1. Home
  2. Tag "inflation"

ફુગાવાને અંકુશમાં લેવા વ્યાજદારમાં વધારાને કારણે વિશ્વમાં 2023માં મંદીની અસર જોવા મળશે

નવી દિલ્હીઃ ફુગાવાને અંકુશમાં લેવાના ઉદ્દેશ્ય સાથે વ્યાજદરમાં વધારાને કારણે વિશ્વમાં વર્ષ 2023માં મંદીની અસર જોવા મળી શકે છે, કારણ કે ઊંચા વ્યાજદરના કારણે ઘણી અર્થવ્યવસ્થાઓ સંકોચાઈ શકે છે. તેમ સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચે કહ્યું હતું. વૈશ્વિક અર્થતંત્ર 2022માં 100 ટ્રિલિયન ડોલરના આંકને પાર કરવા માટે સુયોજિત છે પરંતુ 2023માં તેમાં ઘટાડો થવાની […]

લિપસ્ટિકની માંગ વધવાની સાથે જ અર્થશાસ્ત્રીઓનો મંદીનો અંદેશો : જાણો લિપસ્ટિક થિયરી

નવી દિલ્હી:  વૈશ્વિક અર્થતંત્ર હાલમાં મોંઘવારી અને મંદીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધે વૈશ્વિક અર્થવ્યવસ્થાના સંકટમાં વધારો કર્યો છે. કોરોના મહામારીનો સામનો કર્યા પછી માંડ માંડ થાળે પડી રહેલી અર્થવ્યવસ્થા હવે ફરી જોખમમાં હોય એમ લાગી રહ્યું છે. વાસ્તવમાં અમેરિકા અને યુરોપમાં ફરી લિપસ્ટિકનું વેચાણ વધવા લાગ્યું છે. આ સૂચવે છે કે ફરી […]

ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 8.39 ટકા થયો,મોંઘવારીમાં લોકોને રાહત

ઓક્ટોબર માટે જથ્થાબંધ ફુગાવાના દરના આંકડા આવી ગયા છે અને સપ્ટેમ્બરની સરખામણીમાં તેમાં ઘટાડો થયો છે. ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર ઘટીને 8.39 ટકા પર આવી ગયો છે. મહિના દર મહિનાના આધારે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેનાથી લોકોને સતત વધી રહેલી મોંઘવારીમાંથી રાહત મળી છે. સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દર 10.7 ટકા હતો અને […]

મોંઘવારીથી રાહત, LPG સિલિન્ડર 115 રૂપિયા સસ્તું,જાણો નવી કિંમત

દિલ્હી:પહેલી નવેમ્બરે ઈંધણના ભાવમાં મોંઘવારીથી થોડી રાહત મળી છે.કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.જો કે, દેશભરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના દરમાં આ ઘટાડો થયો છે. આજે 1 નવેમ્બર, 2022થી 19 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 115.50 રૂપિયા સસ્તું થયું છે.જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ઘરેલુ સિલિન્ડરની કિંમત 6 જુલાઈથી સ્થિર છે. […]

બ્રિટનમાં મોંઘવારીએ પ્રજાની મુશ્કેલી વધારી, 50 ટકા લોકોએ દૈનિક આહારમાં ઘટાડો કર્યો

નવી દિલ્હીઃ બ્રિટનમાં મોંઘવારીની અસર એટલી બધી ગઈ છે કે લોકો માટે બે ટાઈમનું ભોજન પણ મુશ્કેલ બની રહ્યું છે. દેશના લગભગ અડધા પરિવારોએ તેમના દૈનિક આહારમાં ઘટાડો કર્યો છે. આ આંકડા કન્ઝ્યુમર ગ્રુપ ‘વિચ’ના સર્વેમાં સામે આવ્યા છે. યુએસ સેન્સસ બ્યુરો અનુસાર, આ વર્ષના મધ્યમાં યુકેની વસ્તી 5,59,77,178 હતી. સર્વે રિપોર્ટ અનુસાર, આર્થિક સંકટને […]

વર્ષ 2023ના બજેટથી મોંઘવારી ઉપર અકુંશ લાવવાના પ્રયાસો થશેઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ ઘણી રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડા વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 2023માં રજુ થનાર કેન્દ્રીય બજેટને એવી રીતે તૈયાર કરવું પડશે કે જેથી દેશની આર્થિક વૃદ્ધિની ગતિ જળવાઈ રહે. નાણામંત્રીએ કહ્યું કે બજેટ દ્વારા મોંઘવારી પર અંકુશ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે. નાણાપ્રધાન સીતારમણ હાલમાં અમેરિકાની મુલાકાતે […]

તહેવારોમાં મોંઘવારીનો માર – ઘઉં, ચોખા અને દાળ સહીતની વસ્તુઓના 5 ટકા સુધી ભાવ વધ્યા

તહેવારો આતાજ જનતા પર મોંધવારીનો માર ઘંઉ,ચોખા સહીતની વ્સતુઓ 2 દિવસમાં જ 5 ટકા સુધી મોંધી દિલ્હીઃ- દેશભરમાં દિવાળીનો તહેવાર આવી પરહ્યો ચે જેને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા ચે તો બીજી તરફ લોકો ખરીદી કરી રહ્યા છએ ત્યારે અનાજ કઠોળના ભાવમાં છેલ્લા 2 દિવસ સુધીમાં 5 ટકાનો વધારો નોંધાઈ ચૂક્યો છે. ખાસ કરીને […]

દશેરાના તહેવારમાં મોંઘવારીની અસરઃ ફાફડા-જલેબીના ભાવમાં 20 ટકાનો વધારો

અમદાવાદઃ રાજ્યભરમાં નવરાત્રિ પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને આવતીકાલે બુધવારે અસત્ય ઉપર સત્યના વિજય પર્વ દશેરાની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરો અને નગરોમાં રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. દરમિયાન આવતીકાલે દશેરાના દિવસે માત્ર અમદાવાદમાં જ શહેરીજનો કરોડોના ફાફડા-જલેબી આરોગી જશે. જો કે, આ વખતે મોંઘવારીની અસર ફાફડા-જટેલીના […]

મોંઘવારી, બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા 10મી સપ્ટેમ્બરે અડધો દિવસ ગુજરાત બંધનું એલાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પાસે ઘણા મુદ્દાઓ છે. જેમાં હાલ વધતી જતી મોંધવારીને કાબુમાં લેવામાં સરકારની નિષ્ફળતાને ઊજાગર કરવાનો મહત્વનો મુદ્દો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, ડ્રગ્સ અને બેરોજગારીને લઈ વિરોધ નોંધાવવા આગામી 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત […]

જનતા ઉપર મોંઘવારીનો વધુ એક મારઃ દૂધના ભાવમાં લીટરે રૂ. 2નો વધારો

નવી દિલ્હીઃ દેશમાં જીવન જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે મોંઘવારીમાં પીસાતી જનતાની મુશ્કેલીમાં વધુ એક વધારો થયો છે. હવે સૌથી મોટી દૂધ સપ્લાય કરતી કંપનીઓમાંની એક અમૂલે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે અમૂલ દૂધનું વેચાણ કરે છે, તેણે અમૂલ દૂધના ભાવમાં 4 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code