1. Home
  2. Tag "Hamas"

ઇઝરાયલે હમાસના ટોચના કમાન્ડરને ઠાર માર્યો, ડ્રોનથી કારને નિશાન બનાવી

નવી દિલ્હી: ઇઝરાયલે ગાઝામાં હમાસના એક ટોચના કમાન્ડરની હત્યા કરી છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે દક્ષિણ ગાઝામાં એક શક્તિશાળી વિસ્ફોટમાં હમાસના ટોચના કમાન્ડર રૈદ સઈદનું મોત થયું છે. જોકે, હમાસે હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. હમાસના જણાવ્યા અનુસાર, ગાઝા શહેરના નબુલસી જંકશન નજીક એક ઇઝરાયલી ડ્રોને એક નાગરિક વાહનને નિશાન બનાવ્યું હતું. […]

હમાસના લીડરોમાં ઈઝરાયલનો ખોફ, મીટીંગ સ્થળે ઈલેક્ટ્રોનિક ઉપકરણો ઉપર મુક્યો પ્રતિબંધ

ઇઝરાયેલ દ્વારા હમાસના ટોચના કમાન્ડરો પર સતત હુમલાઓ અને વિદેશી ધરતી પર પણ હત્યાના પ્રયાસોના કારણે હવે સંગઠને અત્યાર સુધીના સૌથી કડક સુરક્ષા નિયમો લાગુ કરી દીધા છે. લંડન સ્થિત અખબાર ‘અશરક અલ-અવસત’ના અહેવાલ મુજબ, કતારના દોહામાં તાજેતરમાં નિષ્ફળ ગયેલા હત્યાના પ્રયાસ બાદ હમાસના વરિષ્ઠ નેતાઓએ પોતાની સુરક્ષા અનેક ગણી વધારી દીધી છે. રિપોર્ટમાં જણાવાયું […]

ઈઝરાયલની આર્મી હવે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ નહીં કરે, સુરક્ષાના કારણોસર લેવાયો નિર્ણય

ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યું છે. દરમિયાન ઈઝરાયલ ડિફેન્સ ફોર્સને સાઈબર સુરક્ષાને મજબુત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે લેફ્ટન્ટ કર્મલ તથા તેમની ઉપરના સિનિયર અધિકારીઓ સત્તાવાર સંદેશાવ્યવહાર માટે હવે આઈફોનનો ઉપયોગ કરશે. સુરક્ષાનો કારણોસર એન્ડ્રોઈડ ફોન સંપૂર્ણ રીતે બેન કરવામાં આવ્યો છે. ડિજીટલ સેંઘમારી કોશિશો અને વધતી સાયબર જાસૂસી […]

ગાઝામાં હમાસે ફરી એકવાર પોતાનો ક્રૂર ચહેરો બતાવ્યો, જાહેરમાં 8 લોકોને ગોળી મારી

નવી દિલ્હી: ગાઝા પટ્ટી પર નિયંત્રણ જાળવી રાખવા માટે હમાસે ક્રૂર પગલાં લીધાં છે. આ સંગઠને આઠ લોકોને જાહેરમાં ફાંસી આપી હતી. આ કાર્યવાહી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હમાસને હથિયારો છોડી દેવાની ચેતવણી આપ્યા બાદ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં હમાસના બંદૂકધારીઓ આઠ લોકોને ગોળી મારી રહ્યા હતા, જેમને જૂથે […]

હમાસને “ગાઝા શાંતિ યોજના” પર સંમત થવા માટે “ત્રણ કે ચાર દિવસ” આપશેઃ ટ્રમ્પ

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે તેઓ હમાસને “ગાઝા શાંતિ યોજના” પર સંમત થવા માટે “ત્રણ કે ચાર દિવસ” આપશે. વ્હાઇટ હાઉસ છોડતી વખતે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યું કે ઇઝરાયલી અને આરબ નેતાઓએ આ યોજના સ્વીકારી લીધી છે અને “અમે ફક્ત હમાસની રાહ જોઈ રહ્યા છીએ.” તેમણે ઉમેર્યું કે જવાબ આપવા માટે લગભગ […]

ઇઝરાયલી હવાઈ હુમલામાં હમાસના ચીફ મોહમ્મદ સિનવરનું મોત

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તરફથી એક મોટું નિવેદન આવ્યું છે. તેમણે બુધવારે (28 મે, 2025) કહ્યું કે હમાસના ગાઝા ચીફ મોહમ્મદ સિનવારને ખતમ કરી દેવામાં આવ્યા છે. ઇઝરાયલી સેના ઘણા સમયથી હમાસના ગાઝા ચીફ મોહમ્મદ સિનવારને શોધી રહી હતી. સિનવાર ભૂતપૂર્વ હમાસ નેતા યાહ્યા સિનવારનો નાનો […]

હમાસને રૂપિયા ટ્રાન્સફર કરનાર વ્યક્તિને ઈઝરાયલની સેનાએ ઠાર માર્યો

ઈઝરાયલી સેનાએ ગાઝામાં હમાસના મુખ્ય મની એક્સચેન્જરને ઠાર માર્યો છે. ઈઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (IDF) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ગાઝા શહેરમાં સૈયદ અહેમદ આબેદ ખુદારીને ઠાર માર્યો છે. જે હમાસનો મુખ્ય મની એક્સચેન્જર હોવાનું કહેવાય છે. ખુદારી, અલ વેફાક કંપની ફંડનો વડો હતો, જેને ઈઝરાયલી સરકારે આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કર્યો હતો. ખુદારીએ […]

હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઈઝરાયલે ગાઝાના રફાહને ખાલી કરવા સ્થાનિકોને કરી અપીલ

યુદ્ધવિરામ સમાપ્ત થયા પછી ઇઝરાયલ હમાસ વિરુદ્ધ સતત હુમલાઓ કરી રહ્યું છે. ઇઝરાયલ દ્વારા ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, ઇઝરાયલી સેનાએ લોકોને ગાઝા પટ્ટીના દક્ષિણ શહેર રફાહનો મોટાભાગનો ભાગ ખાલી કરવા જણાવ્યું છે. આ પહેલા ઇઝરાયલી સેનાએ ગાઝા શહેરના કેટલાક ભાગોને ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો. લોકોને જેતુન, તેલ અલ-હાવા […]

હમાસનો ખતરો કાશ્મીર સુધી પહોંચ્યો, જૈશ અને લશ્કર પણ POKમાં સાથે

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા માટે આતંકવાદી સંગઠનો એક થઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. તેઓ આતંકના નવા મોજાની તૈયારી કરી રહ્યા છે, જેના કારણે ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર પીઓકેમાં પણ એક કાર્યક્રમ યોજાનાર છે, જેને હમાસના ટોચના કમાન્ડર સંબોધિત કરવાના છે. આ કાર્યક્રમમાં આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ ભાગ […]

ઇઝરાયલે 90 પેલેસ્ટિનિયન કેદીઓને કર્યા મુક્ત

ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ઇઝરાયલે સોમવારે 90 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી હતી. ત્યારે ઇઝરાયલી અધિકારીઓએ પેલેસ્ટિનિયન કેદીઓને તેમની મુક્તિની તૈયારીમાં પશ્ચિમ કાંઠાની ઓફેર જેલમાં સ્થાનાંતરિત કરવાનું શરૂ કર્યું છે. રેડ ક્રોસ ત્રણ ઇઝરાયલી બંધકોની સલામત મુક્તિ સુનિશ્ચિત કરવા માટે હમાસ સાથે મુલાકાત કરી રહ્યું છે, ત્યારે આ પ્રક્રિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code