સંસદની સુરક્ષા ચૂક કેસના આરોપી લલિત ઝા 7 દિવસના પોલીસ રિમાન્ડ પર
દિલ્હી- સંસદની સુરક્ષામાં ચૂક નો મુખ્ય આરોપી ગણાતા લલિત ઝાને આજરોજ શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. લલિતને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. સંસદની સુરક્ષાને લઈને સીઆરપીએફ ડીજીના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી છે. સંસદના રિસેપ્શનમાં પાસ મેળવવાથી લઈને વિઝિટર ગેલેરીમાં તૈનાત તમામ સુરક્ષાકર્મીઓ અને કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. […]