પાલનપુર નજીક ખેમાણા ટોલનાકા પર સ્થાનિક લોકોને મુક્તિ આપવામાં નહીં આવે તો આંદોલન કરાશે
પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુર નજીક હાઈવે પર ખેમાણા ટોલટેક્સ નાકાને લીધે આજુબાજુ ગામના સ્થાનિક લોકોને પણ ટોલટેક્સ ભરવાની ફરજ પડી રહી છે. ખેડૂતો વાહન લઈને પોતાના સીમ-ખેતરે જતાં વચ્ચે ટોલનાકું આવતું હોવાથી ટોલ ટેક્સ ભરવાની ફરજ પડી રહી છે. આથી આજુબાજુના ગામડાંના લોકોને ટોલટેક્સમાંથી મુક્તિ માટે ખેડૂતોની બેઠક મળી હતી. ઈકબાલગઢ ગંજ બજારમાં અમીરગઢ, ઈકબાલગઢ, વિરમપુર […]


