સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જલાલપોરમાં સવા પાંચ ઈંચ
ગાંધીનગરઃ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકામાં અડધાથી સવા પાંચ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જલાલપોરમાં સવા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે નવસારી શહેરમાં સવા ચાર ઈંચ અને ગણદેવીમાં બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરતના મહુવા અને તાપીમાં વાલોદમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો હતો. […]