1. Home
  2. Tag "kutch"

કચ્છમાં કાર્યરત BSFની જાસુસી કરતો પાકિસ્તાની જાસુસ ઝડપાયો, ATSની ટીમે તપાસ આરંભી

આરોપીને એક માહિતીના રૂ. 25 હજારની રકમ મળતી હતી એટીએસએ આરોપીના રિમાન્ડ મેળવવા કવાયત શરૂ કરી અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં બીએસએફ કેમ્પસમાંથી ભારતીય સુરક્ષા જવાનો અને સુરક્ષા એજન્સીઓની કાર્યવાહીની જાસુસી કરીને પાકિસ્તાનમાં બેઠેલા આકાઓને મોકલી આપનાર પાકિસ્તાની જાસુસને ગુજરાત ત્રાસવાદી વિરોધી દળે ઝડપી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ જાસુસ બીએસએફના એક યુનિટમાં […]

ગુજરાતના કચ્છમાં વહેલી સવારે ભૂકંપના આચંકાઓ અનુભવાયા,રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4 નોંધાઈ

  ભૂજઃ- ગુજરાતના કચ્છ માં અવાર નવાર ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના બનતી હોય છએ ત્યારે અહીં ફરી એક વખત ઘરતી ઘ્રુજી હોવાના એહવાલ સામે આવ્યા છે જાણકારી અનુસાર આજે વહેલી સવારે કચ્છના રાપસ વિસ્તારમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા. વધુ વિગત પ્રમાણે આજરોજ સોમવારે વહેલી સવારે 3 વાગ્યા આસપાસ રાપરમાં ભૂકંપના આચંકાઓ આવ્યા હતા રિક્ટર સ્કેલ […]

કચ્છના નાના અને મોટા રણમાં વિદેશી મહેમાન એવા સુરખાબ પક્ષીઓનું આગમન

ભૂજઃ કચ્છના નાના અને મોટા રણમાં સુરખાબ પક્ષીઓ ઉનાળો પૂર્ણ થવાની સાથે દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં આવે છે. ખાસ કરીને ચોમાસા ઋતુની શરૂઆત સાથે જ વિદેશી મહેમાન ગણાતા સુરખાબ પક્ષીઓ પ્રજ્જન ક્રિયા માટે કચ્છમાં પડાવ નાખતા હોય છે. સુરખાબ પક્ષીઓ શિયાળાની ઠંડી પૂરી થતાં પરત ફરી જતા હોય છે. સુરખાબ મોટાભાગે અષાઢ માસના અમુક […]

કચ્છને આફતમાંથી ઉગારવા કોઈ કસર ન છોડી! : અદાણી ગ્રુપ

ઈતિહાસ સાક્ષી છે કે, કચ્છી માડુઓ આફતની સામે ઝઝૂમીને જીતી જવાની અને આફતને અવસરમાં ફેરવવાની ગજબ શક્તિ ધરાવે છે. 2001ના ભયાનક ભૂકંપ બાદ ઉભી થયેલી ઈમારતો તેની સાખ પૂરે છે. અદાણી પરિવાર કચ્છ પર કોઈપણ મુશ્કેલી આવે ત્યારે તેની પડખે અડીખમ રહી મદદરૂપ બને છે. કચ્છમાં તબાહી મચાવનાર વાવાઝોડાં સામે લોકો ઝઝૂમી રહ્યા છે ત્યારે […]

ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો 15 વર્ષની સ્થિતિએ સૌથી વધારે

અમદાવાદઃ રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં IMD ના અધિકારી દ્વારા બિપરજોય સાયક્લોન અને વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત સિંચાઇ વિભાગના અધિકારીશ્રીએ જળાશયોની સ્થિતિની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો […]

કચ્છને વાવાઝોડાની તારાજીમાંથી બહાર લાવવા અદાણી જૂથ દ્વારા એડીચોટીના પ્રયાસો

મહિલાઓ અને બાળકો જ નહીં, પશુધનની સરુક્ષાને પણ એટલુ જ મહત્વ! અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ કચ્છમાં અદાણી ફાઉન્ડશેન દ્વારા યદ્ધુના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવાઈ રહી છે. આશ્રય ગૃહોમાં સૌને ફૂડ પેકેટ્સ અને તબીબી સારવારની સિવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. એટલું જ નહીં, મહિલાઓ માટે સેનેટરી પેડ અને પશુધન માટે ઘાસચારા […]

કચ્છમાં વાવાઝોડા બાદ મેઘરાજાએ વિરામ લેતાં હાશકારો: ડેમ-તળાવોમાં નવાં નીર આવ્યાં

ભુજઃ અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય ચક્રવાતને પગલે પ્રણાલીગત રીતે દુકાળિયા મુલક તરીકે પંકાયેલા કચ્છ જિલ્લામાં એક જ દિવસમાં ભારે  વરસાદ ખાબકતાં સમગ્ર જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતુ. અનેક વિસ્તારો હજુ પણ સંપર્કવિહોણા બન્યા હતા,  હજુપણ વીજપુરવઠો  ખોરવાયેલો છે જેના કારણે લોકોના હાલ બેહાલ થયેલા છે, ત્યારે મોટાભાગના કચ્છમાં શનિવારે મેઘરાજાએ વિરામ લેતા લોકોએ […]

કચ્છ: અમિત શાહે અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી, હોસ્પિટલની પણ મુલાકાત લીધી

કચ્છ: ગુજરાતમાં આવેલુ વાવાઝોડુ બિપરજોય કચ્છના જખૌના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં. આ ઉપરાંત અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. વહીવટી તંત્ર દ્વારા રસ્તા ઉપર પડેલા વૃક્ષો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને […]

વાવાઝોડાની અસરઃ મુન્દ્રા, જઠુઆ, કોટેશ્વર, લખફટ અને નલિયામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ રાતના જખૌ બંદર પાસે ટકરાયું હતું. વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક સ્થળો ઉપર ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને હાલ પણ વરસી રહ્યો છે. દરમિયાન કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કચ્છમાં બે કલાકમાં જ ચાર ઈંચ જેટલો વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયાં હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેના વિશે […]

સરકારની અસરકારક કામગીરીને પગલે વાવાઝોડામાં મોટી જાનહાની ટળી

અમદાવાદઃ ગુજરાતમાં અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌ નજીક રાતના ટકરાયા બાદ કચ્છ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં વૃક્ષો, વિજળીના થાંભલા ધરાશાયી થવાની સાથે કાચા મકાનોના પતરા ઉડવાની ઘટના બની છે. જો કે, રાહતની વાત એ છે કે, સરકારની અસરકારક કામગીરીને પગલે મોટી જાનહાની ટળી છે. વાવાઝોડામાં 22 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code