1. Home
  2. Tag "hospital"

કોરોનાને પગલે અન્ય બીમારીથી પીડિતા દર્દીઓની મુશ્કેલીઓ વધીઃ સર્વેમાં ખુલાસો

નવી દિલ્હીઃ કોરોના મહામારીના પગલે અન્ય બીમારીથી પીડિતા દર્દીઓની સારવારને વ્યાપક અસર પડી છે. કોરોનાથી ભયભીત લગભગ 90 ટકા દર્દીઓએ અન્ય બીમારીની સારવાર માટે જવાનું ટાળ્યું હતું. એટલું જ નહીં 80 ટકા દર્દીઓના ઓપરેશન પણ થયા નહીં હોવાનો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. દેશની જાણીતી હોસ્પિટલ દ્વારા 6,77,237 દર્દીનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે […]

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સંનિષ્ઠ કામગીરી કરનાર પોલીસને રૂ. 5 લાખનું ઇનામ અપાશે : પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદઃ ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે. તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. હોસ્પિટલમાં જયારે […]

વડોદરાની હોસ્પિટલને મળી મોટી સફળતાઃ મ્યુકરના દર્દીની ચહેરાની સુંદરતા જાળવીને અસરગ્રસ્ત હિસ્સો દૂર કરાયો

અમદાવાદઃ મ્યુકર એવો વેદના દાયક રોગ છે જેમાં દર્દીનો જીવ બચાવવા માટે કાળી કે અન્ય પ્રકારની ફૂગ થી અસર પામેલા જડબા, તાળવા,આંખ જેવા ચહેરાને સુંદરતા આપતાં અવયવો કાઢી લેવા પડે છે. એટલે દર્દીને સાજા થયાં પછી પણ ચહેરાની કુરૂપતા પીડે છે અને આ પીડા આજીવન ભોગવવી પડે છે. આ સંજોગોમાં જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ, ગોત્રીના કાન,નાક અને ગળાના […]

તારાપુર હાઈવે પર ભાવનગર જતી ઈકો કાર ટ્રક સાથે અથડાતાં એક બાળકી સહિત 10નાં મોત

નડિયાદઃ અકસ્માતો માટે જાણીતા તારાપુર હાઈવે પર વધુ એક ગોઝારો અકસ્માતે 10નો ભોગ લીધો છે. આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક આજે સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં 10 જેટલા લોકોનાં મોત થયાં હતા. ઈકો કારમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. અસ્કમાતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થયાં […]

દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર મુંબઈની હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની તબિયત લથડી મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં કરાયા દાખલ શ્વાસ લેવામાં પડી રહી હતી તકલીફ મુંબઈ : દિગ્ગજ એક્ટર દિલીપ કુમારને મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની પત્ની સાયરા બાનુનું કહેવું છે કે તેમને થોડા દિવસોથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને તેથી જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં […]

બનાસકાંઠામાં બ્લેક ફંગસના કેસ શોધી કાઢવા શરૂ કરાશે સર્વે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવમાં ઘટાડો થવાની સાથે રિકવરી રેટમાં વધારો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. દરમિયાન બનાસકાંઠામાં તંત્ર દ્વારા બ્લેક ફંગસના કેસ શોધી કાઢવા માટે સર્વે હાથ ધરવામાં આવશે. તેમજ પીડિતોને શોધીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી […]

લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરતા ફરતા પરિવારને અકસ્માત નડ્યોઃ ચારના મોત

પાલનપુરઃ  જિલ્લાના રતનપુર પાસે લગ્ન પ્રસંગથી પરત આવતા પરિવારને કાળ ભરખી ગયો હતો. મોડી રાત્રે ઇકો કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે 3 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસડેવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠાં થયા હતા અને બચાવ કામગીરી હાથ […]

અમદાવાદમાં ઓક્સિજનનો વપરાશ 325 ટનને બદલે ઘટીને હવે 225 ટનની જરૂરિયાત

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યાં છે તે કારણે હવે ઓક્સિજનની માગ પણ ઓછી થઈ રહી છે. 10 દિવસ પહેલાં શહેરની હોસ્પિટલોમાં લગભગ 325 મેટ્રિક ટન જેટલા ઓક્સિજનનો વપરાશ હતો, જે હવે ઘટીને 225 મેટ્રિક ટન થયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 10-12 દિવસથી કોરોનાના કેસ ઘટતા જાય છે. પખવાડિયા પહેલા જ રોજના […]

કરોડાની ગ્રાન્ટ છતાં હોસ્પિટલોમાં પુરતા તબીબો અને મેડિકલના સંસાધનોની અછત કેમ ?

ગાંધીનગરઃ વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં આરોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત થાય અને તમામ લોકોને આરોગ્યવિષયક સુવિધા મળવી જરૂરી છે. મંદી, મોંઘવારી અને બેરોજગારીના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ખુબ જ આર્થિક, માનસિક અને શારીરિક તકલીફો વેઠી રહ્યા છે. આવી કટોકટીની સ્થિતિ વચ્ચે કોરોના સંક્રમણની અતિ ઘાતક, આક્રમક અને વ્યાપક બીજી લહેરે આરોગ્યની પાંગળી વ્યવસ્થા વચ્ચે મોત […]

કોવિડના દર્દીઓના સગાઓનો તબીબો સાથે અમાનવીય વ્યવહારથી 104 ડોક્ટરોએ હોસ્પિટલ છોડી

અમદાવાદઃ કોરોનાના દર્દીઓની અવિરત સેવા કરતા તબીબો સાથે દર્દીઓના સગાઓ દ્વારા યોગ્ય વ્યવહાર કરાતો ન હોવાથી  એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા 104 જેટલા તબીબોને ધન્વન્તરી હોસ્પિટલ છોડવાની ફરજ પડી હતી. શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત યુનિવર્સિટીના કોન્વોકેશન સેન્ટરમાં ડીઆરડીઓના સહયોગથી ઊભી કરવામાં આવેલી ધન્વન્તરી હોસ્પિટલમાં ફરજ બજાવતા બી. જે. મેડિકલ કોલેજના 104 એમબીબીએસના છેલ્લા વર્ષના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code