1. Home
  2. Tag "HealthAlert"

જો તમે પણ ઓછું પાણી પીવો છો, તો થઈ શકે છે કિડની સ્ટોન

આજના ભાગદોડભર્યા જીવનમાં કામના દબાણને કારણે અનેક લોકો દિવસભર પૂરતું પાણી પીવાનું ભૂલી જાય છે. ઘણાને એવું લાગે છે કે તરસ ન લાગે તો પાણી પીવાની જરૂર નથી, પરંતુ આ આદત અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તબીબી નિષ્ણાતોના મતે, શરીરમાં પાણીની ઉણપ સીધી રીતે કિડની સ્ટોન (પથરી) થવાનું જોખમ વધારે છે. ઓછું પાણી પીવાથી […]

મુંબઈમાં જાહેર સ્થળે કબૂતરોને ચણ નાખવી વેપારીને ભારે પડી, કોર્ટે ફટકાર્યો દંડ

મુંબઈ, 27 ડિસેમ્બર 2025: મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને કબૂતરખાના બંધ કરવાના લીધેલા નિર્ણય બાદ હવે ન્યાયતંત્રએ પણ કડક વલણ અપનાવ્યું છે. દાદર વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં કબૂતરોને ચણ નાખવા બદલ એક વેપારીને કોર્ટે દોષિત ઠેરવી દંડ ફટકાર્યો છે. દેશમાં આ પ્રકારની સજાનો આ પ્રથમ કિસ્સો હોવાનું માનવામાં આવે છે. મુંબઈમાં કબૂતરોને […]

મહેસાણા: સ્કૂલમાં ભોજન બાદ 20 વિદ્યાર્થીઓની તબિયત લથડી

મહેસાણા, 26 ડિસેમ્બર 2025: જિલ્લાના સતલાસણા તાલુકાના ગોરિયાપુર ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા 20થી વધુ વિદ્યાર્થીઓને રાત્રિનું ભોજન લીધા બાદ અચાનક ઝાડા, ઉલ્ટી અને ગભરામણ જેવી તકલીફો શરૂ થતા શાળા વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ભોજન બાદ તબિયત બગડી મળતી માહિતી મુજબ, ગોરિયાપુર […]

દિલ્હી-NCR પર ઠંડી, ધુમ્મસ અને પ્રદુષણનો ત્રેવડી મારઃ કેટલાક વિસ્તારમાં AQI 400ને પાર

નવી દિલ્હી, 26 ડિસેમ્બર 2025: દિલ્હી-એનસીઆરમાં કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ અને જીવલેણ પ્રદૂષણના ‘ટ્રિપલ એટેક’ને કારણે જનજીવન ખોરવાયું છે. લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો અને હવાની ગુણવત્તા (AQI) 400ને પાર પહોંચતા લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, […]

દિલ્હીમાં પ્રદૂષણનો કહેર વચ્ચે સરકારની મજૂરોને મોટી રાહત, દરેકના ખાતામાં રૂ. 10,000 જમા થશે

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર (NCR) માં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને જોતા દિલ્હી સરકારે અસરગ્રસ્ત મજૂરો માટે આર્થિક પેકેજની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ નિયંત્રણ માટે ‘ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન’ (GRAP) નો ચોથો તબક્કો અમલી હોવાથી અનેક કામકાજ ઠપ થયા છે. આ પરિસ્થિતિમાં નોંધાયેલા મજૂરોને રૂ. 10,000 ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાનો […]

દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના રહીશોને પ્રદુષણથી નથી મળી રાહત, AQI 300થી 350 વચ્ચે નોંધાયો

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત ‘ગંભીર’ શ્રેણીમાં જળવાયેલી છે. મોડી રાત્રે તીવ્ર ઠંડી હવાઓ ફૂંકાવાને કારણે કેટલાક વિસ્તારોમાં પ્રદૂષણના સ્તરમાં નજીવો સુધારો ચોક્કસ નોંધાયો હતો, પરંતુ તેમ છતાં હવાની ગુણવત્તા જોખમી શ્રેણીમાંથી બહાર નીકળી શકી નથી. ગુરુવારે સવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, દિલ્હી, નોઈડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code