હજીરા ઘોઘા રોરો ફેરી સેવાના સમયમાં એકાએક ફેરફાર કરાતા પ્રવાસીઓએ અસંતોષ વ્યક્ત કર્યો
સુરતઃ ભાવનગરના ઘોઘાથી હજીરા સુધીની રો-રો ફેરી સર્વિસને લોકોનો સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લાના અનેક લોકો પોતાના ધંધા-વ્યવસાય કે રોજગાર અર્થે સુરતમાં સ્થાયી થયાં છે. પોતાના વતન આવવા માટે રો-રો ફેરી સર્વિસ આશિર્વારૂપી બની છે.ત્યારે હજીરાથી ઘોઘા જતી રોરો ફેરીના સમયમાં એકાએક ફેરફાર કરાતાં મુસાફરો અટવાયા હતા. […]