1. Home
  2. Tag "jharkhand"

ઝારખંડઃ કેપ્ટિવ-કોમર્શિલયલ બ્લોકસમાં લગભગ 37.3 મિલિયન ટન કોલસાના ઉત્પાદનનો અંદાજ

નવી દિલ્હીઃ ઝારખંડમાં કેપ્ટિવ અને કોમર્શિલયલ બ્લોકસમાં લગભગ 37.3 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન થવાની કોલસા મંત્રાલય દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે. કોલસા મંત્રાલયના અધિક સચિવ અને નોમિનેટેડ ઓથોરિટીએ ઝારખંડમાં 20 નોન-ઓપરેશનલ કેપ્ટિવ અને કોમર્શિયલ કોલ બ્લોક્સની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન, ઝારખંડના નિયામક (ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર) સાથે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય […]

ઝારખંડઃ હેમંત સોરેનની મુશ્કેલી વધી, સદસ્યતા રદ કરવાની ચૂંટણી પંચની ભલામણ

નવી દિલ્હીઃ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની સદસ્યતા રદ કરવામાં આવે તેવી શકયતા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યપાલને પત્ર મોકલ્યો છે. કમિશને આ ભલામણ સોરેન વતી તેમના નામે ખાણ કરાવવાના મામલે કરી છે. ભાજપનો આરોપ છે કે હેમંત સોરેને પોતાને પથ્થરની ખાણની લીઝ ફાળવી હતી. તેમણે તેને ભ્રષ્ટાચાર ગણાવ્યો હતો. હેમંત પાસે રાજ્ય કેબિનેટમાં ખાણ-ફોરેસ્ટ મંત્રીનો […]

ઝારખંડઃ 3 વર્ષના સમયગાળામાં વિવિધ એન્કાઉન્ટરમાં 51 નક્સલવાદી ઠાર મરયાં, 1526ની ધરપકડ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદ અને નકસલી પ્રવૃતિને નાથવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દરમિયાન ઝારખંડમાં 2019થી 2022 સુધીના 3 વર્ષના ગાળામાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં કુલ 51 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. જ્યારે ઘણા ટોચના કમાન્ડરો સહિત 1526 નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશક નીરજ સિન્હાએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોની […]

બિહાર-ઝારખંડની 60 જેટલી શાળામાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા, શિક્ષણ વિભાગમાં ખળભળાટ

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં શૈક્ષણિક સંસ્થાઓમાં દર રવિવારે જાહેર રજા હોય છે જો કે, ઝારખંડ અને બિહારની કેટલીક શાળાઓમાં રવિવારને બદલે શુક્રવારે જાહેર રજા આપવામાં આવતી હોવાનું સામે આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ સ્કૂલોમાં રવિવારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઝારખંડના જામતાડા પછી દુમકા જિલ્લાની 33 સ્કૂલો અને બિહારના […]

ઝારખંડ:સીએમ હેમંત સોરેનની મોટી જાહેરાત,ઘરે રોપા વાવવા માટે મળશે ‘મફત વીજળી’

રાંચી:પર્યાવરણ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે ઝારખંડની હેમંત સોરેન સરકારે એક મોટી જાહેરાત કરી છે. હવે શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને ઘર કે કેમ્પસમાં રોપા વાવવા માટે વીજળી બિલમાં મુક્તિ મળશે. રાંચીમાં વન મહોત્સવને સંબોધતા સીએમ સોરેને જણાવ્યું હતું કે, જે પરિવારો તેમના ઘરના કેમ્પસમાં રોપા વાવે છે તેમને પ્રતિ પ્લાન્ટ પાંચ મિનિટ માટે મફત વીજળી આપવામાં […]

ઝારખંડના રાચીંમાં પશુ તસ્કરી કરતા વાહનને અટકાવતા મહિલા ઈન્સપેક્ટરને કચડી નાખી મોતને ઘાટ ઉતારવામાં આવી

