ઓખાઃ જેટી બાંધકામ દરમિયાન અકસ્માતમાં ત્રણના મોત
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં બુધવારે જેટી નિર્માણમાં ઉપયોગમાં લેવાતી ક્રેન તૂટી પડતાં એન્જિનિયર સહિત ત્રણ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં એક સુપરવાઈઝર અને એક કાર્યકરનો પણ સમાવેશ થાય છે. દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાએ ઘટનાની પુષ્ટિ કરી છે. જિલ્લા કલેકટરે કહ્યું હતું કે, ત્રણ લોકોના મોતની ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઓખા મરીન પોલીસે […]