1. Home
  2. Tag "kutch"

કચ્છમાં કરાર આધારિત આરોગ્ય વિભાગના 400 કર્મચારીઓ બે મહિનાથી પગારથી વંચિત

ભૂજઃ કચ્છ જિલ્લાના આરોગ્ય વિભાગમાં 400થી વધુ કર્મચારીઓ કરાર આધારિત છે. આવા કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગારથી વંચિત છે. જેના કારણે કર્મચારીઓની હાલત કફોડી બની છે. એજન્સી દ્વારા કરાર આધારિત કર્મચારીઓને નિયમિત પગાર કરવામાં આવતો નથી. આ અંગે કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરતા તેમણે એકાદ સપ્તાહમાં પગાર થઈ જશે એવી હૈયાધારણ આપી […]

કચ્છમાં જખૌ નજીક દરિયા કાંઠેથી BSF અને NCBના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ડ્રગ્સના 9 પેકેટ મળ્યા

ભૂજઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે. જેમાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કચ્છના દરિયા કિનારેથી બીન વારસી ડ્રગ્સના પેકેટો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જખૌ નજીકના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી બીએસએફ અને એનસીબીના જવાનોને પેટ્રોલીંગ દરમિયાન માદક પદાર્થના 9 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. આ પહેલા મળી આવેલા ડ્રગ્સના પેકેટ જેવા જ કુલ 10 […]

કચ્છની લાલ-પીળી મીઠી ખારેકની ઈમ્પોર્ટ ડ્યુટી વધારતા બાંગ્લાદેશમાં નિકાસ નહીં થાય

ભુજ: કચ્છની લાલ પીળી મીઠીં દેશી ખારેક એ ક્છી મેવા તરીકે જાણીતી છે, કચ્છી ખારેકની સૌથી વધુ નિકાસ થતી હતી. તેવા બાંગ્લાદેશમાં સરકારની ઇમ્પોર્ટ ડ્યુટીના વધારાના કારણે નિકાસ નહીં થાય. જેથી ખેડૂતોએ પોતાનો માલ સ્થાનિક બજારોમાં વેચવાની ફરજ પડશે. બાંગ્લાદેશ સિવાય પણ લંડન, દુબઈમાં પણ કચ્છની ખારેકની નિકાસ કરવામાં આવે છે. ઉપરાંત  દેશના વિવિધ રાજ્યોમાં […]

કચ્છના બન્ની વિસ્તારમાં ગોરેવાલી ગામે ગોદામમાં આગ લાગતા લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાક

ભુજઃ તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલા ગોરેવાલી ગામમાં વન વિભાગ હસ્તકના ઘાસના ગોદામમાં એકાએક ભીષણ આગ ફાટી નિકળી હતી. મધરાતે લાગેલી આગ બીજા દિવસે બપોર સુધી કાબુમાં આવી નહતી. આગમાં એક લાખ કિલો ઘાસ બળીને ખાક થયુ હતું. ભૂજ તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલા ગોરેવાલી ગામ નજીક ભીષણ આગ લાહી હતી. ધોરડોથી 6 કિલોમીટર દૂર સફેદ રણ […]

કચ્છના સુરજબારી બ્રિજ પર સર્જાયો ટ્રાફિક જામ, 6 કિમી લાંબી વાહનોની લાગી લાઈનો

ભૂજઃ કચ્છ-મોરબી હાઈવે પર સતત ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેમાં સુરજબારી બ્રિજ પર ટ્રાફિકજામના આવાર-નવાર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રોજબરોજ હાઈવે પર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે. તેના લીધે જામ થયેલા ટ્રાફિકને ક્લિયર કરવામાં કલાકો વિતી જતાં હોય છે. સુરજબારી બ્રિજ નજીક  બુધવારે વહેલી સવારે બે કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો […]

કચ્છના નાના રણમાં ઘુડખરની ગણતરી આગામી 21 અને 22 મેના રોજ હાથ ધરાશે

અમદાવાદઃ રાજ્ય વનવિભાગ દ્વારા આગામી 21 અને 22 મે ના રોજ ગણતરી હાથ ધરવામાં આવશે. સમગ્ર એશિયામાં ફક્ત કચ્છના નાના રણમાં જ જોવા મળતા ઘુડખરની રાજ્ય વનવિભાગ દ્વારા આગામી 21 અને 22 મે ના રોજ ગણતરી હાથ ધરવામાં આવશે. આ માટે વન વિભાગના વરિષ્ઠ અધકારી સંદીપકુમાર દ્વારા ગણતરીમાં જોડાયેલા વનવિભાગના કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. […]

ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર, કચ્છમાં હીટવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ગરમીએ પોતાની ચરમસીમા વટાવી દીધી છે. ત્યારે અમદાવાદમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અગાઉ અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં યલો એલર્ટ પણ જાહેર કરાયેલું છે. ત્યારે હવામાન વિભાગે કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં 32 ડિગ્રીથી […]

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કચ્છ, વલસાડ, પોરબંદર અને ભાવનગરમાં હિટવેવની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના આરંભ સાથે જ કાળઝાળ ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરી છે. આ ઉપરાંત રાજ્યના ચાર જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કામ વિના બહાર નહીં નીકળવા માટે લોકોને તાકીદ કરી  છે. દેશના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર […]

કચ્છની વર્ષો જુની હસ્તકલા અજરખ’ને મળ્યો GI ટેગ, નવી ઓળખ મળતા હસ્ત કારીગરોને લાભ થશે

ભૂજઃ કચ્છ પ્રદેશની હસ્તકલા અજરખ’ને GI ટેગ મળતા હવે વૈશ્વિક સ્તરે ઝળકેલી અજરખની કળાની ખ્યાતિ ચોમેર પ્રસરશે. 500 વર્ષ જૂની અજરખ કલાને જ્યોગ્રોફિક્લ ઈન્ડિકેશન મળતા હવે કચ્છના કલાકારો હરખાયા છે. છેલ્લાં 10 વર્ષોથી કલાકારો દ્વારા આ ટેગ મેળવવા પ્રયાસો કરાઈ રહ્યા હતા. ત્યારે આખરે હવે કચ્છી હસ્તકલાને નવી ઓળખ મળી છે. અમદાવાદમાં જીઆઈ રજિસ્ટ્રાર ઉન્નત […]

કચ્છમાં એક જ દિવસમાં ત્રણ સ્થળોએ ઝાડીમાં લાગેલી આગને ભારે જહેમત બાદ ફાયર વિભાગે બુજાવી

ભૂજઃ કચ્છમાં સોમવાર સુધી માવઠાનું વાતાવરણ રહ્યા બાદ મંગળવારથી ફરી તાપમાનમાં વધારો થયો છે. ત્યારે એક જ દિવસમાં ઝાડી-ઝાંખરામાં આગ લાગવાના ત્રણ બનાવો બન્યા હતા.આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈને ભારે જહેમત બાદ આગને બુજાવી દીધી હતી. ત્રણેય સ્થળે ફાયર વિભાગની તાકીદની કામગીરી થી જાનમાલની નુકશાની ટળી હતી. ભચાઉના ફાયર બ્રિગેડના સૂત્રોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code