1. Home
  2. Tag "india"

ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ વિઝિંજમ પોર્ટે તેનું સૌ પ્રથમ કન્ટેનર શિપ હાંસલ કર્યું

તિરુવનંતપૂરમ, ૧૨ જૂલાઇ ૨૦૨૪: અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનમિક ઝોને  વિઝીન્જમ પોર્ટ ખાતે તેના સૌ પ્રથમ ’મધર શિપ’ના આજે આગમનની ઘોષણા કરી છે. વૈશ્વિક ટ્રાન્સશિપમેન્ટમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરતી આ એક સીમાચિહ્નરૂપ ઘટના ભારતના દરિયાઈ ઇતિહાસમાં એક નવા યુગમાં મંગલાચરણનો આરંભ કરવા સાથે વિઝિંજમને આંતરરાષ્ટ્રીય વેપારના માર્ગોમાં નિર્ણાયક ખેલાડી તરીકે સ્થાપિત કરે છે. કેરળના મુખ્યમંત્રી […]

ભારતઃ 16મા નાણાં પંચે સલાહકાર પરિષદની રચના કરી

નવી દિલ્હીઃ સોળમા નાણાં પંચે પાંચ સભ્યોની સલાહકાર પરિષદની રચના કરી છે. આ કમિશનના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરવામાં મદદ કરશે. દેશના જાણીતા અર્થશાસ્ત્રી અરવિંદ પનાગરિયા તેના પ્રમુખ છે. મંગળવારે જાહેરકરાયેલા એક નિવેદનમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, અરવિંદ પનાગરિયાની આગેવાની હેઠળના 16મા નાણાં પંચે પાંચ સભ્યોની સલાહકાર પરિષદની રચના કરી છે. આ પાંચ સભ્યોની સલાહકાર સમિતિની અધ્યક્ષતા નેશનલ […]

ભારતે તેની રાષ્ટ્રીય વિકાસ વ્યૂહરચનામાં SDGનો સમાવેશ કર્યો

નવી દિલ્હીઃ યુએનમાં ભારતના નાયબ સ્થાયી પ્રતિનિધિ યોજના પટેલે ઉચ્ચ સ્તરીય રાજકીય મંચ HLPFના ઉદ્ઘાટન દરમિયાન ભારતની સ્થિતિ રજૂ કરી હતી. તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. યોજના પટેલે જણાવ્યું હતું કે, અમે એવા સમયે મળીએ છીએ જ્યારે વિશ્વ પીડાદાયક વાસ્તવિકતાનો સામનો કરી રહ્યું છે કે હાલમાં ફક્ત 12 ટકા SDG લક્ષ્યો ટ્રેક પર […]

નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસ પહેલા ભારતને 35 હજાર એકે-203 રાઈફલ મળી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત પહેલા સંરક્ષણ મંત્રાલયને 35 હજાર AK-203 એસોલ્ટ રાઈફલો મળી છે.બંને દેશો વચ્ચેના સંયુક્ત સાહસ ઈન્ડો-રશિયન રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડ (IRRPL)એ રાઇફલ સોંપી છે. રશિયાના રોસ્ટેક સ્ટેટ કોર્પોરેશન રોબોરોનેક્સપોર્ટે શુક્રવારે સત્તાવાર રીતે કલાશ્નિકોવ રાઇફલ્સ સોંપવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી મોદી 08 થી 10 જુલાઈના રોજ રશિયન ફેડરેશન અને રિપબ્લિક ઑફ ઑસ્ટ્રિયાની […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 1લી માર્ચે લાહોરમાં મેચની શકયતા, BCCIએ નથી આપી મંજુરી

નવી દિલ્હીઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે, જેમાં 10 માર્ચ અનામત દિવસ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આ માટે વિન્ડો શોધવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આવતા વર્ષે 1 માર્ચે લાહોરમાં કટ્ટર હરીફ ભારત સામેની ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેમની ટીમની મહત્વપૂર્ણ મેચ ફિક્સ કરી દીધી […]

ભારત અને મ્યાનમાર વચ્ચે રૂપિયો-ક્યાત વેપાર તંત્રની શરૂઆત

નવી દિલ્હીઃ ભારત અન્ય દેશો સાથે પોતાનો વેપાર વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. આ ક્રમમાં ભારત અને મ્યાનમાર વચ્ચે રૂપિયા-ક્યાત વેપાર વ્યવસ્થા શરૂ થઈ છે. ભારતે રૂપિયા-ક્યાટ વેપાર કરાર હેઠળ પ્રથમ વખત મ્યાનમારમાં રૂ. 1 કરોડથી વધુની કિંમતની કઠોળની નિકાસ કરી છે. આ પગલાંથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને વેગ મળશે અને સ્થાનિક […]

T20 વિશ્વકપ જીતનારી ભારતીય ટીમ બાર્બાડોસથી ભારત આવવા રવાના, ગુરુવારે સવારે દિલ્હી પહોંચશે

નવી દિલ્હીઃ આઈસીસી ટી20 વિશ્વકપની ફાઈનલમાં ભવ્ય જીત બાદ ટીમ ઈન્ડિયા અને ભારતમાં હજુ ઉજવણીનો જ માહોલ છે. ફાઈનલ બાદ ભારતીય ટીમ ઝડપથી બાર્બાડોસથી પરત ફરે તેવી ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. વાવાઝોડાને પગલે ભારતીય ટીમ બાર્બાડોસમાં ફસાઈ હતી. જો કે, વાવાઝોડુ સમી જતા ભારતીય ટીમ બાર્બાડોસથી વતન જવા રવાના થઈ ગઈ છે. […]

95 ટકા વોર્ડમાં 100 ટકા ડોર ટુ ડોર કચરો એકઠો કરવામાં આવે છેઃ હરદીપ પુરી

નવી દિલ્હીઃ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આજે અહીં શાસ્ત્રી ભવનમાં આયોજિત ઉદઘાટન સમારંભ સાથે સ્વચ્છતા પખવાડિયા-2024ની શરૂઆત કરી હતી. આ પ્રસંગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ મંત્રાલયના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા. આ સમારંભમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપી તથા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયનાં સચિવ […]

ભારતઃ 19 કિલોના LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 31 રૂપિયા સુધીનો ઘટાડો

નવી દિલ્હીઃ જુલાઈ મહિનો પોતાની સાથે ઘણા ફેરફારો લઈને આવ્યો છે અને મહિનાના પહેલા દિવસે એક સારા સમાચાર છે જે મોંઘવારીના મોરચે રાહત આપશે. હવે 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ તેની કિંમતમાં 31 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. […]

દેશમાં આજથી લાગુ થયા 3 નવા ફોજદારી કાયદા

નવી દિલ્હીઃ આજથી સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ આ ત્રણ કાયદા અમલમાં આવશે. જ્યારે બ્રિટિશ કાળના ત્રણ કાયદા આઇપીસી, સીઆરપીસી અને ઇન્ડિયન એવિડેંસ એક્ટનો અંત આવશે. જુના કાયદાઓના નામ સહિતના ફેરફારો સાથે નવા કાયદા સમગ્ર દેશના પોલીસ સ્ટેશનો અને કોર્ટો સહિત તમામ જરૂરી કચેરીઓમાં તેનો અમલ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code