લો બોલો, મધ્યપ્રદેશમાં 27 પોપટને કોર્ટમાં હાજર કરાયાં, જાણો કારણ
મધ્યપ્રદેશના ખંડવાથી એક અનોખા સમાચાર સામે આવ્યા છે. અહીં બે યુવકોએ 27 પોપટ પકડ્યા અને પછી તેમને પાંજરામાં કેદ કર્યા. આ સમાચાર મળતા જ ફોરેસ્ટની ટીમે બંને યુવકોની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા પોપટ ગુલાબની રીંગવાળા પોપટ હતા, તેને પકડવો, ખરીદવો, વેચવો અને તેને પાંજરામાં રાખવા પણ ગુનો છે. પોપટને પણ દરબારમાં લાવવામાં આવ્યા હતા. […]