1. Home
  2. Tag "increase"

CM યોગીના સોશિયલ મીડિયા ઉપર ફોલોઅર્સની સંખ્યામાં વધારો, રાહુલ ગાંધીથી નીકળ્યા આગળ

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધારે ફોલોઅર્સ ધરાવે છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોલોઅર્સની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસથી વધારો થઈ રહ્યો છે. ટ્વીટર ઉપર યોગી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના આગળ નીકળી ગયા છે. આગામી દિવસોમાં યોગી સોશિયલ મીડિયા પર લોકપ્રિયતામાં સ્મૃતિ ઈરાની, નીતિન ગડકરી વગેરે કેન્દ્રીય મંત્રીઓને પાછળ છોડી દે તો […]

ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં PGની બેઠકોમાં વધારો કરવા NMC દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ

ગાંધીનગરઃ પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલ (PG મેડિકલ)માં પ્રવેશ માટે 1લી સપ્ટેમ્બરથી શરૂ થનારી પ્રવેશ પ્રક્રિયા હાલ સ્થગિત કરીને જુદી જુદી કોલેજોમાં પી.જી.ની બેઠકો વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં ત્રણ સ્વનિર્ભર મેડિકલ કોલેજોમાં અંદાજે 25 બેઠકો વધારાની મંજૂરી આપવામાં આવી છે. મહત્વની વાત કે, સરકારી કે મેડિકલ કોલેજમાં એકપણ બેઠક વધારવામાં આવી નથી, આગામી 15મી સુધીમાં […]

ગુજરાતના શહિદ જવાનોના આશ્રિતોને સહાયમાં વધારો કરાશે, સરકારે ત્રણ માગણી સ્વીકારી

ગાંધીનગરઃ ગુજરાતમાં પૂર્વ સૈનિકોને જમીન, સરકારી નોકરીમાં અનામત જેવી અનેક માંગણી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં ન આવતા હવે પૂર્વ સૈનિકોનું સંગઠન સોમવારથી ગાંધીનગર ખાતે આંદોલન કરવાનું હતું. પરંતુ રાજ્ય સરકારે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પૂર્વ સૈનિકોની 14 પૈકીની […]

શ્રીલંકા બાદ હવે બાંગ્લાદેશમાં પણ આર્થિક મુશ્કેલી ઉભી થઈ, ઈંઘણ પછી વીજ દરમાં વધારાની વિચારણા

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ શ્રીલંકા આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે હવે વધુ એક પડોશી દેશ બાંગ્લાદેશ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હોય તેમ ઈંધણના બાવમાં વધારા બાદ હવે વીજળીના દરમાં વધારો કરવાની સરકાર વિચારણા ચાલી રહી છે. ઈંઘણના ભાવમાં બાંગ્લાદેશમાં 50 ટકા સુધીનો વધારો કરવામાં આવતા જનતા રસ્તા ઉપર ઉતરી આવી હતી […]

ગુજરાતમાં હવે વીજ કંપનીઓને પણ મોંઘવારી નડી, પ્રતિ યુનિટે 10 પૈસાનો વધારો કરાયો

અમદાવાદઃ ગુજરાતમાં વીજ કંપનીઓને પણ મોંઘવારી નડી રહી છે.  વીજ વિતરણ કંપનીઓએ યુનિટ દીઠ 10 પૈસાનો વધારો ગ્રાહકો પર ઝીંકી દીધો છે, ઉપરાંત 79 પૈસા ફૂઅલ ચાર્જ વધારવાની દરખાસ્ત પણ જર્કમાં કરી છે. એક બાજુ ગુજરાતમાં તમામ પરિવારોને 300 યુનિટ ફ્રીમાં વીજળી આપવાના વચનો આપ’ દ્વારા આપવામાં આવી રહ્યા છે, ત્યારે જ વીજ કંપનીઓઓ યુનિટના […]

