ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ રમત-ગમત મહોત્સવ દાંતીવાડા ખાતે યોજાયો
પાલનપુરઃ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, ખાતે યુનિવર્સિટીના કુલપતિ ડો. આર. એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ ક્રિકેટ, બેડમિંટન, ટેબલ ટેનીસ, ચેસ અને વોલીબોલ રમત – ગમત મહોત્સવ યોજાયો હતો. આ રમત-ગમત મહોત્સવમાં રાજ્યની કુલ 15 યુનિવર્સિટીઓના કુલ 365 કર્મચારી ખેલાડીઓએ ભાગ લીધો હતો. સતત ત્રણ દિવસ રમાયેલી વિવિધ રમતોમાં વિજેતા […]