ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
અમદાવાદ, 23 ફેબ્રુઆરી 2026: શિયાળાની વિદાય બાદ ઉનાળાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે, અને ફાગણના પ્રારંભમાં વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. આજે સોમવારે વહેલી સવારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર સહિતના તાલુકાઓમાં તેમજ ગાંધીનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. […]


