1. Home
  2. Tag "Himmatnagar"

ગુજરાતને વધુ એક પશુ ચિકિત્સા કોલેજની ભેટ: હિંમતનગરમાં 80 સીટ પર પ્રવેશ અપાશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સુવિધાઓ વધારવાના પ્રયાસોના ભાગરૂપે, કેન્દ્ર સરકાર દ્વારા હિંમતનગરમાં નવી પશુ ચિકિત્સા અને પશુપાલન કોલેજને મંજૂરી આપવામાં આવી છે. આ કોલેજમાં વર્ષ 2025-26થી 80 સીટ પર પ્રવેશની પ્રક્રિયા આગામી મહિનાથી શરૂ થશે. ગુજરાતમાં પાંચમી વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત શરૂ થનારી આ કોલેજ ગુજરાતની પાંચમી વેટરનરી […]

હિંમતનગરમાં નેશનલ હાઈવે પરના સર્વિસ રોડની દૂર્દશાથી વાહનચાલકો પરેશાન

નેશનલ હાઈવે પર જવા માટે લોકોને સર્વિસ રોડનો ઉપયોગ કરવો પડે છે, હિંમતનગરના મોતીપુરાથી સહકારી જીન સુધીનો સર્વિસ રોડ બિસ્માર હાલત, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો નથી હિંમતનગરઃ શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પર ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયુ હોવા છતાંયે બ્રિજ વાહન વ્યવહાર માટે ચાલુ કરવામાં આવ્યો નથી. બીજી બાજુ બ્રિજ નજીકનો […]

હિંમતનગર નજીક આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં લાગી ભીષણ આગ

ફાયર ફાયટરોએ સતત 4 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી પ્લાસ્ટિકનો કાચો માલ હોવાના લીધે આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું આગના બનાવમાં કોઈ જાનહાની નહીં હિંમતનગરઃ ગાંભોઈ-ભિલોડા રોડ પર આવેલી હેલીફેક્સ ગ્રીનટેક નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીના કમ્પાઉન્ડમાં રખાયેલા પ્લાસ્ટિકના જથ્થામાં ગત મધરાત બાદ આગ ફાટી નિકળી હતી. આ આગને લીધે અફડા-તફડી મચી ગઈ હતી. […]

પ્રોફેસરની નોકરી છોડી કુષ્ઠરોગીઓની સેવાનો ભેખ ધારણ કરનાર નોખી માટીના માનવી એટલે સુરેશભાઇ સોની

જેમણી સેવાને સન્માનિત કરવા માટે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ સન્માન જાહેર થયા જેમાં એક નામ સામાજિક સેવક એવા સુરેશભાઇ સોની જેમણે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઇ છે. સુરેશભાઈ સોનીએ અમે સેવા નહીં પ્રેમ કરીએ છીએના ઉમદા વિચાર સાથે સહયોગ સંસ્થાની સ્થાપના કરી હતી. તેમણે 36 વર્ષથી સાબરકાંઠાની ધરાને પોતાની5 કર્મભૂમિ બનાવી 1000થી વધારે […]

હિંમતનગર નજીક અન્ડરબ્રિજમાં મુસાફરો ભરેલી ST બસ પાણીમાં ડુબી, તમામને બચાવી લેવાયા

હિંમતનગરઃ આજે સોમવારે સવારથી જ ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. જેમાં સાબરકાંઠાના પ્રાતિજમાં 6 ઈંચ અને હિંમતનગરમાં સાડાચાર ઈચ બપોર સુધીમાં વરસાદ પડ્યો હતો. હિંમતનગરમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા છે. દરમિયાન મુસાફરો ભરેલી બસ રેલવે અંડર બ્રિજમાં ફસાઇ હતી. હિમતનગર નજીક હમીરગઢના અંડર બ્રિજમાં ભરાયેલા વરસાદી પાણીમાં એસટી બસ ફસાઇ હતી. […]

