1. Home
  2. Tag "HIMACHAL PRADESH"

હિમાચલમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસી ધારાસભ્યોનું સભ્યપદ જશે? જાણો શું કહે છે પક્ષપલટા વિરોધી કાયદો

શિમલા: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીમાં સત્તાધારી કોંગ્રેસ પાર્ટીના 6 ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું અને આ વોટિંગ ભાજપના ઉમેદવારના પક્ષમાં થયું હતું. તેના પછી રાજકીય ડ્રામા ચરમસીમાએ છે. ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરના નેતૃત્વમાં ભાજપના ધારાસભ્યોએ સવારે રાજ્યપાલ શિવપ્રતાપ શુક્લા સાથે મુલાકાત કરી છે અને વિધાનસભામાં વોટ ડિવિઝનની માગણી કરી છે. બીજી […]

હિમાચલ વિધાનસભામાંથી જયરામ ઠાકુર સહીત ભાજપના 15 MLA સસ્પેન્ડ, ખુરશીનો ખેલ બન્યો તેજ

શિમલા: હિમાચલ પ્રદેશમાં રાજકીય હલચલ સતત વધી રહી છે. એક તરફ કોંગ્રેસ સરકારનું સંકટ વધી રહ્યું છે તો બીજચી તરફ તેને બચાવા માટે હિમાચલ પ્રદેશ વિધાનસભામાં નવું જ ગણિત ચાલી રહ્યું છે. વિધાનસભા સ્પીકરે પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર સહીત ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે. આ એક્શન બાદ ગૃહમાં કોઈપણ વોટિંગ માટે 10 ધારાસભ્યો જ […]

હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્યસિંહે રડતા-રડતા આપ્યું રાજીનામું, સીએમ સક્ખૂ પર લગાવ્યા આરોપ

શિમલા: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામોએ જ્યાં સૌને ચોંકાવ્યા છે, તો હવે રાજકારણ અલગ જ દિશામાં આગળ વધી ચુક્યું છે. કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાં બે ભાગમાં વહેંચાતી દેખાય રહી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે પણ મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સૂક્ખૂ સામે મોરચો ખોલી નાખ્યો છે. હિમાચલ પ્રદેશમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે સક્ખૂ સરકારમાં કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે […]

હિમાચલ પ્રદેશ: ભારત-કિર્ગિસ્તાનના સંયુક્ત વિશેષ દળોની લશ્કરી કવાયત

નવી દિલ્હીઃ ભારત-કિર્ગિસ્તાન સંયુક્ત વિશેષ દળો કવાયત “ખંજર” ની 11મી આવૃત્તિ સ્પેશિયલ ફોર્સીસ ટ્રેનિંગ સ્કૂલ, બકલોહ, હિમાચલ પ્રદેશમાં શરૂ થઈ ગઈ છે. આ કવાયત 22 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી 2024 દરમિયાન હાથ ધરવામાં આવનાર છે. તે બંને દેશોમાં વારાફરતી આયોજિત વાર્ષિક કાર્યક્રમ છે. 20 જવાનોની ભારતીય સેનાની ટુકડીનું પ્રતિનિધિત્વ પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સીસ)ના સૈનિકો દ્વારા કરવામાં […]

ઠંડીનો ચમકારો વધશેઃ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષાની શક્યતા

22 થી 24 તારીખ દરમિયાન ભારે બરફ વર્ષા થશે ઉત્તર ભારતના રાજ્યોમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું નવી દિલ્હીઃ પશ્ચિમી હવાના દબાણ અને મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતને કારણે ઠંડી પર અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગળ વધી રહેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 22મી ડીસેમ્બરે પશ્ચિમી હિમાલયને અસર કરી શકે છે. જેના પગલે ઉત્તર […]

હિમાચલ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષાને પગલે ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો

હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશના તાપમાનમાં ઘડાટો કડકડતી ઠંડીને પગલે જનજીવનને થઈ અસર નવી દિલ્હીઃ પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફ વર્ષા થઈ છે. બરફ વર્ષાને કારણે પહાડો પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. બંને રાજયમાં થયેલ બરફ વર્ષાનાં કારણે હિમાલયની તળેટીમાં રહેલ મેદાની રાજ્ય હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશના તપમાનમાં ઘટાડો થયો છે. લોકોએ ઠંડીનો […]

ઉત્તરાખંડની સુરંગ દુર્ઘટનાને લઈને તંત્ર હરકતમાં , હવે હિમાચલ પ્રદેશની નિર્માણાધીન સુરંગોની સુરક્ષા ઓડિટ કરવામાં આવશે

દહેરાદૂન – તાજેતરમાં ઉત્તરાખંડમાં સુરંગમાં કામદારો ફસાયા હોવાની ઘટના બની છે છેલ્લા 12 દિવસથી કામદારો સુરંગમાં ફસાત આ મુદ્દો ગરમાયો  છે ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલ અકસ્માત બાદ નેશનલ હાઈવે ઓથોરિટી રાજ્યમાં નિર્માણાધીન ટનલનું સેફ્ટી ઓડિટ કરશે. આ અંતર્ગત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ચંદીગઢ-મનાલી ફોર લેન હેઠળ નિર્માણાધીન ટનલનો પણ સમાવેશ કરવામાં આવશે. દેશભરમાં લગભગ 29 ટનલ પસંદ કરવામાં […]

પીએમ મોદીએ આજે દિવાળીનાં પ્રસંગે હિમાચલ પ્રદેશનાં લેપ્ચામાં બહાદુર જવાનોને સંબોધન કર્યું

 દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દિવાળીનાં પ્રસંગે હિમાચલ પ્રદેશનાં લેપ્ચામાં બહાદુર જવાનોને સંબોધન કર્યું હતું.જવાનોને સંબોધન કરતાં વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારનું વિલિનીકરણ અને જવાનોનાં સાહસનાં સમન્વયનાં પડઘા દેશનાં દરેક નાગરિક માટે જ્ઞાનપ્રાપ્તિની ક્ષણ છે. તેમણે ભારતના સરહદી વિસ્તારોના જવાનોની સાથે દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી, જે દેશનું છેલ્લું ગામ છે, જેને હવે પ્રથમ ગામ […]

હિમાચલ પ્રદેશના પર્ટયનને મળશે વેગ,દિવાળી પર પ્રવાસીઓનો ઘસારો, ક્રિસમસ સુઘી મુલાકાતીઓની સંખ્યા થશે બમણી

શિમલાઃ ચોમાસાદરમિયાન ભારે પુર અને વરસાદના કારણે સ્વર્ગની સુંદરતા ઘરાવતું હિમાચલ પ્રદેશ તબાહ થયું હતું તેની સુંદરતા ભયાનક બની હતી જો કે ઘીરે ઘીરે રી અહીના લોકોનું જીવન પાટા પર આવ્યું ત્યારે હવે દિવાળીના પર્વ પર ફરી અહીનુ પર્યટન ક્ષએત્ર ઘમઘમતુ થવાની આશા છે,દિવાળીની રજાઓમાં પ્રવાસીઓ અહી પહોંચી રહ્યા છએ પ્રાપ્ત જાણકારી પ્રમાણે ફરીથી અહીના […]

PM મોદી હિમાચલ પ્રદેશ પહોંચ્યા,લેપચામાં સૈનિકો સાથે મનાવશે દિવાળી

દિલ્હી: દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની દિવાળી દેશના બહાદુર જવાનો સાથે મનાવી રહ્યા છે. દિવાળીના અવસર પર પીએમ હિમાચલ પ્રદેશના લેપચામાં સુરક્ષાદળો સાથે પહોંચી ગયા છે. તેણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. રવિવારે પીએમ મોદીએ સૌ પ્રથમ દેશના નાગરિકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું કે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code