1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ રમત-ગમત મહોત્સવ દાંતીવાડા ખાતે યોજાયો
ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ રમત-ગમત મહોત્સવ દાંતીવાડા ખાતે યોજાયો

ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ રમત-ગમત મહોત્સવ દાંતીવાડા ખાતે યોજાયો

0
Social Share

પાલનપુરઃ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, ખાતે યુનિવર્સિટીના કુલપતિ ડો. આર. એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ગુજરાત રાજ્ય આંતર યુનિવર્સિટી સ્ટાફ ક્રિકેટ, બેડમિંટન, ટેબલ ટેનીસ, ચેસ અને વોલીબોલ રમત – ગમત મહોત્સવ યોજાયો હતો.

આ રમત-ગમત મહોત્સવમાં રાજ્યની  કુલ 15 યુનિવર્સિટીઓના કુલ 365 કર્મચારી ખેલાડીઓએ ભાગ લીધો હતો. સતત ત્રણ દિવસ રમાયેલી વિવિધ રમતોમાં વિજેતા ટીમોને યુનિવર્સિટી તરફથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાગ લેનારા યુનિવર્સિટીના પ્રતિનિધીઓએ તેમના પ્રતિભાવોમાં જણાવ્યું હતું કે, આ આયોજન અત્યાર સુધીનુ સર્વ શ્રેષ્ઠ આયોજન હતું. જે માટે યુનિવર્સિટીના કુલપતિ અને સમગ્ર ટીમને બિરદાવી તેમનો આભાર વ્યકત કર્યો હતો.

કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા દ્વારા સદર સ્પર્ધાઓનું સૌ પ્રથમવાર યુનિવર્સિટીની યુટ્યુબ ચેનલના માધ્યમથી જીવંત પ્રસારણ કરી એક અલગ જ શરુઆત કરવામાં આવી હતી. આ સમગ્ર સ્પર્ધાઓમાં ક્રિકેટ, વોલીબોલમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પ્રથમ અને કામધેનુ યુનિવર્સિટી દ્રિતિય સ્થાને વિજેતા બની હતી. તેમજ બેડમિન્ટન રમતમાં પણ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી પ્રથમ અને ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ દ્રિતિય સ્થાન તેમજ ચેસમાં ગુજરાત યુનિવર્સિટી પ્રથમ અને સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી દ્રિતિય સ્થાને તેમજ ટેબલ ટેનીસમાં પણ ગુજરાત યુનિવર્સિટી પ્રથમ અને કામધેનુ યુનિવર્સિટી દ્રિતિય સ્થાને રહી હતી. આમ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ત્રણ રમતમાં પ્રથમ અને એક રમતમાં દ્વિતિય સ્થાન પ્રપ્ત કરી ગૌરવ વધાર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા યુનિ સ્ટાફે જહેમત ઊઠાવી હતી.

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code