રાચીંમાં ચોંકાવનારી ઘટના પશુ તસ્કરી કરતા વાહનને અટકાવતા મહિલા ઈન્સપેક્ટરને મળ્યું મોત રાંચીઃ- દેશભરમાં અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે કેટલીક ઘટનાઓથી આપણું પણ હ્દય કાંપી ઉઠે છે ત્યારે આજરોજ ઝાંરખંડની રાજધાની રાચીંમાંથી આવી જ એક ચોંકવનારી ઘટના સામે આવી છે કે જેમાં મહિલા ઈન્સપેક્ટરને ફરજ બજાવતા દરમિયાન બદલામાં મોત મળ્યું છે દેશની સેવામાં લાગેલી […]

ઝારખંડના જામતારાથી કસ્ટમર કેરના નામે ફોન કરીને લોકોને છેતરતી ગેન્ગના 7 શખસો પકડાયાં

સુરત : લોકોને મોબાઈલ પર ફોન કરીને બેન્કમાંથી બોલું છું, કહીને ઓટીપી મેળવીને ઠગતી ગેન્ગના સાત શખસોને સુરતની ક્રાઈમ બ્રાન્ચે ઝારખંડના જામતારા જઈને દબોચી લીધા હતા. જામતારા શહેર મિરઝાપુર તરીકે ઓળખાય છે. અહીંના લોકો દ્વારા ગુનાખોરીની દુનિયામાં અલગ જ મોરસ ઓપરેન્ડીથી ગુના કરવામાં આવે છે. અલગ અલગ કુરિયર કંપનીના બોગસ કસ્ટમર કેર નંબર ગુગલ પર […]

ઝારખંડ: મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારની 100 સ્કૂલમાં રવિવારની બદલે હવે શુક્રવારની રજા !

નવી દિલ્હી: ઝારખંડની કેટલીક શાળાઓમાં મુસ્લિમ દ્વારા પ્રાર્થનામાં ફેરફાર કરવાની ઘટના હજુ ભુલાય નથી, ત્યાં વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ઝારખંડ વિસ્તારમાં 100 થી વધારે સ્કૂલોમાં રવિવારની રજાને બદલે હવે શુક્રવારની રજા નક્કી કરી દેવામાં આવી છે, એટલું જ નહીં ઉર્દુ સ્કૂલ નામના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર […]

ઝારખંડઃ સ્કૂલમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતા પ્રાર્થનામાં ફેરફાર કરાયો, વિવાદ ઉભો થતા અધિકારીઓ દોડતા થયાં

નવી દિલ્હીઃ ઝારખંડના ગઢવા જિલ્લાના સદર બ્લોક અંતર્ગત કોરવાડીહ સ્થિત સરકારી અપગ્રેડેડ સ્કૂલમાં ધર્મના નામે નવો વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એવા આક્ષેપો છે કે મુસ્લિમો, જેઓ વિસ્તારની બહુમતી વસ્તી ધરાવે છે, તેઓએ કંઈક મનસ્વી કરવાનો પ્રયાસ કર્યો છે અને શાળામાં પ્રાર્થનાના સમયમાં ફેરફાર કર્યો હતો. મુસ્લિમ સમાજના લોકો પર આરોપ છે […]

ઝારખંડઃ મોસ્ટ વોન્ટેડ નક્સલવાદીની હથિયાર સાથે ધરપકડ

નવી દિલ્હીઃ ઝારખંડમાં નક્સલવાદીઓ વિરુદ્ધ પોલીસ અભિયાન ચાલી રહ્યું છે. દરમિયાન પલામુ જિલ્લા હેઠળના મનાતુ પોલીસ સ્ટેશન વિસ્તારના બેટાપથર ગામમાં, પોલીસે અંડરગ્રાઉન્ડ નક્સલવાદી સંગઠન ‘થર્ડ કોન્ફરન્સ પ્રેઝન્ટેશન કમિટી’ (TSPC) ના સ્વયંભૂ એરિયા કમાન્ડર રાજકુમાર ગંઝૂની હથિયાર સાથે ધરપકડ કરી હતી. પોલીસ અધિક્ષક ચંદન કુમાર સિન્હાએ જણાવ્યું હતું કે, રાજકુમાર ગંઝુ ઉર્ફે ગીરેન્દ્ર ઉર્ફે નીતીશને છેલ્લા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code