1. Home
  2. Tag "jharkhand"

ઝારખંડઃ રાહુલ ગાંધીને હેલિકોપ્ટરને ટેક ઓફ કરવાની મંજુરી નહીં અપાતા વિવાદ સર્જાયો

નવી દિલ્હીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર શુક્રવારે અટકાવવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ક્લિયરન્સના અભાવે રાહુલના હેલિકોપ્ટરને ટેક ઓફ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર મહાગામામાં અટકાવવામાં આવ્યું હતું. દરમિયાન કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, રાહુલનું હેલિકોપ્ટર લગભગ પોણા કલાક સુધી રોકાયેલું હતું. પીએમ […]

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં આદ આદમી પાર્ટી નહીં ઝંપલાવે !

મુંબઈઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા માટે ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે. રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. પાર્ટીએ ચૂંટણી લડવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સૂત્રોનું કહેવું છે કે આમ આદમી પાર્ટી મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી નહીં લડે. આમ આદમી પાર્ટી પોતાનું […]

ઝારખંડમાં જલ જીવન મિશન યોજનામાં ગેરરીતી મામલે ઈડીની કાર્યવાહી

ઈડીએ ઝારખંડમાં 20 સ્થળો ઉપર સાગમડે પાડ્યાં દરોડા પાટનગર રાંચીથી ચાઈબાસા સુધી ઈડી ની ટીમોએ દરોડા પાડ્યા નવી દિલ્હીઃ ઝારખંડમાં જલ જીવન મિશન અંતર્ગત ગેરરીતિના કેસમાં ઈડીએ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. દરમિયાન આજે રાજકીય આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓના લગભગ 20 સ્થળો ઉપર ઈડીએ દરોડા પાડ્યાં હતા. દરોડાના પગલે સરકારી વિભાગોમાં ખળભળાટ મચી ગયો છે. […]

ઝારખંડઃ PM મોદીએ રૂ. 80,000 કરોડથી વધુ મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડનાં હઝારીબાગમાં રૂ. 80,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. મોદીએ ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો, 40 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ્સ (ઇએમઆરએસ)નું ઉદઘાટન કર્યું હતું અને 25 ઇએમઆરએસ માટે શિલારોપણ કર્યું હતું તથા પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન […]

પીએમ 2 ઓક્ટોબરે ઝારખંડની મુલાકાત લેશે, કરોડોના વિકાસ કાર્યોનો કરાવશે આરંભ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઑક્ટોબર 2024ના રોજ ઝારખંડની મુલાકાત લેશે. બપોરે લગભગ 2 વાગ્યે, તેઓ ઝારખંડના હજારીબાગમાં રૂ. 83,300 કરોડથી વધુ મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ, લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. સમગ્ર દેશમાં આદિવાસી સમુદાયોના વ્યાપક અને સર્વગ્રાહી વિકાસની ખાતરી કરવાની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી કુલ રૂ. 79,150 કરોડથી વધુના ખર્ચ સાથે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ […]

ઝારખંડઃ બોકારો પાસે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા, ટ્રેન વ્યવહારને અસર

રાંચીઃ ઝારખંડના બોકારોમાં તુપાકડીહ સ્ટેશન પાસે માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેના કારણે ટ્રેનોની અવરજવરને અસર થઈ હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બાદ 15 ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. સાઉથ ઈસ્ટર્ન રેલવેના આદ્રા ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) સુમિત નરુલાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, “ગત રાત્રે લગભગ […]

30 ઓગસ્ટે સત્તાવાર રીતે ભાજપમાં જોડાનારા ચંપાઇ સોરેન કેમ પાર્ટી માટે ઉપયોગી ? કઇ વોટબેંક સાધવાનો પ્રયાસ ?

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેનને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો આખરે સોમવારે અંત આવ્યો. આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના સહ-પ્રભારી હિમંતા બિસ્વા સરમાએ સોમવારે મોડી રાત્રે માહિતી આપી હતી કે ચંપાઈ સોરેન શુક્રવારે (30 ઓગસ્ટ) ભાજપમાં જોડાશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટર પર લખ્યું, “ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને આપણા દેશના પ્રતિષ્ઠિત આદિવાસી નેતા ચંપાઈ […]

પત્ની કે પ્રેમીકા સાથે ઝારખંડના આ ફેમસ હિલ સ્ટેશન ફરવા જાઓ, યાદગાર બનશે તમારી ટ્રિપ

તમે પણ તમારી પત્ની કે પ્રેમિકા સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જવા માંગતા હશો અને તમે ઝારખંડ કે રાજ્યાના આજુબાજુના રહેવાશી છો તો ઝારખંડના આ હિલ-સ્ટેશન પર જઈ શકો છો. લગન પછી તમે પણ તમારી મહેબૂબા સાથે ઝારખંડના આ હિલ સ્ટેશન પર ફરવા જઈ શકો છો. જો લગ્ન પછી તમે પતિ-પત્ની કી સારી જગ્યાએ ફરવા […]

સંતોષ ગંગવારે ઝારખંડના 12મા રાજ્યપાલ તરીકે શપથ લીધા

નવી દિલ્હીઃ સંતોષ ગંગવારે બુધવારે સવારે ઝારખંડના 12મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. ઝારખંડ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ સુજીત નારાયણ પ્રસાદે રાંચીમાં રાજભવનના બિરસા પેવેલિયનમાં આયોજિત એક સમારોહમાં તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શપથ લીધા બાદ મુખ્યમંત્રી હેમંત સોરેને તેમને શુભેચ્છા પાઠવી હતી. શપથ ગ્રહણ પ્રસંગે ઝારખંડ વિધાનસભાના અધ્યક્ષ રવિન્દ્રનાથ મહતો, રાજ્ય સરકારના અનેક […]

ઝારખંડના ચક્રધરપુર નજીક હાવડા-મુંબઈ મેલ પાટા પરથી ઉતરતા 2 મોત, 50 ઘાયલ

નવી દિલ્હીઃ ઝારખંડના ચક્રધરપુર રેલવે ડિવિઝનમાં મંગળવારે સવારે 4 વાગ્યે એક મોટી ટ્રેન દુર્ઘટના ઘટી. હાવડાથી મુંબઈ જતી 12810 મુંબઈ મેલને રાજખારસાવન-બડાબામ્બો સ્ટેશન વચ્ચે અકસ્માત નડ્યો. ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં બે મુસાફરોના મોત થયા છે, જ્યારે 50 મુસાફરો ઘાયલ થયા છે. રેલવેની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code