1. Home
  2. Tag "kutch"

કચ્છના પચ્છમ પંથકમાં ઊંટની સંખ્યા 845થી ઘટીને 475 થતા માલધારીઓ બન્યા બેકાર

રણોત્સવ દરમિયાન માલધારીઓ ઊંટ સવારી કરીને રોજગારી મેળવે છે બન્ની વિસ્તારમાં ઊંટડીના દૂધ કલેકશન કેન્દ્ર ન હોવાથી આવક પર અસર ઉદ્યાગો વધતા ઊંટ માટે ચરિયાણ અને પાણીની પણ સમસ્યા ભૂજઃ કચ્છના પચ્છમ પંથકમાં માલધારીઓ ઊંટ પાલનનો વ્યવસાય કરીને રોજગારી મેળવતા હોય છે. ત્યારે છેલ્લા વર્ષોથી ઊંટની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. પચ્છમ પંથકના 12 સમુદાયોમાં […]

કચ્છઃ BSFના જવાને ભારત-પાકિસ્તાનની સીમા ઓળંગતા પાકિસ્તાની રેન્જરે અટકાયત કરી

ભુજઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ત્યારે સીમા પરથી વધુ એક સમાચાર આવ્યા છે. જ્યાં સીમા સુરક્ષા દળ (BSF)ના એક જવાનને પાકિસ્તાની રેન્જર દ્વારા અટકાયત કરવામાં આવી છે. BSFનો આ જવાન અજાણતાં સરહદ ઓળંગી ગયો હતો ત્યાર બાદ તેની અટકાયત થઈ હતી. બીએસએફના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના […]

કચ્છમાં ગઈ મધરાતે ભૂકંપનો 5ની તિવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ

અંજારના દુધઈથી 17 કિમી દૂર ઉત્તર-પૂર્વ દિશામાં કેન્દ્રબિંદુ લોકો ભરઊંધમાંથી સફાળા જાગી ઘરની બહાર દોડી ગયા કચ્છમાં સમયાંતરે ભૂકંપના હળવા આંચકા નોંધાતા હોય છે ભૂજઃ કચ્છમાં ગઈકાલે રાત્રે 11.26 કલાકે 5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ભરઊંઘમાં ઘરની બહાર દોડી આવ્યા હતા.કચ્છમાં લાંબા સમય બાદ મધરાતે ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી મશીન […]

કચ્છના અફાટ રણમાં ગુમ થયેલા ઈજનેર યુવાનનો ત્રણ દિવસથી કોઈ પત્તો નથી

સોલાર પ્રજેક્ટના સર્વે માટે ઈજનેર સહિત 3 યુવાનો રણ વિસ્તારમાં ગયા હતા બેને બચાવી લેવાયા, એકનો પત્તો ન લાગ્યો બીએસએફ અને પોલીસના જવાનોએ ડ્રોન કેમેરા સાથે રણ વિસ્તાર ખૂંદી નાંખ્યો ભૂજઃ કચ્છના રાપર તાલુકાના બેલા મૌઆણા નજીક આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા રણ વિસ્તારમાં સોલાર માટેના સર્વે કરવા ગયેલા એક ઈજનેર સહિત ત્રણ યુવાનો અફાટ રણમાં ભૂલા […]

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી આઠ એપ્રિલ સુધી હિટવૅવની આગાહી

અમદાવાદઃ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી આઠ એપ્રિલ સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની- હિટવૅવની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન દરિયાઈ જિલ્લાઓમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની શક્યતા છે.બીજી તરફ, આઠ એપ્રિલ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદની પણ આગાહી છે. રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ […]

કચ્છના સુરજબારી-શિકારપુર હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરે પલટી ખાધી

રોડ સાઈડના ખાબોચિયું પેટ્રો કેમિકલથી ભરાઈ ગયુ આસપાસના લોકો વાસણો લઈને તેલ સમજીને કેમિકલ ભરવા દોડી આવ્યા હાઈવે પર ટ્રાફિક જામ થતાં બે ક્રેઈન મંગાવીને ટેન્કરને હટાવાયું ભૂજઃ કચ્છના પ્રવેશ દ્વાર સમા સુરજબારી અને શિકારપુર વચ્ચે વહેલી સવારે કંડલાથી મોરબી તરફ જતું પેટ્રો કેમિકલ ભરેલું ટેન્કર અચાનક બેકાબૂ બની હાઈવે પર પલટી ગયું હતું. આ […]

અમરેલી, કચ્છ, સુરત અને બનાસકાંઠામાં કાળઝાળ ગરમી વચ્ચે વોર્મ નાઈટની અનુભુતી

ગાંધીનગરઃ માર્ચ મહીના આવતા આવતા ગરમીએ રાજ્યમાં માઝા મૂકી દીધી છે. ગરમી એ હદે વધી રહી છે કે લોકો આકુળવ્યાકુળ થઇ રહ્યા છે. 14 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું. દિવસમાં તો ગરમી રહી પણ કેટલાક જીલ્લામાં રાત્રે પણ ખુબ જ ગરમી પડી અને હજુ પણ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી […]

કચ્છમાં બે વર્ષમાં 4088 ખેડૂતોએ ટ્રેક્ટરની ખરીદી માટે સરકાર પાસેથી સહાય લીધી

ગાંધીનગરઃ ખેતીને વધુ નફાકારક બનાવીને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર મૂક્યો છે. ગુજરાતના ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મૂકી હતી. ગુજરાતના મહત્તમ ખેડૂતો ટ્રેક્ટરથી ખેતી કરી શકે તે માટે આ વર્ષના બજેટમાં ટ્રેક્ટર પર અપાતી સહાયમાં […]

કચ્છમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા, લોકોમાં ફેલાયો ભય

ગાંધીનગરઃ ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) અનુસાર, પહેલો ભૂકંપ સવારે 11:12 વાગ્યે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર જિલ્લામાં રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં હતું. જે બાદ 2.8 ની તીવ્રતાનો બીજો ભૂકંપ અનુભવાયો, જેનું […]

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનું યલો એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી

અમદાવાદ: રાજ્યમાં ઠંડા પવાનોનું જોર ઘટતા હવે ગરમીનો પારો વધી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે… અનેક શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે .. રાજ્યમાં ઠંડા પવાનોનું જોર ઘટતા હવે ગરમીનો પારો વધી રહ્યો છે … રાજ્યમાં સૌથી વધુ તાપમાન ભુજમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code