1. Home
  2. Tag "Israel"

ઈઝરાયલ પર હુમલાઓ વધારવા અને યુદ્ધવિરામનો ભંગ કરવાનો લેબનોને લગાવ્યો આરોપ

લેબનોને ઇઝરાયલ પર વિવિધ બહાના હેઠળ હુમલાઓ વધારવાનો આરોપ મૂક્યો છે, ખાસ કરીને લિટાની નદીના ઉત્તર અને દક્ષિણમાં, જેના કારણે જાનહાનિ અને વિનાશ થયો છે.”ઈઝરાયલી દળોએ હવાઈ હુમલા બંધ કર્યા ન હતા. આજે સવારે, એન્જિનિયરિંગ અને લશ્કરી વાહનોએ ટેકનિકલ વાડ ઓળંગી અને દક્ષિણ લેબનોનના ર્મેશ ગામની બહારના વિસ્તારમાં વાડી કાટમૌનમાં ખોદકામ કામગીરી હાથ ધરી,” લેબનીઝ […]

ઈઝરાયલના મંત્રીમંડળે એટર્ની જનરલ ગાલી બહારવ-મિયારા સામે અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું

ઈઝરાયલના મંત્રીમંડળે એટર્ની જનરલ ગાલી બહારવ-મિયારા સામે અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું. શિન બેટ સુરક્ષા વડા રોનેન બારને બદલવાના સરકારના પ્રયાસને લઈને શુક્રવારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને બહારવ-મિયારા વચ્ચે ઝઘડો થયો હતો. હાઈકોર્ટે સરકારના બરતરફીના પ્રયાસને અસ્થાયી રૂપે અવરોધિત કર્યા પછી, બહારવ-મિયારાએ નેતન્યાહૂને બારને દૂર કરવા માટે કોઈપણ પગલાં લેવાથી પ્રતિબંધિત કરતો નિર્દેશ જારી […]

ગાઝામાં ઈઝરાયલના સતત હુમલાને પગલે બે દિવસમાં 600 વ્યક્તિના મોત

ગાઝાપટ્ટીમાં ચાલતા યુદ્ધમાં અત્યાર સુધી ૪૯ હજારથી વધુ પેલેસ્ટાઇનીઓના મોત નીપજ્યા છે. જ્યારે આઇડીએફે હમાસના ૨૦ હજારથી વધુ આતંકવાદીને ઠાર કર્યાનો દાવો કર્યો છે. ઇઝરાયેલ ગાઝાના હુમલામાં છેલ્લા બે દિવસથી ૬૦૦ના મોત નીપજ્યા છે. ઇઝરાયેલના લશ્કરનું કહેવું છે કે તેણે લશ્કરી લક્ષ્યાંકો પર હુમલા કર્યા છે. તેણે જણાવ્યું હતું કે દિવસના અંત ભાગમાં ગાઝામાંથી છોડવામાં […]

ગાઝામાં ઇઝરાયલનો સૌથી મોટો હવાઈ હુમલો, 66 લોકો માર્યા ગયા

ઇઝરાયલે ફરી એકવાર ગાઝા પટ્ટી પર બોમ્બમારો શરૂ કરી દીધો છે. સોમવારે રાત્રે અને મંગળવારે સવારે ગાઝામાં અનેક વિસ્તારમાં હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 66 લોકો માર્યા ગયા છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, 19 જાન્યુઆરીએ યુદ્ધવિરામ થયા પછી ગાઝામાં ઇઝરાયલના આ સૌથી મોટા હુમલા છે. […]

ઇઝરાયલમાં ત્રણ બસોમાં સિરિયલ બોમ્બ વિસ્ફોટ

મધ્ય ઇઝરાયલના બાટ યામ શહેરને શ્રેણીબદ્ધ વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું. ઇઝરાયલી પોલીસે જણાવ્યું હતું કે હુમલાઓમાં કોઈને ઈજા થઈ નથી પરંતુ તે મોટા આતંકવાદી હુમલા હતા. વિસ્ફોટો બાદ પીએમ નેતન્યાહૂ સંરક્ષણ પ્રધાન, આર્મી ચીફ અને શિન બેટ અને પોલીસ કમિશનરને મળ્યા હતા. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બાટ યામમાં વિવિધ સ્થળોએ અનેક બસોમાં થયેલા વિસ્ફોટોની […]

ટચુકડા દેશ ઇઝરાયેલના કાબિલે તારીફ લડાયક ઝનુનના મુળમાં એવુ તો શું છે ?

