ભારતે UNમાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું
નવી દિલ્હીઃ ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાનના અમલીકરણ અંગે ‘ન્યૂયોર્ક ઘોષણા’ને સમર્થન આપતા ઠરાવની તરફેણમાં મતદાન કર્યું છે. ગઈકાલે 142 દેશોએ ફ્રેન્ચ ઠરાવની તરફેણમાં અને 10 દેશોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું. 12 દેશો ગેરહાજર રહ્યા. વિરોધમાં મતદાન કરનારા દેશોમાં આર્જેન્ટિના, હંગેરી, ઇઝરાયલ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ઘોષણાપત્રમાં ગાઝામાં યુદ્ધનો અંત […]