1. Home
  2. Tag "india"

સરકારી આવાસ યોજના હેઠળ લાખો લાભાર્થીઓને વ્યાજ સબસિડી અપાઈ

નવી દિલ્હીઃ આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી કૌશલ કિશોરે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી કે, સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી (PMAY-U)ના વર્ટિકલ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) હેઠળ હોમ લોન પર વ્યાજ સબસિડી આપે છે. વ્યાજ સબસિડી ધિરાણ આપતી સંસ્થાઓ દ્વારા લાભાર્થીઓના લોન ખાતામાં અગાઉ જમા કરવામાં આવે છે જેના પરિણામે […]

રાજસ્થાનમાં ભારત-ઓમાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસનો પ્રારંભ

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં આજથી ભારત ઓમાન સંયુકત સૈન્ય અભ્યાસનો મહાજન ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં વિદેશી તાલીમ નોડ ખાતે પ્રારંભ થયો હતો. ઓમાનની રોયલ આર્મીની ટુકડી જેમાં સુલતાન ઓફ ઓમાન પેરાશુટ રેજીમેન્ટના 60 જવાનોનો સમાવેશ થાય છે. ભારતીય સેનાનું પ્રતિનિધિત્વ 18 મિકેનાઇઝડ ઇન્ફન્ટ્રી બટાલિયનના સૈનિકો કરી રહ્યાં છે. આ કવાયત 13 ઓગસ્ટે પૂર્ણ થશે. 13 દિવસની લાંબી […]

ભારતઃ જુલાઈ 2022ના મહિનામાં ₹1,48,995 કરોડની કુલ GST આવક

નવી દિલ્હીઃ દેશમાં જુલાઈ 2022 મહિનામાં રૂ.1,48,995 કરોડની GST આવક  એકત્ર થઈ છે, જેમાંથી CGSTની રૂ.25,751 કરોડ અને SGSTની રૂ.32,807 કરોડ છે. IGST રૂ.79,518 કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ.41,420 કરોડ સહિત) છે અને સેસ રૂ. 10,920 કરોડ (માલની આયાત પર એકત્રિત રૂ. 995 કરોડ સહિત) છે. GST લાગુ થયા બાદ આ બીજી સૌથી વધુ […]

કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા ટી-20માં ભારતની જીત,પાકિસ્તાનને 8 વિકેટથી આપ્યો પરાજય 

ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું સ્મૃતિ મંધાનાએ સિક્સર વડે જીતી મેચ કોમનવેલ્થ ગેમ્સમાં જીતનું ખાતું ખોલાવ્યું     મુંબઈ:કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એકતરફી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું.આ મેચમાં ટીમ ઈન્ડિયાને માત્ર 100 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં સ્મૃતિ મંધાનાની શાનદાર ઈનિંગના કારણે ટીમ ઈન્ડિયાએ તેને આસાનીથી હાંસલ કરી લીધું […]

કોરોના: દેશમાં 19,673 નવા કેસ નોંધાયા,45 લોકોએ ગુમાવ્યો જીવ

કોરોનાનો કહેર નથી થઇ રહ્યો ઓછો 24 કલાકમાં 19,673 નવા કેસ નોંધાયા 45 લોકોના નિપજ્યા મોત દિલ્હી:ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના મહામારીને લઈને રાહતના સમાચાર આવ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા રવિવારે જારી કરાયેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા કેસોમાં મોટો ઘટાડો થયો છે.આ દરમિયાન દેશમાં કુલ 19673 નવા કોરોના સંક્રમિત દર્દીઓની પુષ્ટિ […]

ભારતઃ કેન્દ્ર સરકારે FDI ક્ષેત્રમાં કરેલા સુધારાને પગલે વિદેશી રોકાણ વધ્યું

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સમયગાળા દરમિયાન સૌથી વધુ નાણા ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)માં આવ્યા છે. વાણિજ્ય મંત્રાલયે આંકડામાં જણાવ્યું છે કે, ગત નાણાકીય વર્ષમાં દેશમાં કુલ રૂ. 6 લાખ કરોડથી વધુનું વિદેશી રોકાણ આવ્યું છે. નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 6,31,050 કરોડનું રેકોર્ડ વિદેશી પ્રત્યક્ષ રોકાણ આવ્યું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરને સૌથી વધુ રોકાણ મળ્યું છે. વિદેશી […]

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મળ્યો પ્રથમ ગોલ્ડ મેડલ, વેઇટલિફટીંગમાં મીરાબાઇ ચાનુએ બાજી મારી

બર્મિંગહામઃ મીરાબાઈ ચાનુએ ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2022નો  પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે અને તેની સાથે જ બર્મિંગહામમાં ભારતની સુવર્ણ યાત્રા પણ શરૂ થઈ છે. આ પહેલા શનિવારે વેઈટલિફ્ટિંગમાં ભારતને સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મળ્યા હતા, પરંતુ ચાનુએ મોડી સાંજે ભારતની બેગમાં ગોલ્ડ નાખ્યો હતો. ચાનુએ 49 કિગ્રા વજન વર્ગમાં આ ખિતાબ જીત્યો હતો. તેણે કુલ 201 […]

ભારતની સાવિત્રી જિંદલ બની એશિયાની સૌથી અમીર મહિલા,ચીનની Yang Huiyan ને છોડી પાછળ  

દિલ્હી:ભારતની સાવિત્રી જિંદલ હવે એશિયાની સૌથી અમીર મહિલા બની ગઈ છે. ચીનની Yang Huiyan ની સંપતિ લગભગ 24 અબજ ડોલર હતી, જેની સાથે તે એશિયાની સૌથી ધનિક મહિલા બની હતી.પરંતુ આ વર્ષ 2021 માં હતું. તેની પાછળનું કારણ ચીનમાં રિયલ એસ્ટેટ સેક્ટરની કટોકટી હતી. Huiyan ની કંપની ચીનની સૌથી મોટી રિયલ એસ્ટેટ ડેવલપર કંપની છે.તેનું […]

કોમનવેલ્થ ગેમ્સ 2022 : ભારતને પ્રથમ મેડલ મળ્યો, વેટલિફ્ટીંગમાં જીત્યો સિલ્વર મેડલ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે પ્રથમ મેડલ જીત્યો હતો. વેટલિફ્ટીંગમાં સંકેત મહાદેવે 55 કેજી વેટ કેટેગરીમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો. જ્યારે મલેશિયાના મોહમ્મદ અનીદએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સંકેત મહાદેવે ભારતને પ્રથમ મેડલ અપાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ આપીને ખુશી વ્યક્ત કરી હતી. જીતીને ખાતુ ખોલ્યું હતું. ભારતીય […]

ભારતીય વાયુસેનામાં છ દાયકાથી મિગ-21 ફાઈટર જેટ કાર્યરત, અત્યાર સુધીમાં 200 દૂર્ઘટના સર્જાઈ

નવી દિલ્હીઃ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં વાયુસેનાનું વિમાન મિગ 21 દૂર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનાને પગલે ફરી સોવિયત મૂળના મિગ-21 વિનામને લઈને સવાલો ઉભા થયાં છે. ભારતીય વાયુસેનામાં આ વિમાન 1960ના દશકમાં સામિલ કરવામાં આવ્યું હતું. લગભગ 62 વર્ષમાં લગભગ 200 વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર મિગ 21 લાંબા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code