1. Home
  2. Tag "investment"

ભારતમાં રોકાણનો ઉછાળો: 15,000થી વધુ નવી કંપનીઓએ કરવી નોંધણી

નવી દિલ્હીઃ જૂન મહિનામાં 15,000થી વધુ કંપનીઓએ ભારતમાં તેમના એકમો સ્થાપવા માટે નોંધણી કરાવી. આ 15,000 કંપનીઓમાં ઘણી વિદેશી કંપનીઓનો પણ સમાવેશ થાય છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાતી મોટી સંખ્યામાં મશીનોનું ઉત્પાદન કરે છે યુકેની કંપની ઓગર ટોર્ક યુરોપ લિમિટેડ, જે વિદેશી કંપનીઓમાંની એક છે જેણે ભારતમાં કામગીરી શરૂ કરવા માટે નોંધણી કરી છે, તે પૃથ્વીની […]

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એક મહિનામાં પ્રથમ વખત રૂ. 20 હજાર કરોડના સ્તરને પાર થયું

નવી દિલ્હીઃ બચત તરીકે પોતાની કમાણીનો એક ભાગ રોકાણ કરવાનો SIPનો ટ્રેન્ડ વધવા લાગ્યો છે. આ ક્રમમાં, સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એપ્રિલ મહિનામાં પ્રથમ વખત રૂ. 20 હજાર કરોડના સ્તરને પાર કરી ગયું છે. અગાઉ માર્ચમાં SIP દ્વારા રૂ. 19,271 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો […]

વિદેશી પોર્ટફોલિયો ધરાવતા રોકાણકારોનું ભારતીય શેરબજારમાં મોટા પાયે રોકાણ

નવી દિલ્હીઃ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) એ મે મહિનામાં ભારતીય શેરબજારમાં ચોખ્ખા ખરીદદારો તરીકેની તેમની ભૂમિકા ફરી શરૂ કરી છે, જે એપ્રિલમાં તેમની વેચાણની ગતિથી બદલાવ દર્શાવે છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) ના ડેટા અનુસાર, FPIs એ 3 મે સુધી ભારતમાં રૂ. 1,156 કરોડની ઇક્વિટી ખરીદી હતી.   એપ્રિલમાં, FPIs ભારતીય શેરોમાં ચોખ્ખા વેચાણકર્તા […]

ઇલોન મસ્કની ટાટા કંપની સાથે ડિલ, ટેસ્લા કંપની માટે ખરીદશે સેમિ કન્ડકટર ચિપ્સ

નવી દિલ્હીઃ એલન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપવાની કવાયતમાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રતન ટાટાની કંપની અને એલન મસ્કની ટેસ્લા વચ્ચે એક મોટો કરાર થયો હોવાનું સામે આવ્યું છે. ટેસ્લાએ પોતાની કાર માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પાસેથી સેમિકન્ડક્ટર ચિપ્સ ખરીદવા માટે આ મોટો સોદો કર્યો […]

ગુજરાતમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે કુલ ₹34,733 કરોડના રોકાણ થશે

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી એ જણાવ્યું છે કે, 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ ની થીમ પર 23 ડિસેમ્બર, 2023ના રોજ ભરૂચ ખાતે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પ્રિ-વાયબ્રન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો ઉદ્દેશ વિશ્વભરના પોલિસી મેકર્સ, પ્રેક્ટિશનર્સ, શિક્ષણવિદો અને ઉદ્યોગોના […]

PLI યોજના હેઠળ અત્યાર સુધીમાં અંદાજે રૂ. 2119 કરોડનું રોકાણ

પ્રધાનમંત્રી મિત્ર પાર્ક શરૂ કરવાથી માંડીને પીએલઆઈ યોજના અંતર્ગત રોકાણ સુધી, આ વર્ષ ટેક્સટાઇલ મંત્રાલય માટે એક મહત્વપૂર્ણ વર્ષ હતું. પ્રધાનમંત્રી મિત્રા સરકારે વર્ષ 2027-28 સુધીનાં ગાળા માટે રૂ. 4445 કરોડનાં ખર્ચ સાથે પ્લગ એન્ડ પ્લે સુવિધા સહિત વૈશ્વિક કક્ષાનાં માળખાગત સુવિધા વિકસાવવા માટે પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્રા) પાર્ક્સ યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી મિત્રા પાર્ક્સ […]

ભારતીય સ્પેસ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ વધીને 124.7 મિલિયન ડોલર પર પહોંચ્યું

નવી દિલ્હીઃ દેશમાં 2014માં સ્પેસ સ્ટાર્ટ-અપ્સની સંખ્યા માત્ર 1 હતી તે વધીને 2023માં 189 થઈ ગઈ છે. 2023માં ભારતીય સ્પેસ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ વધીને 124.7 મિલિયન ડોલર થઈ ગયું છે. આમ કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહએ રાજ્યસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું. ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારતીય અવકાશ અર્થતંત્રનું વર્તમાન કદ આશરે 8.4 બિલિયન […]

ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે મૂડી રોકાણ માટે UAEએ બતાવી તત્પરતા, મુખ્યમંત્રી સાથે યોજાઈ બેઠક

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથે યુનાઇટેડ આરબ એમીરાટ્સના મિનિસ્ટર ઓફ ઇન્વેસ્ટમેન્ટ  મોહમ્મદ હસન અલ્‍સુવૈદીની અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ભારત-ગુજરાત-યુ.એ.ઇ ના વાણિજ્યક સંબંધોનો સેતુ વધુ દ્રઢ કરવા અંગે આ બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણો અને પરસ્પર સહયોગ અંગે ફળદાય વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. યુ.એ.ઇ ના મિનિસ્ટર ઓફ ઇન્વેસ્ટમેન્ટ  મોહમ્મદ હસને ખાસ કરીને […]

નવી ઉંચાઈએ પહોંચશે ભારત અને વિયેતનામ વચ્ચે રોકાણ અને વેપાર ભાગીદારી,આ ક્ષેત્રોમાં લેવાશે પગલાં

દિલ્હી: ભારત અને વિયેતનામ વચ્ચે રોકાણ અને વેપાર ભાગીદારી સતત વધી રહી છે. બંને દેશો વચ્ચેની મિત્રતા હવે સંબંધોમાં પ્રગતિના નવા આયામો સર્જી રહી છે. તેનાથી બંને દેશોના વિદેશી હૂંડિયામણના ભંડારમાં પણ વધારો થવાની શક્યતા છે. ભારત અને વિયેતનામે સ્થિર વિકાસનો માર્ગ મોકળો કર્યો છે અને બંને દેશો વચ્ચે રોકાણ અને વેપારની અપાર સંભાવનાઓ છે. […]

ટેસ્લાને કર્ણાટકમાં રોકાણ કરવા માટે રાજ્ય સરકારે આમંત્રણ આપ્યું

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ઇન્કને રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. રાજ્ય સરકારે ટેસ્લાને કહ્યું કે, ભારતમાં કંપનીના વિસ્તરણ માટે કર્ણાટક એક આદર્શ સ્થળ છે અને અહીંના સત્તાવાળાઓ કંપની અને તેના સાહસોને ટેકો આપવા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા તૈયાર છે. ટેસ્લાએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code