1. Home
  2. Tag "Gujarati Samac ar"

ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ હવે એનસીસીમાં ભાગ લઈ શકશે

વિવિધ કોર્સમાં ભણતા 500 વિદ્યાર્થીઓ NSS સાથે જોડાયેલા છે, 105 વર્ષ બાદ વિદ્યાર્થીઓને એનસીસીમાં તાલીમનો અવસર મળશે, વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે  જુલાઈથી તાલીમ કાર્યક્રમ શરૂ થશે અમદાવાદઃ ગાંધીવાદી શૈક્ષણિક સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં વર્ષોથી ચાલી આવતી પરંપરામાં સમય મુજબ પરિવર્તન આવી રહ્યું છે. ત્યારે હવે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ એનસીસીમાં ભાગ લઈ શકે તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. […]

અમદાવાદમાં 500 વર્ષ જૂના 9 દરવાજામાંથી વાહન વ્યવહાર બંધ કરવા ASIનો AMCને પત્ર

ઐતિહાસિક દરવાજા આસપાસના દબાણો દૂર કરવા માગ, હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની બેઠક બોલાવવા ધારાસભ્યએ પણ માગ કરી હતી, તાજેતરમાં દિલ્હી દરવાજાનો મધ્ય ભાગનો લાકડાનો દરવાજો ધરાશાયી થયો હતો અમદાવાદઃ શહેરમાં દિલ્હી દરવાજા, ત્રણ દરવાજા સહિત ઐતિહાસિક દરવાજાની મરામતના અભાવે દરવાજાઓ જર્જરિત બનતા જાય છે. અમદાવાદને વલ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળેલો છે. અને શહેરમાં ઐતિહાસિક દરવાજાઓ 6 […]

વિસાવદરમાં આપ’ના ગોપાલ ઈટાલિયા અને કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાનો વિજ્ય

વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત, કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતથી વિજય, બન્ને બેઠકો પર કોંગ્રેનો કારમો પરાજ્ય અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં આજે પરિણામ જાહેર થતાં કડીની બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડથી વિજય થયો છે. જ્યારે વિસાદરની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર […]

અમદાવાદમાં ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ લઈ જતી ટ્રકને પણ નડ્યો અકસ્માત

શાહીબાગ ડફનાળા નજીક પ્લેનની ટેલ ઝાડમાં ફસાઈ ગઈ, ડફનાળાથી કેમ્પ હનુમાન મંદિર સુધી રસ્તો બંધ કરવો પડ્યો, રોડ બંધ કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા અમદાવાદઃ શહેરમાં ગઈ તા. 12મી જુનના રોજ એરપોર્ટ નજીક બીજે મેડિકલ કોલેજના કેમ્પસમાં આવેલી મેડિકલના વિદ્યાર્થીઓ માટેની મેસના બિલ્ડિંગ સાથે એર ઈન્ડિયાનું લંડન જતુ વિમાન ક્રેશ થયું હતું, ક્રેશ થયેલા AI 171 […]

હિંમતનગરમાં નેશનલ હાઈવે પરના સર્વિસ રોડની દૂર્દશાથી વાહનચાલકો પરેશાન

નેશનલ હાઈવે પર જવા માટે લોકોને સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે, હિંમતનગરના મોતીપુરાથી સહકારી જીન સુધીનો સર્વિસ રોડ બિસ્માર હાલત, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી હિંમતનગરઃ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયુ હોવા છતાંયે બ્રિજ વાહન વ્યવહાર માટે ચાલુ કરવામાં આવ્યો નથી. બીજી બાજુ બ્રિજ નજીકનો […]

