કચ્છ યુનિવર્સિટીમાં ભરતીના નિયમોમાં ફેરફાર કરીને કરાયેલી ગેરકાયદે નિમણૂંકો રદ
સીધી ભરતી અને બઢતીના રેશીયા અંગેના નિયમોનો ભંગ કરાયો હતો, ઉચ્ચ શિક્ષણની કચેરીને અલગ અલગ રજૂઆતો અને ફરિયાદો મળી હતી, પ્રશ્નપત્ર અને OMR સીટને સલામત રીતે રાખવામાં ગંભીરતા દાખવવામાં આવી નહોતી. ભૂજઃ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં ભરતીના મુદ્દે વિવાદ ચાલી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા આસી. રજીસ્ટ્રારની ભરતી પ્રક્રિયામાં નિયમોનો ભંગ અને ગેરરીતિ આચરવામાં […]