1. Home
  2. Tag "hospital"

મહારાષ્ટ્ર : નાસિકની હોસ્પિટલમાં ઑક્સિજન ટેંક લીક, 22 લોકોના મોત

હોસ્પિટલમાં ઑક્સિજન ટેંક લીક હોસ્પિટલના પરિસરમાં ફેલાયો ધુમાડો 22 લોકોના નિપજ્યા મોત મુંબઈઃ મહારાષ્ટ્રના નાસિકથી ખૂબ જ દર્દનાક સમાચાર સામે આવી રહ્યા છે.નાસિકની એક હોસ્પિટલમાં ઓક્સિજન લીક થયાની ઘટના બની હતી. આ ઘટના નાસિકની ઝાકિર હુસેન મ્યુનિસિપલ હોસ્પિટલની છે,જ્યાં એક ટેંકમાંથી અચાનક ઓક્સિજન લીક થવા લાગ્યું હતું.અને જોત જોતામાં સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ધુમાડો ફેલાઈ ગયો […]

એમ.એસ.ધોનીના માતા-પિતાને કોરોનાનું સંક્રમણ, હોસ્પિટલમાં કરાયાં દાખલ

મુંબઈઃ કોરોના વાયરસની બીજી તરફ સામાન્ય જનતાની સાથે રાજકીય અને સામાજીક આવેલાનો, સેલિબ્રિટીશ અને તેમના પરિવારજનો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના માતા-પિતા પણ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. એમએસ ધોની હાલ આઈપીએલમાં રમી રહ્યાં છે. દરમિયાન માતા-પિતા કોરોના […]

માં વાત્સલ્ય કાર્ડની મુદતમાં સરકારે ત્રણ મહિનાનો વધારો કર્યો

ગાંધીનગર: રાજયમાં વધતા જતા કોરોનાના કેસના પગલે સરકાર  માં કાર્ડની મુદત ત્રણ મહિના વધારી છે. નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઈ પટેલે ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી હતી કે જે નાગરિકોના માં કાર્ડની મુદત 31 માર્ચ 2021 ના રોજ પુરી થઈ રહી છે. તેવા કાર્ડ ધારક નાગરિકો માટે આ મુદત ત્રણ મહિના વધારીને 30 જૂન 2021 સુધી કરવાનો નિર્ણય […]

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુરલીધરનની તબિયત લથડીઃ ચેન્નાઈની હોસ્પિટલમાં કરાયાં દાખલ

હાલ તેઓ IPLની હૈદરાબાદ ટીમ સાથે જોડાયેલા છે હૈદરાબાદની ટીમ હાલ ચેન્નાઈમાં રમી રહી છે મુરલીધરનને હાર્ટમાં બ્લોકેજ હોવાનું જાણવા મળે છે દિલ્હીઃ હાલ ભારતમાં આઈપીએલ ચાલી રહી છે. દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદના બોલીંગ કોચ અને શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનની તબિયત લથડતા તેમને તાત્કાલિક ચેન્નાઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. તેમને હ્રદયની બીમારી હોવાનું જાણવા […]

ગુજરાતમાં હવે કોરોના પીડિત દર્દીને હોસ્પિટલમાંથી મળશે રેમડેસિવિર ઈન્જેકશન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીમાં રેમડેસિવિર ઈન્જેકશનની ભારે અછત ઉભી છે. તેમજ દર્દીઓના સજાઓ કલાકો સુધી લાઈનમાં ઉભા કરીને મેડિકલ સ્ટોરમાંથી ઈન્જેકશન મેળવે છે. દરમિયાન રાજ્ય સરકારે રેમડેસિવિર ઈજન્કેશનના જથ્થાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. સરકાર સમક્ષ અરજી કરનારી હોસ્પિટલને મંજૂરી પ્રમાણે ઈન્જેકશન આપવામાં આવશે. તેમજ કોઈપણ હોસ્પિટલ દર્દીના સગાંને પ્રિસ્ક્રાઇબ કરીને રેમડેસિવિર મેળવવા જણાવી શકશે […]

કોરોના મહામારીઃ અમદાવાદમાં 18 ખાનગી હોસ્પિટલોમાં 1219 બેડ વધારવાનો AMCનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં સૌથી વધારે અમદાવાદ અને સુરતમાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે કોર્પોરેશન દ્વ્રારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના પીડિતોની સંખ્યામાં થઈ રહેલા વધારાના પગલે કોવિડ-19 હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. શહેરની 18 ખાનગી હોસ્પિટલોમાં […]

રાજ્યમાં કોરોનાના કેસો વધતા ઓક્સિજનનો દૈનિક રેકોર્ડ બ્રેક 330 મેટ્રિક ટનનો વપરાશ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે.તેને લીધે હોસ્પિટલોમાં ઓક્સિજનની માગમાં અસામાન્ય વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ દૈનિક 1 હજાર મેટ્રિક ટન ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યુ છે. જેમાં  60 ટકા જથ્થો મેડિકલ ઉપયોગ માટે અનામત રાખવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં દિવાળી બાદ કોરોનાના કેસ ઘટતા ઓક્સિજનની માગમાં ખૂબજ ઘટાડો થયો […]

કોરોનાના કેસો વધતા હવે ખાનગી કોવિડ હોસ્પિટલોમાં 50 ટકા પથારી સરકાર હસ્તક રહેશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો બીજો રાઉન્ડ ચિંતાજનક બની રહ્યો છે. દરરોજ 2000થી વધુ કેસ તેમજ 20થી વધુ લોકોના મોત નિપજ્યાં છે.  હાલમાં અમદાવાદ સિવિલ સહિત મોટાભાગની ખાનગી કોવિડ હોસ્પિટલો હાઉસફૂલ થઈ રહી છે. ત્યારે હવે સરકારે ખાનગી કોવિડ હોસ્પિટલની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેવાનો નિર્ણય કર્યો છે. જેની જાહેરાત  નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કરી હતી. […]

સુરતમાં કોરોના બેકાબુ બનતા જયંતિ રવિ સુરત દોડી ગયા, અધિકારીઓ સાથે કરી બેઠક

જ્યંતિ રવિએ કોરોનાની સ્થિતિ અંગે કરી ચર્ચા સંક્રમણ અટકાવવા માટે અધિકારીઓને આપી સુચના અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોના વાયરસનું એપી સેન્ટર અમદાવાદ અને સુરત હોય તેમ બંને શહેરોમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી જ્યંતિ રવિ સુરત દોડી ગયા હતા. તેમજ […]

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડીઃ હોસ્પિટલમાં ખસેડાયાં

એન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ તબિયત સ્થિર યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડતા તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. તેમની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમજ તેમને માઈલ્ડ એટેક આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપની ઓનલાઈન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code