મહેસાણાના જોટાણામાં જીએસટીના નકલી ત્રણ અધિકારી તોડ કરતા પકડાયા

દુકાનદારને ધમકી આપી 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી, દુકાનદારને શંકા જતાં પોલીસનો સંપર્ક કર્યો હતો, ત્રણેય નકલી GST અધિકારીઓ સામે ગુનો નોંધાયો મહોસાણાઃ જિલ્લાના જોટાણામાં જીએસટીના અધિકારીઓના સ્વાંગમાં આવેલા ત્રણ શખસોએ વેપારીને ધમકાવીને 5 લાખ રૂપિયાની માગણી કરી હતી. પણ દૂકાનદાર વેપારીને શંકા જતા તેને પોલીસને જાણ કરી હતી. પોલીસે પહોંચીને ત્રણેય શખસોને પૂછતાછ […]

અમદાવાદથી 10 કિમી દુર રહેતા લોકોએ વાહન ખરીદતી વખતે મ્યુનિનો વેરો ભરવો પડશે

અમદાવાદ શહેરથી 10 કિ.મી. વિસ્તારમાં વસતા લોકોને આ નિયમો લાગુ થશે, મ્યુનિના વાહનવેરાથી બચવા કેટલાક લોકો નજીકના ગામમાં રહેતા હોવાના પુરાવા આપતા હોય છે. અમદાવાદઃ શહેરની આસપાસના 10 કિમીના અંતરે આવેલા ગામના લોકોએ પણ હવે અમદાવાદ મ્યુનિનો વ્હીકલટેક્સ ભરવો પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા વાહનના ટેક્સ મામલે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં […]

ઝાલાવાડ પંથકના 6 ડેમ ઓવરફ્લો, 5 ડેમ 70 ટકાથી વધુ ભરાયા

સુરેન્દ્રનગર શહેરમાં પાણીની સમસ્યાનો અંત, તમામ તાલુકામાં સરેરાશ જે પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો, નાયકા ડેમમાંથી અંદાજે 54,000 ક્યુસેક પાણી છોડાયુ સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પ્રથમ વરસાદે જિલ્લાના 11 ડેમમાંથી 6 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. બાકીના 5 ડેમો 70 ટકાથી વધુ ભરાઈ ગયા છે. જેમાં નાયકા, ધોળીધજા, સબુરી, વાંસલ, થોરીયાળી અને વડોદ ડેમ પ્રથમ વરસાદે […]

ગિરનાર પર્વત પર 36 કિલોમીટર લાંબા પર્વતીય રૂટ પર દૂધધારા પરિક્રમાનો પ્રારંભ

છેલ્લા 65 વર્ષથી દૂધધારા પરિક્રમા નિરંતર ચાલી આવે છે, યોગિની એકાદશીના પવિત્ર દિવસે દુધધારા પરિક્રમાનું આયોજન, 36 કિલોમીટરના માર્ગે 150 લીટર દૂધનો અભિષેક કરાયો જૂનાગઢઃ  ગિરનાર મહારાજની કૃપા માટે શ્રદ્ધાળુઓએ ભવનાથથી ગિરનારની દુધધારા પરિક્રમાનો આરંભ કર્યો છે. આ પરંપરા 65 વર્ષથી નિરંતર ચાલી આવે છે. જેઠ વદ અગિયારસ એટલે કે યોગિની એકાદશીના પવિત્ર દિવસે દર […]

ભાવનગર જિલ્લામાં વરાપ નિકળતા ખેડૂતોએ વાવણીનો કર્યો પ્રારંભ

ભાવનગર જિલ્લામાં 97,718 હેકટર જમીનમાં વાવણી, ખેડૂતોએ મગફળી સહિત વિવિધ પાકોનું વાવેતર શરૂ કર્યું, જિલ્લામાં સૌથી વધુ 45,339 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું ભાવનગરઃ  જિલ્લામાં આ વખતે ધોધમાર વરસાદ પડ્યા બાદ છેલ્લા બે દિવસથી વરાપ નિકળતા ખેડૂતોએ વાવણી કાર્યનો પ્રારંભ કર્યો છે.  જિલ્લામાં 19 જૂન સુધીમાં 97,718 હેકટર જમીનમાં વાવતરનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code