શ્રાવણ-ભાદરવાના લોકમેળા પહેલા જ રમકડાંના ભાવમાં 30 ટકાનો વધારો ઝીંકાયો

અમદાવાદઃ  ગુજરાતમાં શ્રાવણ-ભાદરવો મહિનો એટલે લોકમેળાની પણ મોસમ જામતી હોય છે. જેમાં સૌરાષ્ટ્રમાં ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. મેળામાં ચકડોળથી લઈને અવનવા રંગબેરંગી રમકડાંની દુકાનો આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે. ત્યારે રમકડાં ઉદ્યોગને પણ મોંઘવારી નડી છે. અને રમકડાંના ભાવમાં 30 જેટલો વધારો કર્યો છે. જેના લીધે મેળામાં રમકડાના નાના સ્ટોલ ઊભા કરનારા વેપારીઓ મુશ્કેલીમાં […]

શ્રાવણના પ્રારંભ સાથે કેળાના ભાવમાં વધારાથી કેળની ખેતી કરનારા ખેડુતોમાં ખૂશીની લહેર

સુરતઃ રાજ્યમાં શ્રાવણોત્સવના પ્રારંભની સાથે ફળ ફળાદીમાં વપરાતા કેળાના ભાવમાં પણ વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં કેળાંના ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચતા કેળાંની ખેતી કરનારા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ચાલુ વર્ષ દરમિયાન મે માસથી જ ધીમે ધીમે કેળાંના ભાવ વધવાની શરૂઆત થઈ હતી. અને હાલમાં કેળાંનો એક કિલોનો ભાવ 20 રૂપિયાની આસપાસ […]

રક્ષાબંધનના પર્વને પણ મોંઘવારી નડી, રાખડીના ભાવમાં 20 ટકાનો થયો વધારો

અમદાવાદઃ મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે. દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેમ આ વખતે રક્ષાબંધનના પર્વ પહેલા જ રાખડીના ભાવમાં પણ 20 ટકા આસપાસનો વધારો જોવા મળી રહ્યો છે. આવતા મહિને રક્ષાબંધનનો તહેવાર છે. પણ અત્યારથી જ બજારમાં રાખડીની રોનક જોવા મળી રહી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને લીધે રક્ષાબંધન સહિતના તહેવારોની ઉજવણી […]

ભારતઃ ગલવાનની ઘટના બાદ ચીન દ્વારા સાયબર હુમલામાં વધારો, 40,300 હુમલા કરાયા

નવી દિલ્હીઃ ભારત-ચીન સરહદ ઉપર ગલવાનમાં ભારતીય જવાનો ઉપર ચીન સેનાએ કરેલા હુમલા બાદ દેશમાં સાયબર હુમલામાં વધારો થયો હોવાનો ખુલાસો ઈન્ડિયા ફ્યુચર ફાઉન્ડેશનના રિપોર્ટમાં થયો છે. આ સંસ્થા ભારતમાં સાયબર હુમલાના બનાવો ઉપર નજર રાખે છે. ગલવાનમાં ભારતીય જવાનો ઉપર થયેલા હુમલા બાદ ભારતીય સાયબર સ્પેસ પર 40300 વખત હુમલો કરવામાં આવ્યો હતો. સુત્રોના […]

માઉન્ટ આબુના અભયારણ્યનું વાતાવરણ રિંછને ફાવી ગયું, બે વર્ષમાં રિંછની સંખ્યમાં 35 નો વધારો

અંબાજીઃ હિલ સ્ટેશન માઉન્ટ આબુનો ઘટાદાર જંગલ વિસ્તાર જેસોર અભયારણ્ય અડીને આવેલો છે. એકવાર રીંછ અને દીપડા બનાસ નદીના માધ્યમથી અહીં અવરજવર કરતાં રહે છે. જો કે બનાસકાંઠા કરતા માઉન્ટ આબુમાં રિંછની સંખ્યા વધુ છે. બે વર્ષ બાદ માઉન્ટ આબુ અભ્યારણમાં વન્યજીવ ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 55 દિપડા હોવાનું ગણતરીમાં સામે આવ્યું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code