મને શાંત કરાયો છે, પણ હું હાર્યો નથી, રાઘવ ચઢ્ઢાએ આપ પર કર્યાં આકરા પ્રહાર
નવી દિલ્હી, 3 એપ્રિલ 2026: અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP) માં ફરી એકવાર આંતરિક કલહ સપાટી પર આવ્યો છે. રાજ્યસભામાં પાર્ટીના ઉપનેતા પદેથી હટાવવાના નિર્ણય બાદ સાંસદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચે તિરાડ સ્પષ્ટ દેખાઈ રહી છે. પદ પરથી હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવતા કહ્યું […]


