જામનગરના જોડિયા તાલુકામાં 6 કલાકમાં 7.5 ઈંચ વરસાદ,ઊંડ-2 ડેમના 3 દરવાજા ખોલાયાં
જામનગર : સૌરાષ્ટ્રમાં ચોમાસું જામ્યું છે. મેઘરાજા જામનગર પંથક પર વધુ હેત ઉભરાવી રહ્યા છે. રાજ્યમાં આજે દિવસ દરમિયાન 113 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં જામનગરના જોડિયા તાલુકામાં સાડા સાત ઈંચ વરસાદ પડતા લોકોની હાલત કફોડી બની હતી. જામનગરના જોડિયા તાલુકામાં ફરી એકવાર પૂર સ્થિતિ સર્જાઈ છે. જોડિયામાં આજે સવારથી જ વરસાદ તૂટી પડ્યો હતો. […]