1. Home
  2. Tag "kutch"

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ શનિવારે કચ્છની મુલાકાતે, વિવિધ વિકાસકાર્યોનો કરાવશે પ્રારંભ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાત દરમિયાન વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. અમિત શાહ આવતીકાલે સવારે ગાંધીધામ સ્થિત ઇફ્કો નેનો યુરિયા પ્લાન્ટનું ભૂમિપુજન કરશે. ત્યારબાદ તેઓ કચ્છના કોટેશ્વર ખાતે બીએસએફની વિવિધ પરિયોજનાઓનું ઇ-લોકાર્પણ કરશે. ત્યાંથી તેવો હરામીનાળા વિસ્તારની મુલાકાત લેશે. ગૃહમંત્રી સાંજે ભૂજની જેલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત […]

કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં મળશે

ગાંધીનગરઃ કચ્છને નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી વર્ષ 2025 સુધીમાં આપવાની કામગીરી પૂર્ણ થવાથી અંજાર, મુન્દ્રા, માંડવી, ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, અને રાપરના 130 જેટલા ગામોના અંદાજે 1.72 લાખથી વધુ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળતો થશે. તત્કાલીન મુખ્યમંત્રી  અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પાણી, ઉદ્યોગો, પ્રવાસન સહિતના વિકાસ કામોનો મહત્તમ લાભ કચ્છને મળે તે […]

કચ્છ: સીસીટીવી કેમેરા અને વાઇફાઇની સુવિધા સાથે ભીમાસર બન્યું સ્માર્ટ ગામ

ભીમાસરની મુલાકાત નેપાળના પૂર્વ તેમજ અત્યારના વડાપ્રધાન લઈ ચૂક્યા છે ગામને રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના ઘણા એવોર્ડ પણ મળ્યાં અમદાવાદઃ અંદાજે 15,000ની વસ્તી ધરાવતા ભીમાસર ગામમાં પાકા રોડ રસ્તા, પાણીની 24 કલાક સુવિધા, સ્ટ્રીટ લાઇટો, ડિજિટલ પંચાયત, સીસીટીવી કેમેરા તેમજ વાઇફાઇની સુવિધા છે. ભીમાસર ગામમાં સૂચના આપવા માટે વિશેષ સાયરન સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. […]

કચ્છમાં ફરી એકવાર ધરા ધણધણી, ભૂકંપની તીવ્રતા 2.9 નોંધાઈ

કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિમી દૂર નોંધાયું ભૂકંપથી લોકોમાં ફેલાયો ભય આઠેક દિવસ પણ ભૂકંપના બે આંચકા નોંધાયા હતા અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. કચ્છના ભચાઉમાં ધણા ધણધણતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપની તિવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 2.9 નોંધાઈ હતી. જ્યારે કેન્દ્રબિંદુ ભચાઉથી 13 કિમી દુર નોંધાયું હતું. ભૂકંપના આ […]

કચ્છના જખૌ નજીકથી બિનવારસી હાલતમાં ચરસનું પેકેટ મળ્યું

અમદાવાદઃ ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ પાકિસ્તાન સાથે જળ અને જમીન સીમાથી જોડાવેયો છે. દરમિયાન જખૌ વિસ્તારમાં જળસીમા પાસેથી અવાર-નવાર નશીલા દ્રવ્યો બિનવારસી હાલતમાં મળી આવે છે. દરમિયાન ફરી એકવાર જખૌ નજીકથી ચરસનું પેકેટ મલી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. આ પેકેટ જખૌ બંદરથી 12 કિમી દૂર નિર્જલ બેટ પરથી બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. […]

કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો,2.7ની તીવ્રતા નોંધાઈ 

કચ્છમાં બપોરે અનુભવાયો ભૂકંપનો આંચકો 2.7ની નોંધાઈ તીવ્રતા  કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ ભુજ: સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અવાર-નવાર ભૂકંપના હળવા આંચકા અનુભવાતા હોય છે. ત્યારે કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી છે. કચ્છમાં આજે બપોરે 1.19 કલાકે 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ફતેહગઢમાં નોંધાયુ છે. જે કચ્છ થી 13 કિમી દૂર ભૂકંપનું […]

કચ્છમાં રૂ. 2.10 કરોડના હેરોઈનના જથ્થા સાથે પાંચ આરોપી ઝડપાયાં

અમદાવાદઃ રાજ્યમાં યુવાધનને નશાના રવાડે ચડતા બચાવવા માટે નશાના કાળા કારોબારના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન કચ્છમાંથી પોલીસે ફિલ્મીસ્ટાઈલે ડ્રગ્સ માફિયાઓનો પીછો કરીને 2.10 કરોડના હેરોઈનનો જથ્થો ઝડપી લીધો હતો. મોટરકારમાં સવાર ડ્રગ્સ માફિયાઓએ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે તેમની કારનો ફિલ્મી સ્ટાઈલે પીછો […]

કચ્છના ખાવડા પંથકમાં ભૂકંપનો આંચકો, 3ની તીવ્રતા નોંધાઈ

ખાવડાથી 35 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ મધ્યરાત્રિ બાદ કચ્છમાં ભૂકંપનો આંચકો અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અવારૃ-નવાર ભૂકંપના હળવા આંચકા નોંધાય છે. પેટાળમાં ફોલ્ટલાઈન સક્રીય થઈ હોવાનું ભૂકંપના હળવા આંચકા આવતા હોવાનું જાણકારો માની રહ્યાં છે. દરમિયાન કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રુજી હતી. મધ્ય રાત બાદ કચ્છના ખાવડામાં ભૂકંપનો આંચકો આવતા લોકો ભયના […]

રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 46 ટકા વરસાદ, સૌથી વધારે કચ્છ ઝોનમાં 112 ટકા

અમદાવાદઃ રાજ્યમાં 24 કલાકમાં સરેરાશ એક ઇંચથી વધુથી વરસાદ વરસ્યો હતો. સાંબરકાંઠાના ઇડરમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ તથા રાજ્યના 6 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય 147 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજ સુધીમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 122 ટકા, સૌરાષ્ટ્રમાં […]

કચ્છના નલિયામાં મુશળધાર 5 ઈંચ વરસાદ, અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર નદીઓ-તળાવોમાં નવા પાણીની આવક અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ચોમાસામાં વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન કચ્છમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છના નલિયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નલિયામાં ગણતરીના કલાકોમાં જ પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code