1. Home
  2. Tag "kutch"

કચ્છના સુરબારી નજીક હાઈવે પર ટ્રક પલટી જતાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ભૂજઃ કચ્છ જિલ્લામાં અનેક ઉદ્યોગો આવેલા છે. તેમજ કંડલા અને મુન્દ્રા પોર્ટને લીધે હાઈવે પર ગીચ ટ્રાફિક જોવા મળતો હોય છે. મોરબીથી સુરજબારીનો હાઈવે પર તો 24 કલાક વાહવોની લાઈનો જોવા મળતી હોય છે. દરમિયાન ગત રાત્રિના 2 વાગ્યે એક ટ્રેઈલર રોંગ સાઈડમાં આવી ગયુ હતું જેના કારણે ચોખા ભરીને મોરબીથી કચ્છ તરફ આવતી ટ્રક […]

કચ્છમાં મુન્દ્રાના ગુંદાલા ગામ નજીક નર્મદા કેનાલમાં ડુબી જતાં ત્રણ મહિલાઓ સહિત પાંચના મોત

ભૂજ :  કચ્છમાં મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામ નજીકથી નર્મદાની કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા  આ વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.  દુર્ઘટના બાદ પાંચેય મૃતદેહો  કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગરીબ શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને મામલતદાર […]

કચ્છના સફેદ રણ ઘોરડો ખાતે G-20ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાશે, કેન્દ્રિય ટીમે લીધી મુલાકાત

ભૂજઃ કચ્છ નહીં દેખા તો કૂછ નહીં દેખા’ના સ્લોગન બાદ કચ્છના પ્રવાસન ઉદ્યોગનો સારોએવો વિકાસ થયો છે. જેમાં ઘોરડો ખાતેના સફેદ રણના નજારાને નિહાળવા માટે દેશ-વિદેશથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.  ત્યારે સંભવિત આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી G-20 આંતરરાષ્ટ્રીય પરિષદ ઘોરડો ખાતે યોજાય તેવી શક્યતા છે. આ સંદર્ભે કેન્દ્રિય ટીમે તાજેતરમાં ઘોરડાની મુલાકાત લીધી […]

કચ્છમાં 3.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

કચ્છમાં ભૂકંપના આંચકા 3.2ની નોંધાઈ તીવ્રતા સ્થાનિકોમાં ભયનો માહોલ ભુજ: કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. ભચાઉથી 19 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપનાં આંચકાને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.હજી સુધી કોઈ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા નથી. જાણકારો […]

કચ્છઃ અખાત ખાતે બહુહેતુક કાર્ગો ટુના ટેકરાના ઘાટનો પીપીપી ધોરણે વિકાસ કરાશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ કંડલા ખાતે કચ્છના અખાત ખાતે બહુહેતુક કાર્ગો (કન્ટેનર/લિક્વિડ સિવાય) ટુના ટેકરાના ઘાટના વિકાસને જાહેર ખાનગી ભાગીદારી (PPP) મોડ હેઠળ મંજુરી આપી છે. રૂ.2,250.64 કરોડનો કુલ અંદાજિત ખર્ચ રાખવામાં આવ્યો છે. પ્રોજેક્ટના કમિશનિંગ પર, તે બહુહેતુક કાર્ગો (કંટેનર/પ્રવાહી સિવાયના) ટ્રાફિકમાં ભાવિ વૃદ્ધિને પૂરી કરશે. વર્ષ 2026 સુધીમાં […]

કચ્છના રાપરમાં ફતેહગઢ નજીક નર્મદા કેનાલની મરામતનું કામ અનેક રજુઆતો બાદ અંતે હાથ ધરાયું

ભૂજઃ કચ્છમાં નર્મદાના પાણી એ લોકો માટે જીવાદોરી સમાન બન્યા છે. નર્મદાની પાણી સિંચાઈ માટે પણ આપવામાં આવતા હોવાથી કચ્છની સુકી ધરા હવે નંદનવન બની રહી છે. જિલ્લાના રાપર નજીક નર્મદા કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા હતા. તેમજ કેનાલના દીવાલની માટી પણ ઘસી આવતા પાણી આગળ જઈ શકતું ન હતું . અને છેલ્લા અઢી મહિનાથી […]

કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 2.9 નોંધવામાં આવી

ચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો રિક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતા નોંધાઈ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 8 કિલોમીટર દૂર ભુજ: કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.9ની નોંધાઈ હતી.ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 8 કિલોમીટર દૂર હતું.જોકે આવેલા ભૂકંપના કારણે લોકોમાં ડર નો માહોલ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે […]

કચ્છના બન્ની ગ્રાસલેન્ડનો કાયાકલ્પઃ એક વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં સવા ચાર લાખ કિલોનો વધારો

અમદાવાદઃ મરુભૂમિ કચ્છ પ્રદેશમાં આવેલા એશિયાના સૌથી મોડા ઘાસિયા મેદાન એવા બન્નીમાં ઘાસનું ઉત્પાદન વધારવા માટે વન વિભાગ દ્વારા લેવાયેલા પગલાં હવે રંગ લાવી રહ્યા છે અને એક જ વર્ષમાં ઘાસના ઉત્પાદનમાં સવા ચાર લાખ કિલોનો વધારો નોંધાયો છે. ભૌગોલિક સ્થિતિને કારણે જરૂરિયાત કરતા ઓછા વરસાદ પડવાની કાયમી સ્થિતિની પીડાતા બન્નીમાં ઘાસનું ઉત્પાદન વધતા પશુઓ […]

કચ્છમાં નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરાશે: રાઘવજી પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં પશુપાલકોને તેમના પશુધન માટે સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના પશુપાલકોને મદદરૂપ થવા માટે કચ્છ ખાતે નવીન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયની સ્થાપના કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તેમ કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કચ્છ ખાતેની […]

કચ્છના નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો અપાયો, ત્રણ ગામોનો સમાવેશ કરાયો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ટૂંટમીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે કચ્છના મતદારોને રિઝવવા માટે નખત્રાણા ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સરહદી જિલ્લા કચ્છના છેવાડાના વિસ્તાર નખત્રાણાને નાગરિક સુખાકારીના સમ્મુચિત હક્કો આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તદઅનુસાર, મુખ્યમંત્રીએ નખત્રાણા જૂથ ગ્રામ પંચાયતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code