ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે પૂણેની વૈજ્ઞાનિકોની ટીમ પંચમહાલ પહોંચી
અમદાવાદઃ પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 14 શંકાસ્પદ અને પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી પાંચ બાળકોના મોત થયા છે. ગુજરાતમાં ચિંતાનો વિષય બનેલા ચાંદીપુરા વાયરસને લઈને પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ની પાંચ સભ્યોની ટીમ પંચમહાલ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં સમીક્ષા કરવા પહોંચી હતી, પંચમહાલ જિલ્લામાં આ વાયરસના 14 શંકાસ્પદ અને પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી […]