1. Home
  2. Tag "Israel"

મીડલઈસ્ટમાં યુદ્ધ વધુ વકર્યું, ઈઝરાયલના પીએમના ઘરને હિઝબુલ્લાહએ બનાવ્યું નિશાન

નવી દિલ્હીઃ લેબનોને શનિવારે ઇઝરાયેલ સામે બદલો લેવા માટે હુમલા કર્યાં હોવાનું જાણવા મળે છે. ઇઝરાયેલના અખબાર હારેટ્ઝના અહેવાલ મુજબ લેબનોનથી ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો મધ્ય ઇઝરાયેલના શહેર સીઝેરિયામાં એક ઘર પર કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાનું નિશાન વડાપ્રધાન નેતન્યાહૂનું ઘર હતું. જોકે, નેતન્યાહુનું ઘર સુરક્ષિત છે. ઇઝરાયેલ […]

ઇઝરાયેલ પર હુમલાનો માસ્ટરમાઇન્ડ સિનવાર માર્યો ગયો

નવી દિલ્હીઃ હમાસે ઈઝરાયેલના હુમલામાં યાહ્યા સિનવરને માર્યાના દાવાને ફગાવી દીધો છે. બીજી તરફ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ હમાસ ચીફ યાહ્યા સિનવારની હત્યાની સત્તાવાર પુષ્ટિ કરી છે. એક નિવેદનમાં ઇઝરાયેલના પ્રધાનમંત્રીએ કહ્યું કે અમે “યાહ્યા સિનવાર” ને ખતમ કરી દીધો છે. જ્યારે હમાસ હજુ પણ દાવો કરી રહ્યું છે કે તેનો નેતા જીવિત છે. ગાઝા […]

ઈઝરાયલ ઉપર હુમલો કરનાર ઈરાન ઉપર અમેરિકાએ નવા પ્રતિબંધ લગાવ્યાં

નવી દિલ્હીઃ અમેરિકાએ તેના મિત્ર ઈઝરાયેલ પર હુમલાને લઈને આકરુ વલણ અપનાવ્યું છે. ઈઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલ હુમલાના પગલે વોશિંગ્ટને ઈરાનના ઓઈલ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટર પર નવા પ્રતિબંધો લાદ્યા છે. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, આ કાર્યવાહીથી ઈરાન પર નાણાકીય દબાણ વધશે. તે મહત્વપૂર્ણ ઉર્જા આવક પેદા કરવાની, પ્રદેશમાં સ્થિરતાને નબળી પાડવાની અને યુએસ ભાગીદારો […]

ઇઝરાયેલનો મધ્ય ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો, 28થી વધારેના મોત

નવી દિલ્હીઃ ઇઝરાયેલે મધ્ય ગાઝા પટ્ટીમાં એક શાળા પર હવાઈ હુમલો કરતા ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુને ઇજા થવા પામી છે. એક અહેવાલ અનુસાર ડેયર અલ-બલાહમાં રુફૈદા અલ-અસલામિયા સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી. આ શાળામાં વિસ્થાપિતોએ શરણ લીધી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર બે જુદા જુદા હવાઈ હુમલામાં શાળાના એ ઓરડાઓને […]

યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂએ જો બાઇડન સાથે ટેલિફોનિક વાતચીત કરી

નવી દિલ્હીઃ હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ લંબાયું છે, ઈઝરાયલ આતંકવાદી સંગઠન હમાસને સમર્થન આપતા હિઝબુલ્લાહ, હુથી સહિતના સંગઠનોને ટાર્ગેટ બનાવીને હુમલા કરી રહ્યાં છે. જેથી મીડલ ઈસ્ટમાં હાલ યુદ્ધની સ્થિતિ વધુ વણસી રહી છે. બીજી તરફ દુનિયાના તમામ દેશોની નજર હાલ મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ ઉપર મંડાયેલી છે. દરમિયાન ઇરાન સાથે […]