વિશ્વના નકશામાં માંડ જડે એવા ઇઝરાયેલનો આટલો આશ્ચર્યજનક વિકાસ કેવી રીતે થઇ શક્યો ?  ઇઝરાયેલ, પેલેસ્ટાઇન અને ગાઝાપટ્ટીનો મિડલ ઇસ્ટ વિસ્તાર આજકાલ સુર્ખીઓમાં છે. લોકોને દહેશત છે કે, જગત આખુ ત્રીજા વિશ્વયુધ્ધની કગાર ઉપર ઊભુ છે. સદીઓથી આ વિસ્તારમાં મોટા પાયે વિનાશ સર્જાતો આવ્યો છે. અનેક લોકોએ જાન ગુમાવ્યા છે. પોતાના પ્રદેશને છોડીને પલાયન થઇ […]

શનિવાર સુધીમાં બંધકો પાછા નહિ આવે તો ગાઝા યુદ્ધવિરામ સમાપ્ત થશે : ઇઝરાયલ

ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે, જો ગાઝામાં રાખવામાં આવેલા ઇઝરાયલી બંધકોને શનિવાર સુધીમાં પરત નહીં મોકલવામાં આવે તો હમાસ સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત થઈ જશે અને ઇઝરાયલ ગાઝામાં “ભીષણ લડાઈ” ફરી શરૂ કરશે. એક વીડિયો સ્ટેટમેન્ટમાં, બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેમના કેબિનેટ મંત્રીઓએ બપોરે ચાર કલાક ચાલેલી બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી હતી. […]

ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યું ગોલ્ડન પેજર

ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ટ્રમ્પને ખૂબ જ ખાસ ભેટ આપી હતી. વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા બાદ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમને ‘ગોલ્ડન પેજર’ ભેટમાં આપ્યું હતું. ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે પણ પુષ્ટિ આપી હતી કે નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને સોનાનું […]

ઈઝરાયેલે મુક્ત કરેલા પેલેસ્ટિનિયન કેદીઓ રામલ્લાહ પહોંચ્યા

ઈઝરાયેલે મુક્ત કરેલા પેલેસ્ટિનિયન કેદીઓના પરિવારજનો ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હતા, જ્યારે તેમના પ્રિયજનો સાથે પુનઃમિલન થયું ત્યારે ચોધાર આસુએ રડી પડ્યા. મોટી સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે એકઠા થયા હતા, નારા લગાવ્યા હતા અને ઉજવણીમાં ધ્વજ લહેરાવતા હતા. ઈઝરાયેલે ગાઝા યુદ્ધવિરામ અને હમાસ સાથે કેદી-બંધક વિનિમય કરારના ભાગરૂપે ગુરુવારે અગાઉ 110 પેલેસ્ટિનિયન અટકાયતીઓની મુક્તિ પૂર્ણ […]

ઈઝરાયલના PM નેતન્યાહુ અમેરિકા જશે, ગાઝા સહિતના મુદ્દા ઉપર થશે ચર્ચા

ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર આવતા અઠવાડિયે વોશિંગ્ટનની મુલાકાત લેશે. નેતન્યાહૂના કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. યુદ્ધવિરામ કરારના બીજા તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે નેતન્યાહુને “4 ફેબ્રુઆરીએ વ્હાઇટ હાઉસમાં મીટિંગ” માટે આમંત્રણ આપ્યું હતું. ઈઝરાયેલની સરકારી માલિકીની ‘કાન’ ટીવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code