અમદાવાદના કાળુપુર શાકમાર્કેટમાં ભીષણ આગમાં 26 દુકાનો અને નાના થડા બળીને ખાક
અમદાવાદઃ શહેરના કાળુપુર વિસ્તારમાં આવેલી હોલસેલ શાકમાર્કેટમાં મધરાત બાદ આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી.શાકભાજીની એક દુકાનમાં આગ લાગ્યા બાદ જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આજુબાજુમાં આવેલી દુકાનોને ઝપેટમાં લઈ લીધી હતી. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરતાં 10 જેટલી ગાડીઓ સાથે અધિકારી તેમજ ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવી આગને […]