હિંમતનગરના રાજપુર ગામે ભારે વરસાદને લીધે મકાનની દીવાલ ધસી પડતા માતા-પૂત્રનું મોત

હિંમતનગરઃ સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હિંમતનગરના ગાંભોઈ પાસેના રાજપુર ગામે ગત રાત્રી દરમિયાન એક મકાનની દીવાલ પડતાં માતા-પુત્રના મોત નીપજ્યું હતા. બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા, અને હિમતનગર ફાયર વિભાગ તેમજ પોલીસને બનાવની જાણ કરી હતી સાબરકાંઠામાં ગઈકાલે પડેલા વરસાદને લીધે હિંમતનગરના ગાંભોઈ પાસેના રાજપુર ગામે કાચા મકાનની દીવાલ પડતાં […]

હિંમતનગરમાં નવા બની રહેલા મકાનનો RCC બોક્સ પડતા બે શ્રમિકોના દબાઈ જતાં મોત

હિંમતનગરઃ શહેરના પાણપુર વિસ્તારમાં રહીયાન પાર્કમાં બની રહેલા એક મકાનના એલીવેશનનું RCC બોક્સ ધાબાથી છૂટું પડતા નીચે સેન્ટીંગનું કામ કરી રહેલા બે શ્રમિકો દટાયા હતા. આ બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. અને દોઢ કલાકની જહેમત બાદ ક્રેન વડે RCC બોક્સ ઉંચા કરીને બંને શ્રમિકોના […]

હિંમતનગરમાં ત્રણ કિ.મીની પથ સંચલનમાં મોટી સંખ્યામાં જોડાયા સ્વયંસેવકો, લોકોએ કર્યું સ્વાગત

હિંમતનગરઃ શહેરના મહેતાપુરા વિસ્તારમાં વિજયાદશમી પર્વને લઈને RSS દ્વારા પથ સંચલનનો કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગર શહેરના માર્ગો પર ત્રણ કિમીની પથ સંચલન યાત્રામાં મોટી સંખ્યામાં સંઘના સ્વયં સેવકો જોડાયા હતા. શહેરના ધારાસભ્ય, સાંસદ, સ્થાનિકો નાગરિકોએ પથ સંચલન યાત્રાનું  સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે થઈ હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  દેશભક્તિના […]

હિંમતનગરના ચાંપલાનાર ગામે તોફાની વાનરનો આતંક, 10 ગ્રામજનોને હોસ્પિટલ ખસેડવા પડ્યાં

હિંમતનગરઃ  સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ચાંપલાનાર ગામે છેલ્લા ચાર દિવસથી તોફાની વાનરના ત્રાસથી ગામ લોકો ઘરની બહાર નીકળતા ગભરાઈ રહ્યા છે. એક વિફરેલા વાનરે એટલો આતંક મચાવ્યો છે, ગામમાં એકલ-દોકલ વ્યક્તિઓ પર હુમલા કરે છે. છેલ્લા 4 દિવસમાં  10થી વધુ લોકોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડવા પડ્યા છે. ગ્રામજનોએ તોફાની વાનરને પકડવા માટે વન વિભાગને પણ જાણ […]

સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં 5 હજાર હેકટરથી વધુ બટાકાનું વાવેતર કરાયું

હિમતનગરઃ ઉત્તર ગુજરાતમાં બટાકાનું વિપુલ પ્રમાણમાં વાવેતર થાય છે. જેમાં બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં બટાકાનું સૌથી વધુ વાવેતર થતું હોય છે. આ વિસ્તારની જમીન પણ બટાકાના વાવેતર માટે સાનુકૂળ છે. અને તેથી ખેડુતો બટાકાનું સારૂએવું ઉત્પાદન મેળવી શકે છે. બનાસકાંઠાના ડીસા તાલુકો તો બટાકાના ખેત ઉત્પાદન માટેનું હબ ગણાય છે. તેથી આ વિસ્તારમાં સૌથી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code