7મી ઓક્ટોબર જેવી ઘટના ફરી ન સર્જાય તે માટે કોઈપણ આતંકીને છોડીશું નહીઃ ઈઝરાયલ

તેલઅવીવઃ ઈઝરાયેલના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા એલેક્સ ગેન્ડલરે કહ્યું છે કે, ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરના હુમલા જેવી ઘટના ફરી ક્યારેય નહીં બને. અમે આતંકવાદીઓનો સફાયો કરીશું. તેમણે ઈરાન પર ઈઝરાયેલ વિરુદ્ધ પ્રોક્સી વોર લડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે ઈરાન ઈઝરાયેલને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અમારી સેના ઘણી મજબૂત છે અને અત્યારે અમે […]

ઈઝરાયેલે સીરિયામાં હિઝબુલ્લાના કમાન્ડરને નિશાન બનાવ્યો, હુમલામાં 7 ના મોત

નવી દિલ્હીઃ ઈઝરાયેલે સીરિયામાં કુખ્યાત હિઝબુલ્લાહ કમાન્ડરને નિશાન બનાવ્યો હતો. બે ઇઝરાયેલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 8 ઓક્ટોબરના રોજ ઇઝરાયેલના સુરક્ષા દળોએ સીરિયાની રાજધાની દમાસ્કસમાં રહેણાંક મકાન ઉપર શ્રેણીબદ્ધ હવાઈ હુમલા કર્યા હતાં. આ હુમલો ઈરાની એમ્બેસી પાસે કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ હથિયારોની દાણચોરીમાં સામેલ હિઝબુલ્લાહ કમાન્ડરને નિશાન બનાવ્યો હતો. હુમલામાં કોઈ ઈરાની નાગરિક માર્યા […]

ગાઝાની મસ્જિદો ‘હમાસ બેઝ’ છે! ઇઝરાયેલના હવાઈ હુમલામાં 24 વ્યક્તિના મોત

ઈઝરાયેલે રવિવારે (6 ઓક્ટોબર) ગાઝા મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે, જ્યારે 93 લોકો ઘાયલ થયા છે. આ હુમલો મધ્ય ગાઝા પટ્ટીમાં દેર અલ-બાલાહમાં અલ-અક્સા હોસ્પિટલ પાસેની એક મસ્જિદ પર થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે વિસ્થાપિત લોકો પણ […]

ઈઝરાયલે બેરૂતના દક્ષિણી ઉપનગરો ઉપર કર્યાં હવાઈ હુમલા

નવી દિલ્હીઃ મીડલ ઈસ્ટમાં યુદ્ધની વચ્ચે લેબનોન પર ઇઝરાયેલના હુમલા ચાલુ છે. ઇઝરાયેલી સેનાએ બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં 30 થી વધુ હવાઈ હુમલા કર્યા છે. લેબનીઝ મીડિયાએ આ હુમલાઓને અત્યાર સુધીના સૌથી હિંસક હુમલા ગણાવ્યા છે. ઈઝરાયેલે કહ્યું કે. તેણે હિઝબુલ્લાહના હથિયારોના ડેપોને નિશાન બનાવ્યું છે. દરમિયાન ઈઝરાયેલી સેનાએ રવિવારે એક મસ્જિદ પર હવાઈ હુમલો કર્યો […]

ઈઝરાયેલના હવાઈ હુમલાને વચ્ચે લેબનોનમાં વિસ્થાપિતની સંખ્યા વધીને લગભગ 12 લાખ થઈ

નવી દિલ્હીઃ ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે લેબનોનમાં વિસ્થાપિત લોકોની કુલ સંખ્યા વધીને લગભગ 12 લાખ થઈ છે. ગઈ કાલે લેબનીઝ મંત્રીમંડળ પરિષદ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ મોટા ભાગના વિસ્થાપિતો અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી ગયા છે, પરિવાર સાથે રહ્યા છે, રહેવાની જગ્યાઓ ભાડે લીધી છે અથવા જાહેર અથવા ખાનગી જગ્યાઓમાં આશ્રય મેળવ્યો છે, જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code