હિંમતનગર માર્કેટયાર્ડમાં ઘઉંની મબલખ આવક, 20 કિલોના 836 ભાવ બોલાતા ખેડુતોને રાહત
હિંમતનગરઃ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આ વખતે ઘઉંનો મબલખ પાક ઉતર્યો છે. તેના લીધે હિંમતનગર યાર્ડમાં ઘઉંની ધૂમ આવક શરૂ થઈ છે. આ વખતે ખેડુતોને ઘઉંના ભાવ પ્રતિ 20 કિલોના રૂપિયા 836 મળતા ખેડુતોને રાહત થઈ છે. યાર્ડમાં હરાજીમાં સરકારના ટેકાના ભાવ કરતાં પણ વધુ ભાવ મળી રહ્યા છે. 430 થી લઈને 836 સુધી ખેડૂતોને […]