આઠમા નોરતે રાજ્યનાં અનેક શહેરોમાં વરસાદ પડતાં ખેલૈયાઓનાં રંગમાં ભંગ પડ્યો
                    નવરાત્રિના આઠમા નોરતે ગઇ કાલે રાજ્યનાં અનેક જિલ્લામાં વરસાદ પડતાં ખેલૈયાઓનાં રંગમાં ભંગ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન, ગાંધીનગરની યાદી પ્રમાણે ગઈ કાલે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રાજ્યનાં 45 તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. ખાસ કરીને સાંજનાં સમયે વરસાદ પડતાં ગરબાનાં સ્થળોએ પાણી ભરાઈ જતાં અનેક સ્થળોએ ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું. […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

