મને પાર્ટી ટિકિટ આપશે તો હું ચોક્કસ લડીશ, પક્ષ નક્કી કરે તે જ શિરોમાન્યઃ વિજય રૂપાણી
અંબાજીઃ ગુજરાત રાજ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તાજેતરમાં અંબાજીના દર્શન માટે પરિવાર સાથે આવ્યા હતા. અંબાજી મંદિર આવતા મંદિરના પૂજારીઓ દ્વારા રૂપાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.અંબાજી મંદિર પહોંચી વિજય રૂપાણી પરિવાર સાથે માં અંબાના દર્શન કર્યા હતા. ત્યારબાદ માતાજીની પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ મીડિયા સાથેની વાતચિતમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપમાં શિસ્ત મહત્વની છે. […]