નિમણૂંક કરી શકાય રાજકોટઃ રાજ્યમાં ખાનગી શાળાઓમાં ફીનું માળખું નક્કી કરવા માટે ઝોન વાઈઝ ફી નિર્ધારણ કમિટી બનાવી છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનની ફી કમિટીમાં ચેરમેનની જગ્યા છેલ્લા […]

વિજયનગર નજીક ધોધની સેલ્ફી લેવા જતા યુવાને જીવ ગુમાવ્યો, ચેકડેમમાં ડૂબી જતા મોત

ઇડર તાલુકાના સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીના ચેકડેમમાં યુવાન ડૂબ્યો, કણાદર પાસે પ્રાકૃતિક ધોધ પર સેલ્ફી લેતો યુવક ધોધમાં પડતા મોત, સાબરકાંઠામાં 24 કલાકમાં બે કરુણ ઘટના બની હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં ડુબી જવાના બે બનાવોમાં બે યુવાનોના મોત નિપજ્યા છે. પ્રથમ બનાવમાં ઇડર તાલુકાના સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીના ચેકડેમમાં ડૂબી જતા  નિલેશ દેવજીભાઈ પરમાર (રહે, કટોસણ […]

સોમનાથ-ભાવનગર હાઈવે પર દેવલી ગામ પાસે 14 સિંહનો પરિવાર લટાર મારતો દેખાયો

સિંહનો જોઈને હાઈવેની બન્ને બાજુ વાહનો ઊભા રહી ગયા, વાહનચાલકોએ સિંહનો લટાર મારતો વિડિયો બનાવીને વાયરલ કર્યો, જંગલમાં મચ્છરોના ત્રાસ વધતા ખુલ્લા મેદાનમાં સિંહો આવી જતા હોય છે, ઊનાઃ ગીરના જંગલ ઉપરાંત રેવન્યુ વિસ્તારોમાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. હાલ વરસાદી સીઝનમાં જંગલમાં મચ્છરોને લીધે સિંહ જંગલ છોડીને મેદાની વિસ્તારોમાં લટાર મારવા નિકળતા હોય […]

ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિના ઉન્નતિનો સમય એવા પવિત્ર ચાતુર્માસનો આજથી થયો પ્રારંભ,

ચાતુર્માસ દરમિયાન મોટા તહેવારો આવશે, ચાતુર્માસ ધર્મની સાથે આરોગ્યને પણ જોડે છે, ચાર મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ સાગરમાં શયન કરશે અમદાવાદઃ આજથી પવિત્ર ચાતુર્માસ થયો છે. સનાતન ધર્મમાં ચાતુર્માસનું મહાત્મ્ય સવિશેષ છે. ચાર મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ સાગરમાં શયન કરશે. ધર્મ વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિના માસ તરીકે પણ સનાતન ધર્મમાં ઊજવવામાં આવે છે. […]

સુરેન્દ્રનગરમાં રેલવે અંડરબ્રિજમાં સતત પાણી ભરાઈ રહેતા હોવાથી વાહનચાલકોને મુશ્કેલી

અંડરબ્રિજમાં ભરાતા પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ, વર્ષો પહેલા નાખવામાં આવેલી પાઈપલાઈન અને ચેમ્બરોમાં કચરો ફસાતા સ્થિત સર્જાઇ, ઓળક ગામમાં ધોધમાર વરસાદથી 35થી વધુ ઘરમાં વરસાદી પાણી ભરાયા સુરેન્દ્રનગરઃ શહેરમાં ભારે વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં રાજ હોટલ પાસેના રેલવે અંડરબ્રીજમાં પણ પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. આમ તો આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code