વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટનો વિકાસ કરાશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, વારાણસીનાં વિકાસ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઈ)ની દરખાસ્તને મંજૂરી આપી હતી, જેમાં નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ, એપ્રોન એક્સ્ટેન્શન, રનવે એક્સ્ટેન્શન, સમાંતર ટેક્સી ટ્રેક અને આનુષંગિક કાર્યો સામેલ છે. એરપોર્ટની પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વર્તમાન 3.9 એમપીપીએથી વધારીને વાર્ષિક 9.9 મિલિયન પેસેન્જર્સ (એમપીપીએ) […]