ગુજરાત સરકાર દ્વારા તમામ આંગણવાડીઓને પોતાના મકાન ઉપલબ્ધ કરાવાશે
માત્ર ત્રણ જ મહિનામાં ઐતિહાસિક 862 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત-લોકાર્પણ સંપન્ન, સતત મોનીટરીંગના લીધે નવી આંગણવાડીના બાંધકામની ગતિ વધુ તીવ્ર બની, 357 નવા આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ સંપન્ન ગાંધીનગરઃ આંગણવાડીએ નાના બાળકો માટે માત્ર ભણતરનું કેન્દ્ર જ નહિ, પરંતુ તેમના શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસનું પ્રથમ પગથીયું છે. ગુજરાતના તમામ આંગણવાડી કેન્દ્રોમાં શ્રેષ્ઠ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉપરાંત આંગણવાડીમાં […]