1. Home
  2. Tag "Held"

મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું

મધ્યપ્રદેશમાં વરસાદી માહોલ ચાલુ છે અને તેની અસર સામાન્ય જનજીવન પર પડી રહી છે. આ સાથે, નદીઓ, નાળાઓ અને બંધોના પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. ઘણા પરિવારોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યના 20 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. રાજ્યના મોટાભાગના […]

ગુજરાત એલએસએ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ગુજરાતની ચોથી સ્ટેટ બ્રોડબેન્ડ કમિટીની બેઠક યોજાઈ

ગાંધીનગરઃ દેશભરમાં ડિજિટલ કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થાય તે માટે નેશનલ બ્રોડબેન્ડ મિશન (એનબીએમ)ના વિઝનને અનુલક્ષીને ગુજરાત લાઇસન્સ્ડ સર્વિસ એરિયા, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં સ્ટેટ બ્રોડબેન્ડ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ગુજરાત એલએસએના ટેલિકોમ વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી અજાતશત્રુ સોમાણીએ ગુજરાતના ટેલિકોમ ડેવલપમેન્ટ […]

જામનગરઃ ખેડૂતો સાથે રાજ્યપાલ દેવવ્રતજીનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

ગાંધીનગરઃ જો પ્રાકૃતિક ખેતી બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન-વરાપ અને મિશ્ર પાક; આ પાંચ આયામોથી અપનાવવામાં આવે તો રાસાયણિક ખેતીના પ્રમાણમાં વધુ, ગુણવત્તાસભર અને સારું ઉત્પાદન મળે છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કરતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યુ હતું કે, દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ઓછા ખર્ચે પ્રકૃતિના મૂળભૂત […]

નદીઓના ઈન્ટરલિંકિંગ માટે વિશેષ સમિતિ (SCILR)ની 22મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાઈ

એનડબલ્યૂડીએ (NWDA) સોસાયટીની 38મી વાર્ષિક સામાન્ય સભા અને નદીઓને જોડવા માટેની વિશેષ સમિતિ (SCILR) 22મી બેઠક જળ શક્તિના માનનીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સી આર પાટીલે એમપીકેસી (મોડિફાઈડ પાર્વતી કાલીસિંધ ચંબલ) અને કેન બેતવા લિંક પ્રોજેક્ટ પર તાજેતરમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે હાલમાં જ જયપુરમાં રાજસ્થાનના વિભિન્ન પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે આયોજિત […]

ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો

ગાંધીનગરઃ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનો પ્રથમ દીક્ષાંત સમારોહ કેબીનેટ શિક્ષણમંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં યોજાયો હતો, આ પ્રસંગે યુનિવર્સિટીની સલાહકાર પરિષદના અધ્યક્ષ ડૉ. સુબીર મજુમદારે ઓડિટોરિયમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. તેમણે યુનિવર્સિટીની સિદ્ધિઓ અને ભાવિ આકાંક્ષાઓને ઉજાગર કરતો સંક્ષિપ્ત અહેવાલ પણ મહાનુભાવો સમક્ષ રજૂ કર્યો હતો. તેમના ઉદબોધનમાં તેમણે યુનિવર્સિટીના દરેક વિભાગ માટે એક એમ […]

રતન ટાટાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે NCPA લૉનમાં રાખવામાં આવ્યો, સચિન તેંડુલકરે આપી શ્રદ્ધાંજલિ

મુંબઈ, 10 ઓક્ટોબર. પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાના પાર્થિવ દેહને ગુરુવારે સવારે તેમના ઘરેથી દક્ષિણ મુંબઈમાં ‘નેશનલ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટસ’ (NCPA)માં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં લોકો તેમના અંતિમ દર્શન કરશે. તેમના પાર્થિવ દેહને સફેદ ફૂલોથી શણગારેલા વાહનમાં NCPA લઈ જવામાં આવ્યો હતો. NCPAથી થોડાક કિલોમીટર દૂર ટાટાના ઘરથી વાહન નીકળે તે પહેલાં મુંબઈ પોલીસ […]

ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ સિંગાપોરમાં બીજી ભારત-સિંગાપોર મંત્રી સ્તરીય રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બંને દેશોના નેતાઓએ ઉભરતા અને ભવિષ્યના ક્ષેત્રોમાં સહકારને વધુ વધારવાની રીતો પર ચર્ચા કરી હતી અને ભાર મૂક્યો હતો. નાણા મંત્રાલયે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે બંને પક્ષોએ રાઉન્ડ ટેબલ હેઠળ ઓળખવામાં આવેલા છ સ્તંભો પર ચર્ચા કરી હતી, જેમાં ડિજિટલાઇઝેશન, […]

ગુજરાત: મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તા. 4 જૂન, 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત […]

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને માલદીવના વિદેશ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ માલદીવના વિદેશ મંત્રી મુસા જામીર ભારતની મુલાકાતે છે. આ દરમિયાન દિલ્હીમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને માલદીવના વિદેશ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બંને દેશોએ પરસ્પર સંબંધોના તમામ પરિમાણોની સમીક્ષા કરી હતી. વિદેશ મંત્રીએ વાટાઘાટો દરમિયાન તેમની શરૂઆતની ટિપ્પણીમાં કહ્યું હતું કે, નજીકના પડોશીઓ તરીકે અમારા સંબંધોનો વિકાસ સ્પષ્ટપણે પરસ્પર હિતો અને પરસ્પર […]

નવી દિલ્હીમાં ભારત અને માલદીવ વચ્ચે દ્વિપક્ષીય ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ ભારત અને માલદીવ વચ્ચે દ્વિપક્ષીય ઉચ્ચ સ્તરીય કોર ગ્રુપની ચોથી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય સહયોગ સંબંધિત વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન ભારત અને માલદીવે શુક્રવારે ટાપુ દેશમાંથી ભારતીય સૈન્ય જવાનોને પાછા ખેંચવાની ચાલી રહેલી પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. નોંધનીય છે કે, માલદીવના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code