
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે પૂણેની વૈજ્ઞાનિકોની ટીમ પંચમહાલ પહોંચી
અમદાવાદઃ પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 14 શંકાસ્પદ અને પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી પાંચ બાળકોના મોત થયા છે.
ગુજરાતમાં ચિંતાનો વિષય બનેલા ચાંદીપુરા વાયરસને લઈને પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV)ની પાંચ સભ્યોની ટીમ પંચમહાલ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોમાં સમીક્ષા કરવા પહોંચી હતી, પંચમહાલ જિલ્લામાં આ વાયરસના 14 શંકાસ્પદ અને પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી પાંચ બાળકોના મોત થયા છે. સમીક્ષા કરવા આવેલા વૈજ્ઞાનિકોએ ગોધરાની સિવિલ હોસ્પિટલમાં તબીબો સાથે ખાસ બેઠક યોજી હતી. આ પછી આ સભ્યોએ વાયરસથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત પણ લીધી હતી. ગોધરા તાલુકાના કોટરા ગામમાં અનેક લોકોને મળીને માહિતી એકત્ર કરવામાં આવી હતી. કેટલાક બાળકોના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.
દરમિયાન અમરેલી જિલ્લામાં કલેક્ટર તેમજ આરોગ્ય અધિકારી પ્રાંત અધિકારી દ્વારા ચાંદીપુરા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચાંદીપુર વાયરસને પગલે આગવી સાવચેતી અંગે પગલાં લેવા માટે શું કાર્યવાહી કરવી નિર્ણય લેવાયા હતા. ચાંદીપુરા વાહક ધન્ય અને પાણી રોગ પગલે જુદા જુદા રોગોની ચર્ચા પણ કરવામાં આવી તેમજ આરોગ્ય અધિકારી ચાંદીપુરા વાયરસ વાહક ધન્ય અને અન્ય રોગ વિશે વાયરસ શું છે, કેવી રીતે ફેલાય છે તેમની સમજણ આપવામાં આવી હતી.
આ રોગ 14 વર્ષથી નીચે બાળકો જોવા મળે છે જે સેન્ડ ફ્લાય નામથી માખી થી ચાંદીપુરા વાયરસ ફેલાય છે. આ રોગમાં માથાનો દુખાવો, જાડા ઉલટી જેવા લક્ષણો દેખાય છે. આ ઉપરાંત ચાલુ વર્ષે મેલરીયા ડેન્ગ્યુ ચિકન પાણીજન્ય રોગો અંગે આગવી સાવચેતી લેવી જરૂરી છે. આ માટે તંત્ર દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલ દ્વારા વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આઈ સી યુ તેમજ બાળકો માટે સ્પેશિયલ વૉડ તૈયાર કરવામાં આવ્યો છે.
જો આ લક્ષણો કોઈ જણાય તો નજીકના આરોગ્ય વિભાગ અથવા સિવિલ હોસ્પિટલમાં તપાસ કરી આ રોગને અટકાવી શકાય છે. હાલ અમરેલી જિલ્લાના કલેક્ટર જણાવ્યું છે કે, અમરેલી જિલ્લામાં તમામ સ્ટાફ તમામ મેડિકલ અધિકારી તમામ પ્રાંત અધિકારીને આ અંગે સુચના આપવામાં આવી છે.