1. Home
  2. Tag "Indonesia"

ઈન્ડોનેશિયામાં ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 નોંધાઈ

ઈન્ડોનેશિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપને કારણે હજુ સુધી કોઈ નુકસાન થયું નથી. ઇન્ડોનેશિયા ભૂકંપ અને જ્વાળામુખીની ગતિવિધિઓ માટે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. ઈન્ડોનેશિયામાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.1 હતી અને તેનું કેન્દ્રબિંદુ ઉત્તર સુલાવેસી પ્રાંત નજીકના દરિયાકાંઠે હતું. યુએસજીએસ એજન્સી અનુસાર, ભૂકંપ 10 કિલોમીટર (6.2 માઈલ) ની ઊંડાઈએ આવ્યો […]

ઈન્ડોનેશિયામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફેલાયો ભય

નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયામાં આજે સવારે ધરા ધ્રુજી હતી. ઈન્ડોનેશિયામાં આવેલા ભૂકંપને કારણે લોકોમાં ભય ફેલાયો હતો. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા લગભગ 6.2 નોંધાઈ હતી. સદનસીબે ભૂકંપના આ આંચકામાં કોઈ જાનહાની થઈ નહીં હોવાનું જાણવા મળે છે. વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા દેશ ઈન્ડોનેશિયામાં આજે બુધવારે ભયાનક ભૂકંપ આવ્યો હતો. 6.2ની તીવ્રતાના આ ભૂકંપનું […]

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો નવી દિલ્હી પહોંચ્યા, 76મા પ્રજાસત્તાક દિવસ સમારોહમાં હાજરી આપશે

નવી દિલ્હીઃ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે ગઈકાલે રાત્રે નવી દિલ્હી પહોંચ્યા. આ વર્ષના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિ પ્રબોવો મુખ્ય મહેમાન બનશે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતાએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો તેમના ચાર દિવસના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. તેઓ વિદેશ […]

ઇન્ડોનેશિયાએ મફત ભોજન કાર્યક્રમ શરૂ કર્યો, 30 લાખ લાભાર્થીઓ સુધી પહોંચાશે

ઈન્ડોનેશિયાએ તેનો મફત ભોજન કાર્યક્રમ શરૂ કર્યો, જે તેના નાગરિકોના પોષણમાં સુધારો કરવા રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો અને ઉપરાષ્ટ્રપતિ જિબ્રાન રાકાબુમિંગ રાકાની આગેવાની હેઠળની સરકારની મુખ્ય પહેલ છે. નેશનલ ન્યુટ્રિશન એજન્સીના વડા દાદન હિંદાયનાએ સોમવારે જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં 30 લાખ લાભાર્થીઓ સુધી પહોંચવાનું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અસરકારક વિતરણ […]

ભારતીય સેનાના વિશેષ દળની ટુકડી સંયુક્ત કવાયત ‘ગરુડ શક્તિ’ માટે ઈન્ડોનેશિયા રવાના થઈ

ભારત-ઇન્ડોનેશિયા સંયુક્ત સ્પેશિયલ ફોર્સ એક્સરસાઇઝ ગરુડ શક્તિ 24ની 9મી આવૃત્તિમાં ભાગ લેવા માટે 25 જવાનોનો સમાવેશ કરતી ભારતીય સેનાની ટુકડી સીજંતુંગ, જકાર્તા, ઇન્ડોનેશિયા માટે રવાના થઈ છે. આ કવાયત 1 થી 12 નવેમ્બર 2024 દરમિયાન હાથ ધરવામાં આવશે. ભારતીય ટુકડીનું પ્રતિનિધિત્વ ધ પેરાશૂટ રેજિમેન્ટ (સ્પેશિયલ ફોર્સીસ)ના સૈનિકો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને 40 જવાનોવાળા ઇન્ડોનેશિયન ટુકડીનું […]

ઇન્ડોનેશિયામાં ગેરકાયદેસર રીતે ચાલતી સોનાની ખાણનો કેટલોક હિસ્સો તૂટી પડતાં 15 નાં મોત નિપજયાં

ઇન્ડોનેશિયામાં પશ્ચિમ સુમાત્રામાં ગેરકાયદેસર રીતે ચાલતી સોનાની ખાણનો કેટલોક હિસ્સો તૂટી પડતાં 15 શ્રમિકોના મોત નિપજયાં છે. અને 25 શ્રમિકો લાપતા થયા છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વહીવટીતંત્રે આધુનિક સાધનો સાથે રાહત અને બચાવની કામગીરી હાથ ધરી છે.

ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં પૂરની તબાહીના કારણે મૃત્યુઆંક વધીને 52 થયો

નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં પૂરની તબાહીના કારણે મૃત્યુઆંક વધીને 52 થઈ ગયો છે. બચાવકર્મીઓએ પૂરગ્રસ્ત ગામોમાં કાટમાળ નીચે લોકોને શોધવાનું ચાલુ રાખ્યું હતું. મળતી માહિતી મુજબ મૃત્યુઆંક વધી શકે છે. શનિવારે મધ્યરાત્રિ પહેલા પશ્ચિમ સુમાત્રા પ્રાંતના ચાર જિલ્લાઓમાં ભારે ચોમાસાના વરસાદ, ભૂસ્ખલન અને માઉન્ટ મેરાપીના લાવાએ વિનાશ વેર્યો હતો. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા […]

અમેરિકા, ઈન્ડોનેશિયા અને જાપાનમાં એક જ દિવસે અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા

નવી દિલ્હીઃ અમેરિકા, ઈન્ડોનેશિયા અને જાપાનમાં 27 એપ્રિલના રોજ અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમાં સૌથી વધુ તીવ્રતા સાથે ભૂકંપના આંચકા જાપાનમાં નોંધાયા હતા. જાપાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 હતી. જ્યારે ઈન્ડોનેશિયામાં તેની તીવ્રતા 6.5 અને અમેરિકામાં માત્ર 2.9 માપવામાં આવી હતી. ઇન્ડોનેશિયા અને જાપાન ધરતીકંપ-સંભવિત પેસિફિક રિંગ ઓફ ફાયર પર સ્થિત […]

ઈન્ડોનેશિયામાં પ્રબોવો સુબિયાંતો દેશના આગામી રાષ્ટ્રપતિ બનશે

નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયાના ચૂંટણી પંચે સત્તાવાર રીતે પ્રબોવો સુબિયાંતોને દેશના આગામી રાષ્ટ્રપતિ જાહેર કર્યા. પૂર્વ જનરલ રહી ચૂકેલા 72 વર્ષીય પ્રબોવો સુબિયાંતોને 58.59 ટકા મત મળ્યા. જ્યારે તેમના હરીફ એનિસ બાસ્વેદાનને 24.95 ટકા મત મળ્યા. રાષ્ટ્રપતિ પદના અન્ય એક ઉમેદવાર ગંજાર પ્રનોવોને 16.46 ટકા મત મળ્યા. ઈન્ડોનેશિયાના ચૂંટણી પંચે વર્તમાન રાષ્ટ્રપતિ જોકો વિડોડોના પુત્ર જિબ્રાન […]

મુદ્રા ખાતે અરેકા નટ્સ (સોપારી)ની દાણચોરીનો પર્દાફાશ, ઈન્ડોનેશિયાથી આવ્યો હતો જથ્થો

અમદાવાદઃ સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (SIIB), મુન્દ્રા કસ્ટમ્સના અધિકારીઓ દ્વારા મુંબઈના એક અનૈતિક આયાતકારની ચોક્કસ બાતમી એકત્ર કરવામાં આવી હતી, જે માલના વર્ણનમાં ખોટી જાહેરાતનો આશરો લઈને એરેકા નટ્સની ગેરકાયદેસર દાણચોરીમાં સંડોવાયેલ હતો. ઇન્ટેલિજન્સે વધુમાં સંકેત આપ્યો હતો કે માલ ઇન્ડોનેશિયાથી કન્ટેનરમાં મુન્દ્રા પોર્ટ પર આવ્યો હતો. ચોક્સ બાતમીના આધારે, SIIB, કસ્ટમ મુન્દ્રાના અધિકારીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code